Book Title: Nayamrutam Part 02
Author(s): 
Publisher: Shubhabhilasha Trust

View full book text
Previous | Next

Page 200
________________ 1 સુર્ય જે મારૂH I. সুর Hqত પરિચય દ્રો એ ૧) કરુણાનિધાન પ્રભુ શ્રી મહાવીરદેવે વિશ્વના હિત માટે જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ તેમના શિષ્યોએ સાંભળ્યો અને યાદ રાખ્યો તે જ “શ્રુત” છે. “શ્રત’નો અર્થ છે – “સાંભળેલું.” શ્રી મહાવીરદેવના નિર્વાણ પછી કાળના પ્રભાવથી, વિધર્મીઓનાં આક્રમણોથી, અને શક્તિના ક્ષયને કારણે પ્રભુના શબ્દોને યાદ રાખવાનું અઘરું થતું ગયું. શ્રુત ભૂલાવા માંડ્યું. શ્રત લુપ્ત થવાની શક્યતાઓ પારખીને આજથી ૧૫૦૦ વર્ષ પહેલાં વાચક વંશના આચાર્ય શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણે ‘શ્રુત'ને લિપિબદ્ધ કરવાનો પ્રારંભ કર્યો. ૪) શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણે માત્ર ઉપલબ્ધ શ્રત લખવા તે વખતનાં આગમોના પાઠમાં પ્રવેશેલી અશુદ્ધિઓને પણ ઠીક કરી, વિસ્મૃત પાઠોનું પુનરનુસંધાન કર્યું અને આગામોના પ્રમાણિત પાઠોને સ્થાપિત કરી અને પાઠાંતરોને સ્થાન આપ્યું. આ કાર્ય શ્રુતને લખવા કરતાં પણ વધુ મહત્ત્વનું હતું. શાસ્ત્ર લેખનની શરૂઆત થઈ તેના બે ફાયદા થયા – ૧. જૈન સંઘની જ્ઞાનસંપદા અત્યંત સમૃદ્ધ થઈ ગઈ. ૨. તે પછીના કાળમાં નવાં નવાં શાસ્ત્રોનું સર્જન શરૂ થયું. એક હજાર વર્ષના કાલખંડમાં લાખોની સંખ્યામાં શ્રતનું લેખન થયું. આ સમયગાળાને આપણે ‘લેખન યુગ” તરીકે ઓળખી શકીએ છીએ. લેખનયુગમાં બે સમસ્યાઓ ઉત્પન્ન થઈ. ૧. લખાએલાં શાસ્ત્રોમાં મનુષ્યસ્વભાવને કારણે મૂળ પાઠમાં અનેક અશુદ્ધિઓનો પ્રવેશ થયો. ૨. તેને લીધે અર્થનો નિર્ણય કરવામાં મુશ્કેલીઓ ઊભી થવા લાગી. ઉદા. તરીકે ‘પ્રશમરતી’ નામના શાસ્ત્રની ટીકામાં એક જગ્યાએ પાઠ છે, ‘સ્ત્રિાર્ધ પિતૃન્દ્ર' આ પાઠનો અર્થ છે, ‘સ્નિગ્ધ આહાર પિતાને મારી નાખે છે આ પાઠ અર્થની દૃષ્ટિથી અયોગ્ય છે. મુદ્રિત પ્રતમાં અને નવી લખાએલી હસ્તપ્રતમાં પણ આ અશુદ્ધ પાઠ જ જોવા મળે છે. સાત સો વર્ષ પુરાણી તાડપત્ર પર લખાએલી પ્રતમાં શુદ્ધ પાઠ મળે છે, ‘સ્ત્રિાર્ધ પિત્તનમ્' જેનો અર્થ છે ‘સ્નિગ્ધ આહાર પિત્તનો નાશ કરે છે આ અર્થની દૃષ્ટિથી શુદ્ધ પાઠ છે. એકાદો શબ્દ ઓછો થવાથી પણ અર્થનો અનર્થ થઈ જાય છે. જેમ નવકાર મંત્રમાં “નમો નો સવ્વસાહૂUT' પદ છે. એનો અર્થ છે ‘લોકમાં સર્વ સાધુઓને નમસ્કાર.' પણ આમાં ‘સન્ન' માંથી અડધો ‘' કાઢી નાખવાથી એનો અર્થ થશે, ‘સાધુના શબને (મૃતદેહ) નમસ્કાર.' વિધર્મીઓના આક્રમણને કારણે ઘણાં બધાં લિખિત શાસ્ત્રો નષ્ટ થયાં. બાકી બચેલાં શાસ્ત્રોની સુરક્ષાવ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ. તેથી શાસ્ત્રોની ઉપલબ્ધતાની માહિતી મળવી પણ મુશ્કેલ થઈ ગઈ. ૯) આજથી બસો વર્ષ પૂર્વે મુદ્રણયુગ'નો પ્રારંભ થયો. મશીન દ્વારા મોટી સંખ્યામાં શાસ્ત્રો પ્રકાશિત થવા લાગ્યાં. શાસ્ત્રોની પ્રાપ્તિ સરળ અને સહજ થઈ ગઈ. ૮)

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202