________________
१३४
नयामृतम्-२
(૧) નામ અરિહંત-આદીશ્વરજી, અજીત, સંભવ, અભિનંદન, સુમતિનાથ પ્રમુખ. એ સર્વે નામ સાર્થક ગુણ નિષ્પન હોવાથી જપનારને કલ્યાણકારી છે.
(૨) સ્થાપના અરિહંત-અરિહંત ભગવાનની પ્રતિમા યા પ્રતિબિંબ પ્રભુના સદ્ભુત અનંત ગુણની પ્રતીતિ કરાવવા સમર્થ હોવાથી તે અવશ્ય આરાધવા યોગ્ય છે. શાશ્વતી અહંત-પ્રતિમાઓ રિષભ, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાન એ ચાર ભગવાનના નામે સ્વર્ગ-મૃત્યુ અને પાતાળમાં સદાકાળ વિદ્યમાન જ છે. ઉક્ત પ્રતિમાના અધિકાર મુજબ ભાવિક જનો ભગવંતની પ્રતિમા નિર્માણ કરે કરાવે તે અશાશ્વતી પ્રતિમા સર્વત્ર પ્રસિદ્ધ છે. તેમાં સદ્ભૂત ગુણનો આરોપ કરીને તેની સેવા ભક્તિ કરવામાં આવે તે સર્વ સફળ છે.
(૩) દ્રવ્ય અરિહંત-અરિહંત ભગવાનના અતીત, અનાગત અને વર્તમાન કાળના જીવદ્રવ્ય સમજવા.
(૪) ભાવ અરિહંત-સમવસરણમાં વિરાજમાન અષ્ટપ્રાતિહાર્યયુક્ત ભાવ અરિહંત છે. એવી જ રીતે સદ્ભૂત ગુણ યુક્ત સર્વ સિદ્ધ, આચાર્ય પ્રમુખ આશ્રી સમજવું
સ્થાવર તીર્થ ઉપર ચાર નિક્ષેપા આવી રીતે સમજવા. (૧) નામતીર્થ-શત્રુંજય ગિરનાર, અષ્ટાપદ, પ્રમુખ નામ. (૨) સ્થાપનાતીર્થ-તીર્થની રચના, ચિત્ર અથવા નકશો પ્રમુખ સ્થાપના તીર્થ સમજવા. (૩) દ્રવ્યતીર્થ-તીર્થ સંબધી કોઇ પણ વસ્તુ યા વિભાગ. (૪) ભાવતીર્થ સદ્ભૂત ગુણ યુક્ત સાક્ષાત્ શત્રુંજયાદિક તીર્થ પ્રમુખ. અધ્યાત્મ ઉપર ચાર નિક્ષેપા નીચે મુજબ છે. (૧) નામ અધ્યાત્મ-અધ્યાત્મ એવું નામ માત્ર. (૨) સ્થાપના અધ્યાત્મ-અધ્યાત્મ એવા અક્ષર વાળું પદલખેલું અથવા કોરેલું) (૩) દ્રવ્ય અધ્યાત્મ-ઉપયોગ શૂન્ય અધ્યાત્મ જ્ઞાન માત્ર.
(૪) ભાવ અધ્યાત્મ-મોહ મમત્વ રહિત કેવળ આત્માર્થીપણે આત્મશુદ્ધિને માટે ઉપયોગ સહિત શુદ્ધ કરણી કરવામાં આવે તે ભાવ અધ્યાત્મ કહેવાય છે.
અરિહંતાદિક પરમેષ્ઠિને ચારે નિક્ષેપાએ ઉપયોગ સહિત ધ્યાવતાં અનેક ભવસંચિત કર્મમલનો ક્ષય થઈ જાય છે. પરતું કુદેવ-કુગુરૂ પ્રમુખને ધ્યાવતા થકા તો ભવભ્રમણ માત્ર ફળ મળે છે એમ સમજી સદ્ભુત ગુણશાળી અરિહંત પ્રમુખનું જ ભવ્યજનોએ પુષ્ટ આલંબન ગ્રહ્યા કરવું
પ્રસંગોપાત મંગલ શબ્દ ઉપર સંક્ષેપથી ચાર નિક્ષેપા કહીએ છીએ તે સુજ્ઞજનોએ લક્ષમાં રાખવા. (૧) નામ મંગળ-મંગળ એવું કોઇનું નામ રાખ્યું હોય તે. (૨) સ્થાપના મંગળ-મંગળ એવા લખેલા અથવા કોરેલા અક્ષર અથવા તો જેનું નામ મંગલ પાડ્યું છે
તેની મૂર્તિ.
(૩) દ્રવ્ય મંગળ-ભંભા, ભેરી, દહિ, દુર્વા, ગોળ, શુલ શુકન પ્રમુખ અથવા ઉપયોગ રહિત મંગળ અર્થનો જાણકાર.