________________
अर्वाचीन गुजराती कृति
१४१
અશુદ્ધતા અનાદિકાળથી લાગી રહેલ છે. તે જીવ અશુદ્ધ વ્યવહાર નવે છે. અને અશુદ્ધતાની ચીકાશને લઇને જીવને પ્રકૃતિરૂપ સત્તાપણે કર્મરૂપ દલીયા રહેલાં છે તે જો કે સંગ્રહ નયને મતે છે તથાપિ વ્યવહારરૂપે જાણવાના છે. જે જીવે અતીતકાલે કર્મના દલીયા ગ્રહણ કરેલ હતા અને ભવિષ્યકાલે ભોગવવાના છે. અને વર્તમાનકાલે સત્તાએ રહી પ્રવર્તે છે વળી તે દલીયા સ્થિતિ પાકે વ્યવહાર નયે ઉદયરૂપભાવે અજ્ઞાનપણે ઉપયોગ વિના એકેન્દ્રિય, વિકલેન્દ્રિય વિગેરે સંમૂર્ચ્છિમ જીવો ભોગવે છે. તે ઉદયભાવરૂપ વ્યવહા૨ નય કહેવાય છે તાત્પર્ય એવું છે કે-અશુદ્ધ વ્યવહા૨ નયમાં નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નય પ્રવર્તે છે. ઋજુસૂત્ર નય તે ઉપયોગમાં વર્તે છે.
બીજો ભેદ ઉપચરિત વ્યવહા૨ નય-અશુદ્ધ વ્યવહારનો બીજો ભેદ ઉપચરિત વ્યવહા૨ નય જે જીવ આ સંસારના દરેક પદાર્થો, જેવા કે- ઘ૨, હાટ, મકાન, ભાઈ, પિતા, સ્ત્રી, કુટુંબ, પરિવાર, ગ્રામ, ગરાસ, લક્ષ્મી વિગેરે કે જે પ્રત્યક્ષપણે તેનાથી જુદા છે, છતાં પોતે તેનો સ્વામીરૂપ કર્તા થઇ પ્રવર્તે છે, અને ઋજુસૂત્ર નયના ઉપયોગ સાથે વર્તે છે. તે ઉપચરિત વ્યવહાર નય કર્તા કહેવાય છે,અને તેની ચીકાશથી જીવ શુભ-અશુભ કર્મરૂપી દલીયા ગ્રહાણ કરે છે. તે ગ્રહણ કરવા તે રૂપ વ્યવહા૨ નય છે. અને કોઇ જીવ ચૈત્ય, ઉપાશ્રય, જ્ઞાનના ઉપકરણો વિગેરે સારા પદાર્થો કે જે તેનાથી ભિન્ન છે. છતાં જીવ તે ઉ૫૨ ૫ોતાનું સ્વામીત્વ માને તે પણ ઉપચરિત વ્યવહાર નય છે. અને તે શુભ સાધનોની ચીકાશથી શુભ કર્મરૂપ દલીયા ગ્રહણ કરે છે. તે ગ્રહણ કરવારૂપ જ વ્યવહા૨ નય સમજવો. ઉપચરિત વ્યવહા૨ નયે કરી શુભાશુભરૂપ બે પ્રકારે દલિયાનુ ગ્રહણ કરી, તે દલીયા જીવે પોતાની પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા છે. તે સંગ્રહ નયના મતે છે, પણ તે વ્યવહારરૂપ ગણાય છે અને નૈગમ નયના મત પ્રમાણે જીવે ભૂતકાલે જે દલિયા ગ્રહણ કર્યાં હતાં અને આવતે ભવિષ્યકાળે ભોગવશે તથા વર્તમાનકાળે પ્રકૃતિરૂપ સત્તાપણે રહ્યા છે, તે નૈગમ નય જાણવો અને વ્યવહા૨ નયના મતે તે દલિયા સમ્યક્ત્વધારી જીવ ઉદયરૂપભાવે ઉદાસપણે ભિન્ન રહી ભોગવે છે, તેમાં ભોગવવારૂપ તે કોરો વ્યવહા૨ નય સમજવો અને જે મિથ્યાત્વી જીવ ઋજુસૂત્રના ઉપયોગ સાથે રહી માંહે મળી ભોગવે છે, તે બાધકરૂપ વ્યવહા૨ નય સમજવો. આ પ્રમાણે ઉપચરિત વ્યવહા૨ નયમાં નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ ચા૨ નય જાણી લેવા.
ત્રીજો ભેદ અશુભ વ્યવહા૨ નય- જે જીવ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, નિંદા, ઇર્ષા, ચાડી, મૃષા, અદત્ત, મૈથુન ઇત્યાદિક અનેક પ્રકારે વિવાહ વિગેરે વ્યાપાર વાણિજ્યરૂપ ક૨ણી ઋજુસૂત્રના ઉપયોગ સહિત કરે, તે અશુભ વ્યવહા૨ કહેવાય છે. અને તેની ચીકાશે અશુભ કર્મરૂપ દલીયાનું ગ્રહણ કરવું તે ગ્રહવારૂપ વ્યવહા૨ નય જાણવો. પૂર્વની જેમ તેમાં પણ નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ ચાર નય પ્રવર્તે છે.
ચોથો ભેદ શુભ વ્યવહા૨ નય- કોઈ જીવ દાન,શીલ,તપ,ભાવ,દયા,સેવા,ભક્તિ,પૂજા, અને પ્રભાવના વિગેરે શુભ ક૨ણી ઋજુસૂત્ર નયના ઉપયોગ સહિત કરે, તે શુભ વ્યવહા૨ નય અને તેની ચીકાશે શુભ