________________
१५८
नयामृतम् -२
જેમ જીવનો ચરમ શરીરથી કાંઈક ન્યૂન સિદ્ધ પર્યાય છે, તે તેનો સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય' કહેવાય છે.
જીવની અંદ૨ અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય વિગેરે ગુણ છે, તે સ્વભાવ ગુણ વ્યંજન પર્યાય’ કહેવાય છે.
જીવની જે ચોરાશી લાખ યોનિના ભેદ છે, તે ‘વિભાવ દ્રવ્યયંજન પર્યાય' કહેવાય છે, અને જીવને મતિ વિગેરે છે તે તેનો ’વિભાવ ગુણ વ્યંજન પર્યાય’ કહેવાય છે.
તેવી રીતે પુદ્ગલને હ્રયણુક (બે અણુ) વિગેરે વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય' રસથી બીજો ૨સ અને ગંધથી બીજો ગંધ ઈત્યાદિ જે પુદ્ગલના વિકાર તે તેનો વિભાવ ગુણ વ્યંજન પર્યાય' પુદ્ગલનો જે અવિભાગી પુદ્ગલ ૫૨માણુ તે સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય’ અને પુદ્ગલનો એક એક વર્ણ, ગંધ, રસ અને અવિરૂદ્ધ બે સ્પર્શ, એ તેનો સ્વભાવ ગુણ વ્યંજન પર્યાય' કહેવાય છે. તેવી રીતે એકત્વ-પૃથક્ત્વાદિ પણ પર્યાય છે.
એકનો જે ભાવ તે ‘એકત્વ’ એટલે જુદા જુદા પરમાણુ હોય તે છતાં એકપણું. જેમકે- ‘આ ઘડો છે’ એ પ્રતીતિનો હેતુ તે એકત્વ. પૃથક્ક્સ એટલે જુદાપણું એ જ્ઞાનનો હેતુ છે. સંખ્યા (ગણત્રી થઈ શકે તે) સંસ્થાન (સ્થિતિરૂપ), સંયોગ (મળવાપણું) અને વિભાગ (જુદા જુદા ભાગ પડી શકે તે) એટલા પર્યાયના લક્ષણો છે.
પર્યાયાર્થિક નયઃ તેના છ ભેદ.
અર્થ-પ્રયોજન હોય તે પર્યાયાર્થિક નય કહેવાય છે. તેના છ પ્રકારો.-૧અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, ૨-સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, ૩-ઉત્પાદ વ્યય ગ્રાહક અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, ૪-સત્તા સાપેક્ષ નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક, પ-કર્મોપાધિ નિરપેક્ષ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, ૬-કર્મોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય.
(૧) અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિકઃ- જેની આદિ એટલે શરૂઆત ન હોય તે અનાદિ કહેવાય તથા જેની ઉત્પત્તિ કે વિનાશ નહિ થતાં ત્રણે કાળમાં નિશ્ચળરૂપે રહે તે નિત્ય કહેવાય છે. જે પદાર્થ અનાદિએ હોય અને નિત્ય હોય તે પર્યાય ‘અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયર્થિક નય' તરીકે સમજવો. જેમકે-મેરૂપર્વત પુદ્ગલ દ્રવ્યનો પર્યાય છે અને તે પ્રવાહની અપેક્ષાએ અનાદિ નિત્ય છે, કારણ કે-તે શાશ્વતો છે. જો કે અસંખ્યાતકાળે અન્યોન્ય પુદ્ગલોનું સંક્રમણ થાય છે, પણ તેનો સંસ્થાન આકાર છે તે તો એનો એ જ રહે છે. એવી રીતે રત્નપ્રભાદિક પૃથ્વી કે શાશ્વતી પ્રતિમાઓ ગણી શકાય. એ બધા અનાદિ નિત્ય પર્યાય છે. આ ઉ૫૨થી ‘અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય’ કહેવાય છે.
(૨) સાદિનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકઃ- એટલે જે પર્યાયની આદિ હોય અને તે જે નિત્ય પણ હોય તે સાદિ નિત્ય પર્યાય કહેવાય. જેમકે-સિદ્ધના જીવ છે તેનો પર્યાય આદિ છે, કારણ કે જ્યારે કર્મનો ક્ષય થાય