________________
१४४
વ્યવહા૨ નયને મતે જે દ્રવ્ય જેમાં મુખ્ય દેખાય છે, તે દ્રવ્યનો એ પ્રદેશ કહેવાય છે. તથા ઋજુસૂત્ર નયને મતે જે સમયે જે દ્રવ્યનો ઉપયોગ આપી પૂછાય, તે સમયે તે પ્રદેશ તે દ્રવ્યનો કહેવાય છે. જેમ ધર્માસ્તિકાયનો ઉપયોગ આપી પૂછવામાં આવે, તો તે ધર્માસ્તિકાયનો પ્રદેશ કહેવાય છે અને જો અધર્માસ્તિકાયનો ઉપયોગ આપી પૂછીએ તો તે અધર્માસ્તિકાયનો પ્રદેશ કહેવાય છે એવી રીતે જે સમયે જે દ્રવ્યનો ઉપયોગ આપી પૂછવામાં આવે તે પ્રદેશ તે દ્રવ્યનો કહેવામાં આવે છે. વળી જે દ્રવ્યનું નામ લઈ પૂછવામાં આવે, તે પ્રદેશ તે દ્રવ્યનો કહેવાય એ શબ્દ નયના મતથી સમજવું. એક આકાશ પ્રદેશમાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ રહ્યો છે. તથા અધર્માસ્તિકાયનો પણ એક પ્રદેશ રહ્યો છે. તથા જીવ અનંતાના અનંતા પ્રદેશ રહ્યા છે અને પુદ્ગલ ૫૨માણુઓ પણ અનંતા રહ્યા છે. એ સમભિરૂઢ નયનો મત છે. અને જે સમયે જે પ્રદેશ જે દ્રવ્યનો ગણાય છે, એ એવંભૂત નયનો મત છે.
આ પ્રમાણે આકાશ પ્રદેશમાં છ દ્રવ્યનું સ્વરૂપ સાત નયથી જાણી શકાય છે અને તે જાણવાથી વસ્તુસ્વરૂપનો નિઃશંક બોધ પ્રાપ્ત થાય છે
હવે જેવી રીતે વસ્તુસ્વરૂપમાં ઘટાવ્યું તેવી રીતે લૌકિક વાર્તાના દૃષ્ટાતમાં ઘટાવે છે તે આ રીતેઃ
કોઈ વિદ્વાને પૂછ્યું તમે ક્યાં રહો છો?
ઉ.-હું આ લોકમાં રહું છું.
પ્ર.-લોક તો ત્રણ છે, તેમાં ક્યા લોકમાં રહો છો ?
ઉ.-હું તિર્આ લોકમાં રહું છું
પ્ર.-તે લોકમાં તો અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્ર છે, તેમાં તમે ક્યા દ્વીપમાં રહો છો? ઉ.-હું જંબૂદ્વીપમાં રહું છું.
પ્ર.-જંબૂદ્વીપમાં ઘણા ક્ષેત્રો છે, તેમાં તમે ક્યા ક્ષેત્રમાં રહો છો?
ઉ.-હું ભરતક્ષેત્રમાં રહું છું.
પ્ર.-ભરતક્ષેત્રમાં બત્રીશ હજાર દેશ છે, તેમાં ક્યા દેશમાં વસો છો?
नयामृतम् - २
ઉ.-હું સૌરાષ્ટ્ર દેશમાં વસું છું.
પ્ર.-સૌરાષ્ટ્ર દેશમાં ઘણા શહેરો અને ગામો છે, તેમાં તમે ક્યા શહે૨માં કે ગામમાં વસો છો?
ઉ.-હું પાલીતાણા નગરીમાં રહું છું.
પ્ર.-તે નગરીમાં ઘણી શેરીઓ છે, તેમાં તમે કઈ શેરીમાં રહો છો?
ઉ.-હું ભાટ શેરીમાં રહું છું.
આ પ્રશ્નો અને ઉત્તરો આપ્યા તેમાં શુદ્ધ નૈગમ નય ઘટે છે.
હવે બીજું દૃષ્ટાંત-કોઈ આસ્તિક શ્રાવક હતો. તેને કોઈ ઉત્તમ પુરૂષે સંગ્રહ નયને મતે પૂછ્યું કે-તમે ક્યાં વસો છો?