________________
१३६
नयामतम-२
(૪.૩) સપ્ત નયાદિ અધિકાર
પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મ. નયનો વિષય ઘણો જ ગહન હોવાથી એ ખાસ ગુરૂગમથી સમજવા યોગ્ય છે, અને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવો જોઇએ. સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવાથી તેમાંથી ઘણો આત્મિક બોધ તરી આવે છે. જ્યાં સુધી આત્મદ્રવ્યનું લક્ષણ, સામાન્ય વિશેષ સ્વભાવ વિગેરે સદ્દહવામાં ને જાણવામાં નથી આવેલું હોતું, ત્યાં સુધી પ્રાયઃ ઉચ્ચ ગુણઠાણું દૂર હોય છે. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રીમાન્ યશોવિજયજી મહારાજે કહ્યું છે કે - જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્ય, તિહાં લગે ગુણઠાણું ભલું, કિમ આવે તાણ્યું?
આતમતત્ત્વ વિચારીએ. ઉક્ત ગહન વિષયમાં મારી વિશેષ કાંઈ જ સમજ નથી, પરંતુ સ્કુલ બુદ્ધિથી સામાન્ય માત્ર ખ્યાલ છે. તેથી તેમાં કોઈ ભૂલ રહી જવા પામી હોય તો તે એ વિષયના જ્ઞાતા સુજ્ઞ વાંચકો સુધારી ગ્રહણ કરે.
(૧) નૈગમ નય - અંશ ગુણગ્રાહી જેમ સૂક્ષ્મ નિગોદીયા જીવમાં અક્ષરનાં અનંતમાં ભાગનું જ્ઞાન છતાં સિદ્ધ સમાન કહે છે. (આઠ રૂચકપ્રદેશ નિરાવરણ હોવાથી) વળી જે કાર્ય કરવાની ઇચ્છાને કર્યું કહે. સર્વ જીવોના આઠ રૂચકપ્રદેશ નિર્મળ સિદ્ધરૂપ છે, જે જાણી એક અંશે સિદ્ધ સમાન કહે છે. તેના ત્રણ ભેદ છે. ૧) ભૂતાર્થ નૈગમ, ૨) ભાવિ નૈગમ ૩) વર્તમાન બૈગમ.
૧) ભૂત નૈગમ-આ સમજવાને ભૂતકાળમાં વર્તમાનનું એવી રીતે આરોપણ થાય છે કે-જેમ આજે દિવાળીને દિવસે શ્રી વીરપ્રભુ મોક્ષપદને પામ્યા.
૨) ભવિષ્ય નૈગમ- આ નય ભાવી વાતને ભૂતવતું માને છે, જેમકે-શ્રી જિનેશ્વરદેવને સિદ્ધ કહી શકાય.
૩) વર્તમાન નૈગમ- વર્તમાનના આરોપણથી જેમ (કાંઇ રાંધેલું હોય તો પણ) એમ કહેવાય છે કેરસોઈ રંધાય છે આમાં ભૂત ક્રિયાને ગ્રહણ કરીને ભૂતકાલિક વચનનો નાશ થાય છે. બીજી રીતે કેવળી સિદ્ધ છે, તે ભાવિમાં વર્તમાનનું આરોપણ થયું. ભાવાર્થ એવો છે કે-વર્તમાન કાળમાં જિન અવસ્થા છે થોડા કાળ પછી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થવાના છે. જો કે વર્તમાન જિન અવસ્થામાં સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ નથી, તો પણ આરોપથી કેવળી સિદ્ધ છે એમ કહી શકાય છે.
(૨) સંગ્રહ નય-આ નય સત્તાગ્રાહી છે સર્વ જીવ સત્તાગુણે સરખા છે. બીજમાં જેમ વૃક્ષની સત્તા છે. માત્ર નામ લેવાથી સર્વ ગુણ-પર્યાય આવે. જેમ કોઈ લાડુ જમવાનું કહે, તે ભેગા દાલ, ભાત. શાક વિગેરેનો સમાવેશ થાય છે. તેના બે ભેદ-સામાન્ય અને વિશેષ.