________________
१५२
नयामृतम्-२
સ્વભાવ છે. વળી તેનાથી વિપરીત એટલે ઉપાધિજનિત બહિર્ભાવ પરિણમનપણું પણ હોય છે, તેથી તે તેનો અશુદ્ધ સ્વભાવ છે.
દ્રવ્યના નિયમિત સ્વભાવનો બીજા સ્થાનમાં ઉપચાર કરવામાં આવે છે, તેથી તેનો ઉપચરિત સ્વભાવ કહેવાય છે. આ પ્રમાણે દ્રવ્યના વિશેષ સ્વભાવ છે.
દ્રવ્યનો વિશેષ ઉપચારિત સ્વભાવ કહ્યો, તેમાં જે ઉપચરિત એટલે ઉપચાર કહેવાય છે, તે ઉપચરિત સ્વભાવ બે પ્રકારે છે. એક કર્મજન્ય અને બીજો સ્વાભાવિક. પુદ્ગલના સંબંધને લઇને જીવની અંદર જે મૂર્તપણું કહેવું, પણ જીવ તો અમૂર્ત છે અને પુદ્ગલ તે તો મૂર્ત છે, સંબંધે આવીને મળ્યું છે તથાપિ જૂઠ જ છે. તે પુદ્ગલનો ચેતનને વિષે ઉપચાર કરીને ચેતનને મૂર્તિમાન માનવો, તે કર્મજનિત’ ઉપચાર છે. અને સહજ-સ્વાભાવિક જે ઉપચાર તે નિર્મળ સિદ્ધનો જીવ છે. જેમ સિદ્ધને અનંતું જ્ઞાન કહેવું તે સિદ્ધાત્માને કાંઈ જુદું નથી. સ્વભાવે જ્ઞાન અને આત્મા એક જ છે. અહીં આ ભેદ કરીને જ્ઞાન જુદું દેખાડ્યું તે ઉપચાર થયો. એ સહજ-સ્વાભાવિક ઉપચરિત થયું, ત્યાં તે સિદ્ધને વિષે કર્મઉપાધિ તો છે જ નહિ, માટે એ સ્વાભાવિક જ ભેદ થયો જેથી ઉપચાર જાણવો.
ઉપર કહેલા દ્રવ્યના સામાન્ય અને વિશેષ સ્વભાવો ન માને, તો તેના મતમાં ઘણા દૂષણ આવે છે તે નીચે પ્રમાણે
જો એકાંતે અસ્તિ સ્વભાવ માને અને નાસ્તિ સ્વભાવ ન માને તો સર્વ પદાર્થમાં સંકર (મિશ્રણ) વિગેરે દૂષણો લાગે છે.
કારણ કે તેમ માનવાથી સર્વ દ્રવ્યની જુદી જુદી નિયત સ્વરૂપાવસ્થા નહીં થાય અને તેથી જગતું એકરૂપ થઈ જાય છે. અને જેથી એ વાત સર્વ શાસ્ત્ર તથા વ્યવહારની વિરૂદ્ધ બને છે. તેથી બીજા પદાર્થની અપેક્ષાએ દ્રવ્યાનો નાસ્તિ સ્વભાવ પણ માનવો જોઇએ તેમ જો એકાંતે દ્રવ્યનો નાસ્તિ સ્વભાવ માને તો જગતું બધું શૂન્ય થઈ જાય, તેથી એમ પણ ન માનવું જોઈએ.
જો એકાંત દ્રવ્યને નિત્ય માને તો અર્થક્રિયાકારિત્વનો અભાવ થઈ જાય, જેથી દ્રવ્ય પરંપરા વગર નાશ પામી જાય. જો એકાંત અનિત્ય માને, તો પણ દ્રવ્યનો નિરન્વય થશે.
જો એકાંત એક સ્વભાવ માને, તો વિશેષનો અભાવ હોવાથી અનેક સ્વભાવ વિના મૂળ સત્તારૂપ સામાન્યનો પણ અભાવ થઈ જાય કારણ કે-વિશેષ વિના સામાન્ય અને સામાન્ય વિના વિશેષ ગધેડાના શીંગડાની જેમ અસત્ થઈ જાય. જો દ્રવ્યને એકાંતે અનેક રૂપ માને તો દ્રવ્યનો અભાવ થશે. નિરાધાર હોવાથી તેમજ આધાર-આધેયના અભાવથી દ્રવ્યનો અભાવ થવો જોઈએ.
જો દ્રવ્યને એકાંત ભેદ માને તો વિશેષના આધાર વિના ગુણપર્યાયનો બોધ ન થાય, કારણ કે આધાર આધેયના અભેદ વિના બીજો સંબંધ ઘટી શકે નહિ. તેથી દ્રવ્યની અંદર રહેલ અર્થ અને ક્રિયાના અભાવથી દ્રવ્યનો અભાવ થઈ જાય, જો એકાંત અભેદ માને તો સર્વ પદાર્થ એક રૂપ થઈ જાય, તેથી આ દ્રવ્ય છે, આ