________________
अर्वाचीन गुजराती कृति
१३१
સિદ્ધ સમાન હોવાથી તે સર્વ સંસારી જીવોને પણ સિદ્ધ સમાન જ માને છે. કેમકે તે સર્વ જીવોમાં સમાનતા બુદ્ધિ જ રાખે છે.
| (૩) વ્યવહારનય વિશેષથી જૂદું સામાન્ય સ્વીકારતો જ નથી. એવી દલીલ કરે છે કે કેરી, કેળાં વિગેરે વિશેષ સ્પષ્ટીકરણ કર્યા વિના સામાન્યતઃ વનસ્પતિ લેવાનું કોઇને કહ્યું હતું તે શું ગ્રહણ કરી શકશે? વળી મલમપટ્ટી વિગેરે લોક હિતકારી કાર્યોમાં વિશેષનો જ ખપ પડે છે, સામાન્યનો કંઇ તેવો ખપ પડતો નથી.
() ઋજુસૂત્રનય વર્તમાનસમયગ્રાહી હોવાથી અતીત અનાગત ભાવને તજી કેવળ વર્તમાન પર્યાય વાળા પોતાના ભાવને જ વસ્તુપણે માન્ય રાખે છે, કેમકે એથી જ કાર્ય સિદ્ધ થાય છે, પણ અતીત અનાગત અને પરાયાભાવથી કંઇ કાર્ય સિદ્ધ થઈ શક્યું નથી. તેથી તે આકાશ પુષ્પની જેમ અસત્ છે. અને વર્તમાન સમયમાં વર્તતો પોતાનો ભાવ જ પ્રમાણ છે. એવી દલીલથીજ ઋજુસૂત્ર વિગેરે નયો નામ સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપાને મૂકી કેવળ ભાવ નિક્ષેપાને જ સ્વીકારે છે.
(૫) શબ્દનય કુંભ, કલશ અને ઘટાદિક સર્વે પર્યાય શબ્દો એક ઘટ પદાર્થના જ વાચક હોવાથી શબ્દનય અનેક પર્યાયો વડે એક જ અર્થને માન્ય કરે છે. જાતિ, લિંગના વ્યત્યય (જુદાપણા)થી પણ તે અર્થનો વ્યત્યય સ્વીકારતો નથી જેમકે ઇટ: ધટ: ધટી ઘટી, પટ: પ૮, પટી વિગેરે, તેમજ સ્ત્રી, તંત્ર, દ્વારા પ્રમુખ એવી દલીલથી જ શબ્દનય એક જ સાધ્ય દૃષ્ટિથી સધાતા અનેક સાધનોને તેમ જ શુદ્ધ સાધ્ય દૃષ્ટિ યુક્ત અનેક પ્રકારના સાધનોને સાધતા સર્વ સાધક જનોને સમાન લેખે છે. તેથી જ તે શુદ્ધભાવ યુક્ત પુરૂષ
સ્ત્રી કે કૃત્રિમ) નપુંસકને એક સરખી રીતે મોક્ષના અધિકારી માને છે. કેમકે લિંગ વિશેષથી તે અર્થનો વિપર્યય માનતો નથી. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય પણ સદ્ભાવનો જ સ્વીકાર કરે છે, તેથી શુદ્ધ ભાવ જ સર્વત્ર માન્ય થાય છે, કેમકે શુદ્ધ ભાવ યુક્ત મધ્યસ્થ જનો એક જ સાધ્યદૃષ્ટિથી મોક્ષ અનુકૂળ ગમે તે સાધન સાધે તેથી તેમનો અવશ્ય મોક્ષ થાય જ છે.
(૬) સમભિરૂઢ નય પર્યાયભેદથી અર્થાતુ કુંભ, કલશ, ઘટાદિક જુદા જુદા પર્યાયથી અર્થભેદ માને છે. એ નય કંઈક ન્યૂન અર્થને પણ સંપૂર્ણ માને છે તેથી તે કેવળજ્ઞાનીને પૂર્ણ સિદ્ધ સમાન જ માને છે. પર્યાયભેદે અર્થભેદ માનવામાં તે નય એવી દલીલ કરે છે કે જો ભિન્ન ભિન્ન પર્યાયથી અર્થ ભેદ માનવામાં ન આવે તો ઘટ, પટ થકી પણ અર્થ ભેદ થવો ન જોઇએ, સર્વત્ર આત્મત્વ સામાન્ય છતાં ભિન્ન ભિન્ન આત્મા વ્યક્તિઓની ગુણ સંપદાદિક પણ ભિન્ન ભિન્ન માનવી જોઇએ, એમ ઉપરની દલીલ પુરવાર કરે છે.
(૭) એવંભૂત નય એક જ પર્યાય શબ્દ વડે કહેવા લાયક વસ્તુ પણ જો પોતાનું કાર્ય કરતી સાક્ષાત્ દેખાય તો જ તેને એવંભૂત નય વસ્તુગતે વસ્તુ માને છે. જો નિજ અર્થક્રિયાને અણકરતી વસ્તુને વસ્તુગતે વસ્તુ માનવામાં આવે તો પછી પટ ને ઘટ માનવામાં શો વાંધો આવે ?
ઉપર બતાવેલા સાત નય પૈકી ઉપર ઉપરના નયો વિશુદ્ધ વિશુદ્ધતર છે. જો એક એક નયના શત શત ભેદ કરવામાં આવે તો સાત નયના સાતસો ભેદ થાય, અને સમભિરૂઢ તથા એવંભૂત નયનો શબ્દ નવમાં સમાવેશ કરવામાં આવે તો ૫00 ભેદ થાય છે. વળી એ સર્વ નયોનો દ્રવ્યાસ્તિક નય અને પર્યાયાસ્તિક