________________
१३२
नयामृतम्-२
નયમ અંતર્ભાવ છઇ શકે છે. દ્રવ્યાસ્તિક નયમાં પ્રથમના ચાર નયોનો અને પર્યાયાસ્તિક નયમાં પછીના ત્રણ નયોનો સમાવેશ થઈ જાય છે.
પરસ્પર વિરૂદ્ધ અભિપ્રાયને ધારણ કરનાર ઉક્ત સર્વ નયો એકઠા મળીને સર્વજ્ઞ ભગવાનના સુંદર સમય (સિદ્ધાંત) ને અનુસરે છે. જેમ અપૂર્વ સૈન્ય રચનાદિક યુક્તિ વડે પરાજિત થયેલા વિપક્ષ વિદારક ભૂપાલો સાર્વભૌમ (ચક્રવર્તી)ના ચરણકમળને તેના પ્રબળ પુણ્યોદયથી આવીને સેવે છે અને સર્વ પ્રકારના વૈર વિરોધને દૂર કરી સમભાવને ધારણ કરે છે તેમ પૂર્વોક્ત નવો પણ સ્વસ્વવિરૂધ્ધ અભિપ્રાયને સાતિશય સર્વજ્ઞ પરમાત્માના પવિત્ર શાસનને તાબે થઇ દૂર કરે છે. તેથી યુક્તજ કહ્યું છે કે - સ્યાત્ પદથી વિશેષિત નહિ કરેલું સર્વ કંઇ પ્રમાણપણે નથી અને અપ્રમાણ પણ નથી, પરંતુ સ્યાસ્પદવિશેષિત એવું સર્વ કંઇ પ્રમાણ જ છે. એ જ સર્વ નયનું જાણપણું સમજવું. સ્યાદ્વાદ સર્વત્ર જયવંત છે.
હવે પ્રસંગોપાત સપ્તભંગીનું સ્વરૂપ સંક્ષેપથી સમજવા લાયક છે. (૧) સ્યા અસ્તિ (૨) સ્યાત્ નાસ્તિ (૩) સ્યાત્ અતિ નાસ્તિ (૪) યાત્ અવક્તવ્ય (૫) સ્યાત્ અસ્તિ અવક્તવ્ય (૬) સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય (૭) સ્યા અસ્તિ નાસ્તિ યુગપ અવક્તવ્ય. ઉક્ત સપ્તભંગીથી જીવ અજીવાદિક વસ્તુ માત્રનું યથાર્થ ભાન થઈ શકે છે.
(૧) સ્યાત્ અસ્તિ-સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વસ્તુમાત્રમાં અસ્તિ ધર્મની પ્રતીતિ થાય છે. સ્યાત્ પદ અનેકાંત વાચક છે. તેથી અસ્તિ ધર્મની અત્ર મુખ્યપણે પ્રતીતિ થાય છે. તો પણ નાસ્તિ ધર્મનો નિષેધ થતો નથી, પરંતુ નાસ્તિ ધર્મની પણ ગૌણપણે પ્રતીતિ થાય જ છે.
(૨) સ્યાત્ નાસ્તિ-પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વસ્તુ માત્રમાં નાસ્તિ ધર્મની પ્રતીતિ થાય છે. અર્થાત્ વસ્તુમાત્રમાં જેમ અસ્તિત્ત્વ)ધર્મ રહે છે. તેમજ નાસ્તિધર્મ પણ રહે છે. તાત્પર્ય કે-વસ્તુમાત્રમાં નાસ્તિ ધર્મનું પણ અસ્તિત્વ રહેલું છે જો વસ્તુમાં નાસ્તિધર્મ અસ્તિરૂપે રહેતો ન હોય તો ઘટ-પટાદિક વ્યવહારનો જ લોપ થઈ જાય અર્થાત્ ઘટ અને પટમાં કંઈ તફાવત રહેવા પામે નહિ. ઘટમાં જેમ ઘટરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું અસ્તિત્વ છે તેમ જ તેમાં પટરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું નાસ્તિત્વ પણ છે. ફક્ત સપ્તભંગીમાં નાસ્તિ અસત્ત્વ) ધર્મની મુખ્યપણે પ્રતીતિ થાય છે. તેમજ અસ્તિ ધર્મની ગૌણપણે પ્રતીતિ થઈ શકે છે.
(૩) સ્વાતું અસ્તિ સ્વાતુ નાસ્તિ-વસ્તુમાત્રમાં જેવો અસ્તિધર્મ રહે છે તેવો જ નાસ્તિધર્મ પણ રહે છે. એક જ ક્ષણમાં ઉભયધર્મનું અસ્તિત્વ હોવાથી ઉભય ધર્મની અત્ર એકી સાથે પ્રતીતિ થઈ શકે છે તેથી આવો વિકલ્પ સંભવ છે.