________________
अर्वाचीन गुजराती कृति
१४७
નગર, દેશ, મિત્ર વિગેરે ઇષ્ટ વસ્તુઓમાં રાગબુદ્ધિ અને શત્રુ વિગેરે અનિષ્ટ વસ્તુઓમાં શ્રેષબુદ્ધિ ધારણ કરે છે, તે બહિરાત્મા કહેવાય છે. તેને વિદ્વાનો ભવાભિનન્દી પણ કહે છે, કારણ કે-તે જીવ બાહ્ય વસ્તુને તત્ત્વ સમજે છે અને ભોગવિલાસમાં આનંદ માને છે. બાહેરની વસ્તુઓ ઉપર પોતાના જીવનનો ઉપયોગ કરનાર જીવ બહિરાત્મા કહેવાય છે.
જે જીવ ચોથાથી બારમે ગુણસ્થાને રહી અંતર્દષ્ટિવાળો હોય, તે અંતરાત્મા કહેવાય છે. તેવા જીવને તત્ત્વ ઉપર શ્રદ્ધા હોય છે. તે કર્મના બંધના હેતુઓને સારી રીતે જાણે છે. તે લાભ તથા હાનિને સમાન રીતે જાણે છે, સુખ-દુઃખમાં સરખી રીતે વર્તે છે, હર્ષ-શોક ધારણ કરતાં નથી અને સદા પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરે છે. એ અંતરાત્મા જીવ ઉત્તમ મનોવૃત્તિને લઈ સમજે છે કે-જ્યારે કર્મ ઉદય આવે ત્યારે જીવ પોતે જ પોતાની મેળે ભોગવે છે, તેને કોઈ પણ સહાય કરી શકતું નથી. જ્યારે તેને કોઈ પણ દ્રવ્યની હાનિનુકશાની થાય છે, ત્યારે તે અંતરાત્મા જીવ પોતાના મનમાં એવો વિચાર કરે છે કે- ‘જે દ્રવ્યાદિ વસ્તુ નષ્ટ થઈ છે તે પર વસ્તુ છે. તેની સાથે મારે કાંઈ પણ સંબંધ નથી. મારો સંબંધ તો આત્મપ્રદેશમાં ભાવ સંબંધ કરી સમેત છે. તે સંબંધ જ્ઞાન લક્ષણવાળો છે. તે મારો સંબંધ કદી પણ નષ્ટ થવાનો નથી.” આ પ્રમાણે વિચાર કરનાર અંતરાત્માને દ્રવ્યાદિકની હાનિ થવાથી કાંઈ શોક થતો નથી. કદી કોઈ દ્રવ્યાદિકનો લાભ પ્રાપ્ત થાય, તો તે સુજ્ઞ જીવ પોતાના હદયમાં વિચારે છે કે - “આ પૌદ્ગલિક વસ્તુની સાથે મારો સંબંધ થયો, તેથી મારે તે ઉપર ખુશી થવાનું શું છે?” આ પ્રમાણે મનન કરનારો માનવ આત્મા તેથી તે ઉપર રાગ ધારણ કરતો નથી. આવા પ્રકારના જે જીવો તે અંતરાત્મા કહેવાય છે.
પોતાના શુદ્ધ સ્વભાવને પ્રતિબંધ કરનારા કર્મરૂપી શત્રુઓને હણી, નિરૂપમય કેવળજ્ઞાનાદિ સંપત્તિ પ્રાપ્ત કરી જે જગતના સર્વ પદાર્થોને કરામલવતું જાણે છે અને અવલોકે છે, તે તેરમા તથા ચૌદમાં ગુણસ્થાને રહેનારો જીવ પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહેવાથી સિદ્ધાત્મા અથવા પરમાત્મા કહેવાય છે.
આ ત્રણ પ્રકારના આત્માને વિષે જે પહેલો બહિરાત્મા કહ્યો તે ભવાભિનન્દી હોવાથી અધમ ગણાય છે, તેથી તેને ઉચ્ચ સ્થિતિ મેળવવાને માટે અંતરાત્મા થવાની જરૂર છે. તે અંતરાત્માની પદવી પ્રાપ્ત કરવાને તેણે જીવ-અજીવ વિગેરે નવતત્ત્વો અને દેવ, ગુરૂ, ધર્મ-એ ત્રણ તત્ત્વો તથા છ દ્રવ્ય તત્ત્વો એનું જ્ઞાન મેળવવું જોઈએ.
જૈનશાસ્ત્રમાં જીવાસ્તિકાય આદિ છ દ્રવ્ય તત્ત્વ કહેવાય છે. તેમાં પ્રથમ દ્રવ્યનું લક્ષણ શું? એમ સમજવાથી દ્રવ્ય-ગુણ-પર્યાય સારી રીતે જાણવામાં આવે છે. દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ સમજાય એથી છ દ્રવ્ય તત્ત્વો સહેલાઈથી સમજી શકાય છે.
દ્રવ્ય- આ જગતમાં દ્રવ્યનું લક્ષણ સત્ કહેવાય છે. જે સત્ છે તે દ્રવ્ય છે. ‘ઉત્પાદ્રવ્ય ધ્રોસ’ ઉત્પત્તિ, વિનાશ, ધ્રુવતા-એ ત્રણથી જે યુક્ત હોય તે સ કહેવાય છે.અર્થાતુ, જે વસ્તુ ઉત્પન્ન થાય, સ્થિર થાય અને નષ્ટ થાય તે સત્ કહેવાય છે. જે દ્રવ્ય ગુણ અને પર્યાયનું સ્થાનક છે, અને જે અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણે કાળને વિષે એક જ સ્વરૂપમાં રહે પરંતુ પર્યાયમાં જેમ ફેરફાર થાય છે, તેમ તે પોતે