________________
अर्वाचीन गुजराती कृति
१६१
(૪.૪) સપ્તનય વિચાર
પૂજ્ય મુનિરાજ શ્રીસંયમસાગરજી મ જૈનદર્શનમાં વસ્તુની વાસ્તવિક સિદ્ધિ માટે નય, ભંગ, પ્રમાણ અને નિક્ષેપાદિ યુક્તિઓ બતાવેલી છે કે જેના વડે ન્યાયપુર:સર પદાર્થની સત્યાર્થતા સિદ્ધ થઈ શકે. જૈન દર્શનમાં જે જે તત્ત્વોનું પ્રતિપાદન થયેલું છે તે યુક્તિહીન કે ન્યાયથી શૂન્ય નથી જ પણ તે દરેક તત્ત્વયુક્તિથી યુક્ત અને ન્યાયપુર:સર છે. પદાર્થની સત્યાર્થતા સમજવા નય અતિ ઉપયોગી થઈ પડે છે. તેથી જ મહાપુરુષોએ સપ્તનનું પ્રતિપાદન કરેલ છે. તેના સિવાય વસ્તુની યથાર્થતા સમજવી મુકેલ છે.
કહેવાય છે કે જેટલા વચનના માર્ગો તેટલા નવો આ વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. અને જે જે નયનાં વચનો છે તે દરેકનો સમન્વય કર્યા સિવાય એકાંતે માનવાથી પદાર્થની યથાર્થતા અપૂર્ણ જ રહે છે. જે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ વડે સિદ્ધ થઈ જાય છે, તે જ પદાર્થ યથાર્થ પૂર્ણતાને પામે છે . અને જયાં અનેકાંત છે. ત્યાં જ પૂર્ણતા છે. એકાંત આવે તો પૂર્ણતા દૂરની દૂર જ રહે છે.
પ્રત્યક્ષ અથવા પરોક્ષ પ્રમાણ દ્વારા એક ધર્મની મુખ્યતાથી જે અનુભવાય તેને નય કહેવાય છે. તેના મુખ્યત્વે બે ભેદ છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય.
જેમાં દ્રવ્ય (પદાર્થ) ની મુખ્યતા હોય તે દ્રવ્યાર્થિક નય કહેવાય છે તેના ત્રણ ભેદ છે નૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય.
સંકલ્પ માત્રથી જ પદાર્થનું ગ્રહણ કરવું તેને નૈગમનય કહેવાય છે. કોઈ પ્રેસવાળાને ત્યાં છપાયેલા છૂટક છૂટક પાનાં પડ્યા હોય અને ત્યારે કોઈ તેને પૂછે કે આ શાનાં પાનાં છે? ત્યારે તે કહે કે ફલાણું પુસ્તક છે. ત્યારે તેને સંકલ્પ તરીકે છૂટક પાનાને પણ પુસ્તક તરીકે સ્વીકાર્યું. કારણ કે તેને ખ્યાલ છે કે આ અંતે પુસ્તક બનવાનું, તેથી જ તે છૂટક પાનાનું પણ પુસ્તક કહે છે કારણ કે તે છૂટક પાનાં વડે પુસ્તક તૈયાર થવાનું છે એવો જે સંકલ્પ તેને નૈગમનય કહેવાય છે.
કોઈ પણ પદાર્થનું સામાન્ય સ્વરૂપ ગ્રહણ કરવું તેને સંગ્રહનય કહેવાય છે. જેમ કે છ લેગ્યા છે તેને સામાન્ય સ્વરૂપ એટલે કે સમૂહ તરીકે ખાલી લેયા તરીકે જાણવી. તેવી રીતે છ દ્રવ્ય છે તેને ખાલી દ્રવ્ય તરીકે જાણવાં તેને સંગ્રહનય કહેવાય છે.
સંગ્રહનય વડે સામાન્ય સ્વરૂપે જાણેલા પદાર્થના વિષયને વિશેષ રૂપે પ્રતિપાદન કરવા તેને વ્યવહારનય કહેવાય છે, જેમ કે લેગ્યા છે તો તેના છ ભેદો જાણવા, તેનો સ્વભાવ જાણવો આદિ. તથા દ્રવ્ય છે તો તે છે છે, તો તેનો ધર્મ, ભેદ ઇત્યાદિની જાણકારી કરવી કે પ્રતિપાદન કરવું તેને વ્યવહારનય કહેવાય છે. આ ત્રણ ભેદ દ્રવ્યાર્થિકનયના જાણવા.
દ્રવ્યાર્થિકનયમાં જે દ્રવ્યની મુખ્યતા હતી તેની ગૌણતા કરી તેના પર્યાયની મુખ્યતા સ્થાપન કરવી તેને પર્યાયાર્થિકનય કહેવાય છે. તેના ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય એમ ચાર ભેદો છે.