________________
अर्वाचीन गुजराती कृति
१५७
ગ્રાહક નામનો છે. જેમ સ્વ દ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક નયથી ઘડો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ સત્ છે, તેમ તે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવની અપેક્ષાએ અસત્ છે જેમકે ઘટની અપેક્ષાથી પટ દ્રવ્ય પર છે. માટે પરદ્રવ્યથી ઘટ અસત્ છે, ભરતક્ષેત્રની ઘટ મથુરા-પાટલીપુર જ્યાં બનતો હોય તેનાથી બીજા ગામનો કહેવો તે ક્ષેત્રથી અસત્ છે, ઘટ જો વસંતઋતુમાં બન્યો હોય તો ગ્રીષ્મઋતુથી એ અસત્ છે, અને ભાવથી શ્યામ, રક્તાદિપણાથી અસત્ છે. માટે પરદ્રવ્યાદિકથી દ્રવ્ય અસત્ અર્થમાં જણાય છે. આ પ્રમાણે જે માનવું તે નવમો પરદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નય જાણવો.
(૧૦) પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિક નય-દ્રવ્યની અંદર અનેક જાતના ગુણો રહેલા હોય છે, તેમાંથી જે ઉત્કૃષ્ટ ગુણનો ભાવ ગ્રહણ કરવામાં આવે અને તેથી તે દ્રવ્ય સિદ્ધ થાય, તે ‘પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિક નય' કહેવાય છે. જેમ આત્મા એ પદાર્થજ્ઞાન સ્વરૂપ કહેવાય છે. જો કે તે આત્માની અંદર દર્શન, ચારિત્ર, વીર્ય, અનંત ગુણો રહેલાં છે, તથાપિ સર્વની અંદર જ્ઞાનસ્વભાવ ઉત્કૃષ્ટ છે, કારણ કે-બીજા દ્રવ્યથી જ્ઞાન સ્વભાવવડે આત્મા જુદો દેખાય છે, તેથી આત્માને જ્ઞાન એ પરમ ઉત્કૃષ્ટ ભાવ છે. તેથી કરીને આત્માની અંદર અનેક સ્વભાવ રહેલા છે. તે છતાં ‘જ્ઞાનમય’ આત્મા એમ કહેવાય છે, તે આ નયથી કહેવાય છે. એવી રીતે બીજા પણ છે જે દ્રવ્યો પરમભાવ-અસાધારણ ગુણથી દેખાતાં હોય અને તેથી તેમની ઓળખ થતી હોય તો તેમની અંદર પણ “પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિક નય' જાણી લેવો. અર્થાત્ બીજા દ્રવ્યોના પણ અસાધારણ ગુણરૂપ પરમભાવનું ગ્રહણ કરી લેવું જોઈએ.
આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયના દશ ભેદ સ્મરણમાં હોય તો કદી પણ શંકા ઉત્પન્ન થાય નહિ. કોઈ પણ દ્રવ્ય વિષે વિચાર કરવાથી-તેની અંદર આ નયની યોજના કરવાથી નિઃશંક હૃદયમાં જ્ઞાનનો શુદ્ધ પ્રકાશ પડે
હવે પર્યાયાર્થિક નય - ઉત્પત્તિ અને વિનાશને પ્રાપ્ત થાય તે “પર્યાય' કહેવાય છે. તે માટે આગમમાં કહ્યું છે કે- અનાદિ અને અનંત એવા દ્રવ્યમાં તેના પોતાના પર્યાયો જલતરંગની જેમ ક્ષણ ક્ષણે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે.”
તે પર્યાયો છ છ પ્રકારે હાનિ અને વૃદ્ધિ અને રૂપે ગણાય છે. પર્યાયના બે પ્રકાર કહેલા છે. ૧સહભાવી પર્યાય. ર-ક્રમભાવી પર્યાય.
જે સહભાવી પર્યાય તે દ્રવ્યનો ગુણ છે. જેમ આત્મા એ પદાર્થ છે, તેની અંદર વિજ્ઞાન શક્તિ છે. તે તેનો ‘સહભાવી પર્યાય' કહેવાય છે. આત્માને સુખ, દુઃખ, હર્ષ, શોક વિગેરે થાય છે, તે તેનો ‘ક્રમભાવી પર્યાય' કહેવાય છે
પર્યાયના સ્વભાવ અને વિભાવ તથા દ્રવ્ય અને ગુણ-એ ચાર પ્રકારે ભેદ થઈ શકે છે. એટલે ૧સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય, ર-સ્વભાવ ગુણ વ્યંજન પર્યાય, ૩-વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય, ૪-વિભાવ ગુણ વ્યંજન પર્યાય.