________________
१५०
नयामतम-२
પુદ્ગલના- વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અચેતનત્વ અને મૂર્તત્વ-એ છ ગુણ પુદ્ગલના છે. ધર્માસ્તિકાયના- ગતિ હેતુત્વ, અચેતનત અને અમૂર્તત્વ એ ત્રણ ગુણ. અધર્માસ્તિકાયના- સ્થિતિહેતુત્વ, અચેતનત અને અમૂર્તત્વ એ ત્રણ ગુણ. આકાશાસ્તિકાયના- અવગાહનહેતુત્વ, અચેતનત્વ અને અમૂર્તત્વ એ ત્રણ ગુણ. કાળદ્રવ્યના- વર્તનાહેતુત્વ, અચેતનત્વ અને અમૂર્તત્વ એ ત્રણ ગુણ.
એ સોળ ગુણમાં સ્વજાતિની અપેક્ષાએ ચેતનત, અચેતનત્વ મૂર્તત્વ અને અમૂર્તત્વ એ ચાર ગુણો સામાન્ય ગુણ અને પરજાતિની અપેક્ષાએ વિશેષ ગુણ થાય છે. પરસ્પર પ્રહણ કરવાથી).
હવે જીવાદિ દ્રવ્યના સામાન્ય અને વિશેષ સ્વભાવ એકવીશ પ્રકારે કહેલા છે તે કહે છેઃ
જીવદિ દ્રવ્યના બધા મળીને એકવીશ સ્વભાવ છે. તેમાં અગીયાર સામાન્ય સ્વભાવ અને દશ વિશેષ સ્વભાવ તે આ પ્રમાણે
સામાન્ય સ્વભાવ અગીયાર- ૧-અતિ સ્વભાવ, ર-નાસ્તિ સ્વભાવ, ૩-નિત્ય સ્વભાવ, ૪-અનિત્ય સ્વભાવ, પ-એક સ્વભાવ ૬-અનેક સ્વભાવ, ૭-ભેદ સ્વભાવ, ૮-અભેદ સ્વભાવ, ૯-ભવ્ય સ્વભાવ, ૧૦અભવ્ય સ્વભાવ, ૧૧-પરમ સ્વભાવ. એ અગીયાર સામાન્ય સ્વભાવ કહેવાય છે.
વિશેષ સ્વભાવ દશ-૧-ચેતન સ્વભાવ, ૨-અચેતન સ્વભાવ, ૩-મૂર્ત સ્વભાવ, ૪-અમૂર્ત સ્વભાવ, પએક પ્રદેશ સ્વભાવ, ૬-અનેક પ્રદેશ સ્વભાવ, ૭-વિભાવ સ્વભાવ, ૮-શુદ્ધ સ્વભાવ, ૯-અશુદ્ધ સ્વભાવ ૧૦ઉપચરિત સ્વભાવ. એ દશ દ્રવ્યના વિશેષ સ્વભાવ છે.
આ એકવીશમાંથી ૧-અનેક પ્રદેશ સ્વભાવ, ૨-મૂર્ત સ્વભાવ, ૩-ચેતન સ્વભાવ, ૪-વિભાવ સ્વભાવ, પશુદ્ધ સ્વભાવ, ૬-અશુદ્ધ સ્વભાવ એ છ સ્વભાવ કાઢીએ ત્યારે કાલ દ્રવ્યને વિષે પંદર સ્વભાવ રહે છે તે આ પ્રમાણે- ૧-અતિ સ્વભાવ, ર-નાસ્તિ સ્વભાવ, ૩-
નિત્ય સ્વભાવ, ૪-અનિત્ય સ્વભાવ, પ-એક સ્વભાવ, ૬-અનેક સ્વભાવ, ૭-ભેદ સ્વભાવ, ૮-અભેદ સ્વભાવ, ૯ભવ્ય સ્વભાવ, ૧૦-અભવ્ય સ્વભાવ, ૧૧-પરમપરિણામિક) સ્વભાવ, ૧૨-અચેતન સ્વભાવ, ૧૩-અમૂર્ત સ્વભાવ, ૧૪-એક પ્રદેશ સ્વભાવ, અને ૧૫-ઉપચરિત સ્વભાવ એ પંદર કાલ દ્રવ્ય' ના સ્વભાવ જાણવા.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં ઉપરના પંદર સ્વભાવમાં એક અનેક સ્વભાવ વધારવાથી સોળ સ્વભાવ જાણવા.
હવે તે દ્રવ્યના સ્વભાવ તેમાં પ્રથમ અગીયાર સામાન્ય સ્વભાવના અર્થ કહે છેઃપોતાના સ્વભાવ-લાભથી કદાપિ દૂર ન રહેવું, તે દ્રવ્યનો ‘અતિ સ્વભાવ' કહેવાય છે. જે પરરૂપપણે ન થાય, તે દ્રવ્યનો ‘નાસ્તિ સ્વભાવ' કહેવાય છે. દ્રવ્યની અંદર પોતપોતાના ક્રમભાવી નાના પ્રકારના પર્યાય શ્યામતા, રક્તત્વાદિક જે ભેદક કહેવાય