Book Title: Nayamrutam Part 02
Author(s): 
Publisher: Shubhabhilasha Trust

View full book text
Previous | Next

Page 169
________________ १४६ नयामतम्-२ એ રીતે જીવની અંદર સાત નયની ઘટના થાય છે. હવે ધર્મ ઉપર ઘટાવે છે. આ જગતમાં સર્વે ધર્મને ચાહે છે અને તેથી સર્વ ધર્મને તેઓ ધર્મને નામે બોલાવે છે, એ નૈગમ નયનો મત છે. જે અનાચારને છોડી કુલાચારને ધર્મ માને - એટલે જે વડીલોએ આચરેલો તે ધર્મ માને, તે સંગ્રહ નયનો મત છે. જે સુખનું કારણ તે ધર્મ કહેવાય-એટલે પુણ્યરૂપ કરણી તે ધર્મ, એ વ્યવહાર નયનો મત છે. ઉપયોગ સહિત ઉદાસભાવે વૈરાગ્યરૂપ પરિણામ તે ધર્મ-એટલે જે યથાપ્રવૃત્તિકરણરૂપ પરિણામ પ્રમુખને ધર્મ કરી માને છે અને તે તો પહેલે ગુણઠાણે મિથ્યાત્વીને પણ થાય, એ પ્રમાણે ઋજુસૂત્ર નયનો મત છે. જે અંતરંગ સત્તાગતના ભાસનરૂપ સમ્યક્ત તે ધર્મ છે. એટલે જે સમ્યક્ત છે તે ધર્મનું મૂળ છે એમ જાણવું તે શબ્દ નયનો મત છે. જીવ-અજીવરૂપ નવતત્ત્વ, પદ્રવ્ય, નય, નિક્ષેપા, પ્રમાણ, ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય, ભાવનું સ્વરૂપ જાણી જીવસત્તાનું ધ્યાન કરવું અને અજીવસત્તાનો ત્યાગ કરવો અને જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ શુદ્ધ નિશ્ચય નયના પરિણામ તે ધર્મ જાણે, તે સમભિરૂઢ નયનો મત છે. એ નયના મતવાળો સિદ્ધરૂપ પરિણામ તે ધર્મપણે કરી માને છે. શુદ્ધ શુક્લધ્યાન, રૂપાતીત પરિણામ, ક્ષપકશ્રેણી-એ કર્મક્ષયના જે કારણો છે તેને સાધન ધર્મ તરીકે જાણે અને જીવનો મૂલ સ્વભાવ મોક્ષરૂપ કાર્ય નિષ્પન્ન-સિદ્ધિમાં રહે તે ધર્મ માનવો તે એવંભૂત નયનો મત એ પ્રમાણે ધર્મની અંદર સાતે નયની ઘટના થાય છે. ઉપર કહેલા સાત નય જો અવધારણ-નિશ્ચય સહિત હોય તો તે દુર્નય કહેવાય છે. અને જો તે અવધારણ રહિત હોય તે સુનય કહેવાય છે. જ્યારે સર્વ સુનય મળે છે, ત્યારે સ્યાદ્વાદ-જૈનમત પ્રતિપાદિત થાય છે. જૈન સિદ્ધાંત અને જૈનમત સમજવાને માટે ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યનું સ્વરૂપ અને સાત નવ જાણવા જોઈએ જ્યાં સુધી સાત નયનું સ્વરૂપ સમજવામાં આવે નહિ, ત્યાં સુધી તત્ત્વનું સ્વરૂપ સમજવામાં આવતું નથી. છ દ્રવ્ય, જીવ, અજીવ વિગેરે સર્વ પદાર્થો અને તેની ઘટના નયની રીતિથી જ સમજાય છે. પ્રથમ આત્માને માટે થોડું જાણવું જોઇએ આપણા સર્વજ્ઞ પરમાત્માએ આત્માને ત્રણ પ્રકારે જણાવ્યો છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. જે જીવ મિથ્યાત્વના ઉદયથી શરીર, સ્ત્રી, ધન, પુત્ર, પુત્રી વિગેરે પરિવારમાં તથા પોતાના ગૃહ, વૈભવ,

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202