________________
१४०
नयामृतम् -२
ન
અનુભવ કરતો હોય ત્યારે જ ઇન્દ્ર કહી શકાય. બીજી રીતે જેમ ઘટ ધાતુ છે, તેનો અર્થ ચેષ્ટા કરે તે ઘટ કહેવાય છે. જે ચેષ્ટા ન કરે તે ઘટ પદનો વાચ્ય-અર્થ નહિ. જે ઘટ એ પદનો વાચક શબ્દ ચેષ્ટા રહિત હોય તે ઘટ કહેવાય નહિ. અને ઘટનો વાચક શબ્દ પણ નહિ. આ પ્રમાણે માનવું તે સાતમો એવંભૂત નય કહેવાય છે.
પ્રથમના ત્રણ નય નૈગમ, સંગ્રહ અને વ્યવહા૨ નય-એ દ્રવ્યાર્થિક નયના ભેદ છે અને ઋજુસૂત્ર, શબ્દ સમભિરૂઢ અને એવંભૂત-એ ચા૨ નય પર્યાયાર્થિક નયના ભેદ છે. જે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના પણ ભેદ આગળ બતાવવામાં આવશે.
સાત નય જે કહ્યા, તેમાં નિશ્ચય અને વ્યવહાર બે મૂલ નય છે. એ સાત નયમાં જે પહેલાં છ નય છે તે વ્યવહારમાં છે, અને છેલ્લો એવંભૂત નય નિશ્ચય નયમાં આવે છે. એ છએ નયે જે કાર્ય છે તે અપવાદે કારણરૂપ છે અને સાતમે એવંભૂત નયે જે કાર્ય છે છે. ઉત્કૃષ્ટ-ઉત્સર્ગે નિશ્ચય કાર્યરૂપ છે. તેથી જ પહેલા છ નયને વ્યવહા૨માં ગણ્યા છે અને સાતમો કાર્યરૂપ જે એવંભૂત નય તેને નિશ્ચયમાં ગણ્યો છે. આ સાતે નયમાં દ્રવ્ય નય અને ભાવ નય પણ લાગુ પડે છે.તે વિષે કેટલાક વિદ્વાનોનો જુદો જુદો મત છે, તથાપિ એકંદર રીતે તેમનો આશય એક જ છે.
શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજી મહારાજ નૈગમ, સંગ્રહ વ્યવહાર અને ઋજુસૂત્ર-એ ચા૨ નયમાં નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપ દ્રવ્યાસ્તિકપણે રહેલા છે અને શબ્દાદિક ત્રણ નય પર્યાયાસ્તિકપણે ભાવ નિક્ષેપમાં રહેલા છે એમ કહે છે. અને શ્રીસિદ્ધસેનદિવાકરજી મહારાજ પ્રથમના નૈગમ, સંગ્રહ અને વ્યવહા૨ એ ત્રણ નયમાં દ્રવ્યાસ્તિકપણે ત્રણ નિક્ષેપા અને ઋજુસૂત્ર વિગેરે ચાર નયમાં પર્યાયાસ્તિકપણે ભાવ નિક્ષેપામાં રહેલા છે એમ કહે છે. આ પ્રમાણે તેમના જુદા જુદા મત છે, તથાપિ તેમનો આશય એક જ છે, અને બંને આચાર્ય મહારાજઓનું વચન પ્રમાણ છે તે આ રીતેઃ
વસ્તુની ત્રણ અવસ્થા કહેવાય છે.૧-પ્રવૃત્તિ ૨-સંકલ્પ અને ૩-પરિણતિ. જે વસ્તુની અંદર યોગ વ્યાપારરૂપ ક્રિયા છે તે પ્રવૃત્તિ કહેવાય છે. ચેતનાના યોગ સાથે મનનો વિકલ્પ તે સંકલ્પ અને પરિણામ રૂપાંતર પામવું તે પરિણતિ કહેવાય છે. તેથી કોઇ આચાર્ય પ્રવૃત્તિધર્મ અને સંકલ્પધર્મ એ બંનેને ઔદયિક મિશ્રિતપણાને લઇને દ્રવ્ય નિક્ષેપો કહે છે. અને જે વસ્તુનો પરિણતિધર્મ છે તેને ભાવ નિક્ષેપો કહે છે. કોઇ આચાર્ય તો વિકલ્પ તે જીવની ચેતના માટે તેને ભાવ નયમાં ગવેષે છે અને પ્રવૃત્તિને વ્યવહા૨ નયમાં માને છે. સંકલ્પને ઋજુસૂત્ર નયમાં ગણે છે અને પરિણતિમાં એકવચન પર્યાયરૂપ તે શબ્દ નયમાં ગણે છે, વળી બીજા નયને માટે એમ પણ માને છે કે સંકલ્પ વચન પર્યાયરૂપ સમભિરૂઢ નય વચન તથા અર્થના પર્યાયરૂપ એવંભૂત નય અને તે ત્રણ શુદ્ધ નય ગણાય છે.
નિશ્ચય અને વ્યવહા૨ નય જે કહેવાય છે, તેમાં વ્યવહા૨ નયનાં ભેદ થઇ શકે છે, તે અશુદ્ધ વ્યવહા૨ અને શુદ્ધ વ્યવહા૨.
પહેલો ભેદ ઉદયભાવરૂપ વ્યવહા૨ નય-આપણા શરીરમાં જે જીવ છે, તે જીવને રાગદ્વેષઅજ્ઞાનરૂપ