________________
अर्वाचीन गुजराती कृति
१३५
(૪) ભાવ મંગળ-ઉપયોગ સહિત મંગળ પદના જાણકાર અરિહંત, સિદ્ધ, આચાર્ય પ્રમુખ શુધ્ધ આત્મ વ્યક્તિઓ.
પ્રમાણ
પ્રત્યક્ષ પ્રમાણ-સર્વ પ્રત્યક્ષ અને દેશ પ્રત્યક્ષ એમ બે પ્રકારનું છે. સર્વ પ્રત્યક્ષ સર્વજ્ઞ સર્વદર્શી એવા વીતરાગ પરમાત્માને જ હોઈ શકે છે. અને દેશ પ્રત્યક્ષ તો અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાનીને હોઈ શકે છે. અત્ર સ્વપરનો સ્પષ્ટ નિશ્ચય કરાવી આપનાર જ્ઞાન જ પ્રમાણ લેખવામાં આવ્યું છે. તેથી આત્માનું સંપૂર્ણ સ્વરૂપ સર્વજ્ઞ સર્વદર્શી જ જાણી દેખી શકે છે. બીજા સાતિશય જ્ઞાની પણ તેને દેશથી જાણી દેખી શકે છે. જેમ તે પોતાના આત્માને જાણે દેખે છે તેમ જ અન્ય આત્માને જાણે દેખે છે, તથા જડ પદાર્થને પણ જાણી દેખી શકે છે. અરૂપી એવા આત્માને તેમ જ આકાશ આદિક અરૂપી જડ પદાર્થોને અતીન્દ્રિય જ્ઞાન દર્શન વડે જ યથાર્થ જાણી દેખી શકાય છે. તેથીજ તે અતીન્દ્રિય જ્ઞાન જ પ્રત્યક્ષ પ્રમાણ હોઈ શકે છે. નૈયાયિક દર્શની ચક્ષુ ઇંદ્રિયને પ્રત્યક્ષ પ્રમાણ કહે છે તે મિથ્યા ઠરે છે. ચક્ષુ ઇંદ્રિયથી અરૂપી દ્રવ્યો જાણી કે દેખી શકાતા જ નથી તેથી તે અપ્રમાણ છે. ફક્ત જ્ઞાન જ સ્વપરનો સારી રીતે નિશ્ચય કરી શકે છે. તેથી તે જ પ્રમાણભૂત છે. જડ એવી ઇંદ્રિયથી અતીન્દ્રિય આત્માનો નિશ્ચય શી રીતે થઈ શકે?
પરોક્ષ પ્રમાણ-જેથી વસ્તુ ધર્મનો અસ્પષ્ટ બોધ થાય તે પરોક્ષ પ્રમાણ છે. સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન, અને આગમ એમ પરોક્ષપ્રમાણ પાંચ પ્રકારનું છે.
(૧) સ્મરણ-સંસ્કારજન્ય બોધથી અનુભવેલી બાબતનું એ એવા પ્રકારનું જ્ઞાન થયું તે સ્મરણ કહેવાય છે. જેમકે એ તીર્થકરનું બિંબ, એ શાંતિ, એ આનંદ ઇત્યાદિ.
(૨) પ્રત્યભિજ્ઞાન-અનુભવ તથા સ્મૃતિના યોગથી જે વસ્તુ વિષયક નિશ્ચય જ્ઞાન થાય તે પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. યથા આ ગૌ એ તે જાતની જ છે. ગોદશ જ ગવાય છે. એ જ આ જિનદત્ત છે ઇત્યાદિ.
(૩) તર્ક-આ આ છતે જ હોય, એ અન્વય વ્યાપ્તિ અને અન્યથા એ ન જ હોય, એ વ્યતિરેક વ્યાપ્તિ સંબધીજ્ઞાનને ઊહ અથવા તક કહે છે. જેમ કે જે કોઈ ધૂમાડો હોય છે તે વહ્નિ છતાં જ હોય છે વહિનના અભાવે ધૂમાડાનો પણ અભાવ જ હોય છે.
(૪) અનુમાન-સ્વાર્થ અનુમાન અને પરાર્થ અનુમાન એમ બે પ્રકારનું છે.
(૫) આગમ-સર્વથા રાગદ્વેષ રહિત સર્વજ્ઞ સર્વદર્શી અહત્ પ્રણીત અવિરૂદ્ધ વચનને શાસ્ત્રકાર આગમ પ્રમાણ કહે છે. સમ્યગ્દષ્ટિને તે સમપણે પરિણમે છે તેથી તે સમ્યજ્ઞાન કહેવાય છે. મતિ નિર્મળ હોય તો શ્રુતજ્ઞાન નિર્મળ થાય છે. પુનઃ શ્રુતજ્ઞાનના યોગે મતિ વિશેષે નિર્મળ થતી જાય છે. પરંતુ તે પ્રત્યેક જ્ઞાન ઇંદ્રિય અને મન યોગે પ્રાપ્ય હોવાથી પરોક્ષ જ કહેવાય છે. સર્વજ્ઞ પ્રણીત આગમ દીપકની પેઠે જ્ઞાન-પ્રકાશ કરી અનાદિ અજ્ઞાન અંધકારને દૂર કરે છે. જીવાજીવાદિક પદાર્થ સાર્થને સમ્યગૂ રીતે જાણવા માટે તે પરમ ઉપકારી છે. તેથી પ્રમાદ પટલને તજી આત્માર્થી જનોએ અતિ આદરપૂર્વક આરાધવા યોગ્ય છે. અત્યારે જ્યારે સાતિશય જ્ઞાનનો વિરહ છે ત્યારે તે ભવ્ય જનોને પરમ આધારભૂત છે.