________________
अर्वाचीन गुजराती कृति
१३९
છે. આ નય વર્તમાન વસ્તુને ઋજુસૂત્રથી વિશેષ માને છે. પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક-એ ત્રણ જાતિ ભિન્ન હોવાથી તેની વાઢતા તે નય ભિન્ન માને છે. વળી તે એકવચન, દ્વિવચન અને બહુવચન-એ વચનના ભેદને લઇને અભિધેય-અર્થમાં પણ ભેદ માને છે. આકાશ-પુષ્પની જેમ કાર્યસાધક ન હોવાથી. નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપને તે નય માનતો નથી. આ નય પાછળના નયથી શુદ્ધ હોવાને લઈને વિશેષપણે મનાય છે. સમાન લિંગ તથા વજનવાળા ઘણા શબ્દોનો એક જ અભિધેય-અર્થ શબ્દ નય માને છે. જેમ ઇંદ્રને શક, પુરંદર વિગેરે નામથી કહે છે તે શબ્દ નય છે. જો શબ્દ નયની પ્રવૃત્તિ બરાબર લક્ષ્યમાં રાખી હોય તો માનવહૃદયમાંથી કેટલીક શંકા દૂર થઈ જાય છે, અને તેથી સિદ્ધાન્તનું સ્વરૂપ યથાર્થ રીતે સમજાય છે.
(૬) સમભિરૂઢ નય- એક વસ્તુનું સંક્રમણ જ્યારે બીજી વસ્તુમાં થાય, ત્યારે તે વસ્તુ અવસ્તુ થઇ જાય છે, આ મત સમભિરૂઢ નયનો છે. આ નય એવું માને છે કે-વાચકના ભેદથી વાચ્ય-અર્થનો પણ ભેદ થાય છે. જેમકે ઇન્દ્ર એ શબ્દરૂપ વસ્તુનું સંક્રમણ શક શબ્દમાં થાય, ત્યારે ઇન્દ્રવાચક શબ્દ જુદો થાય છે. એટલે ઇન્દ્ર શબ્દનો અર્થ ઐશ્વર્યવાળો ફન્દ્રતિ શ્વર્ય પ્રાપ્નોતીતીન્દ્રઃ) શક શબ્દનો અર્થ શક્તિવાળો શિવનોતીતિ શ:) અને પુરંદર શબ્દનો અર્થ શત્રુના નગરને નાશ કરનારો થાય છે. તે બધા ઇન્દ્રવાચક છે, પણ તેના વાચ્ય-અર્થ જુદા જુદા હોવાથી તે જુદા જુદા છે, એમ સમભિરૂઢ નય માને છે. જો એ બધા શબ્દોનો એકાર્થ માને તો અતિપ્રસંગ દૂષણ આવે, અને દૂષણને લઇને ઘર, મ વિગેરે શબ્દોનો પણ એક અર્થ થવાનો પ્રસંગ આવે (ઘટનો અર્થ જુદો છે-કુંભનો અર્થ જુદો છે) અને જ્યારે તે પ્રસંગ ઘટે તો પછી ઇન્દ્ર શબ્દ અને શક્ર શબ્દનો એક જ અર્થ થાય અને તે એક અર્થ હોવાથી, ઇન્દ્ર ઐશ્વર્યને જણાવનાર શક શબ્દનો શકનશક્તિને જણાવનારા શબ્દમાં સંક્રમિત થવાથી તે બંને એકરૂપ થઈ જાય, તો તે શબ્દની ખૂબી ઉડી જાય છે, તેથી તેમ ન થવું જોઇએ. કારણ કે-ઇન્દ્ર શબ્દનો અર્થ ઐશ્વર્યવાચક છે, તે શક્તિ અર્થને જણાવનારા શક્ર શબ્દના અર્થનો પર્યાય થઇ શકે નહિ. જો એમ થાય તો સર્વ પર્યાયોની અંદર સંકર-(મિશ્રણ) પણાનો દોષ આવે અને તે દોષને જ અતિપ્રસંગ દૂષણ કહે છે.
(૭) એવંભૂત નય એવંભૂત એ નયનો શબ્દાર્થ એવો છે કે- એવું એટલે એવી રીતે ભૂત એટલે પ્રાપ્ત હોવું તે એવંભૂત કહેવાય છે. અર્થાત્ પર્વ નિં મૂતં? એવી રીતે શું થયું? એમ દર્શાવવું તે એવંભૂત નય છે. આ નય તો જે વખતે જે ક્રિયા જે પરિણામને પામેલી હોય, તે પરિણામની સ્થિતિને માન્ય રાખે છે. જેમ કેરાજા જ્યારે સિંહાસને બેઠો હોય, છત્ર ચામરે કરી સંયુક્ત હોય તેને રાજા કહે, પણ સામાન્ય મનુષ્યની સ્થિતિમાં હોય તેને રાજા કહે નહિ. સમભિરૂઢ અને એવંભૂત-એ બેમાં એવો ભેદ જણાય છે કે-સમભિરૂઢ તો રાજા શબ્દના અર્થથી તેને ગમે તે વખતે રાજા તરીકે ગ્રહણ કરે છે અને એવંભૂત નય તો રાજાપણાંના સાહિત્યરૂપ ક્રિયામાં જ્યારે પરિણત હોય ત્યારે રાજા કહે છે. પણ સ્નાન કરતો હોય અને કોઈ રાજાપણાનું સાહિત્ય ન હોય ત્યારે રાજા કહે નહિ. મતલબ કે જેમાં ક્રિયાનું પ્રધાનપણું હોય તેને એવંભૂત નય માન્ય રાખે છે. અને જાતિ,ગુણ,સંજ્ઞા દ્રવ્ય તથા ક્રિયા એમ પાંચ પ્રકારે જે શબ્દોની પ્રવૃત્તિ કહેલી છે તે તો વ્યવહાર નયથી જ છે પણ નિશ્ચય નયથી નથી, એવું આ નયનું માનવું છે. તાત્પર્ય એવું છે કે-શબ્દની તો ક્રિયા વાચકતાને અનુસાર પ્રવૃત્તિ હોવી જોઇએ, કારણ-ઇન્દ્ર ઐશ્વર્યયુક્ત હોય છે. છતાં જ્યારે ઐશ્વર્ય