________________
१३०
नयामतम-२
(૪.૨) સપ્ત નયનું સંક્ષિપ્ત સ્વરૂપ
(નયકર્ણિકાનુસાર)
લેખકઃ મુનિરાજ શ્રી કપૂરવિજયજી મહારાજ અનંત ધર્માત્મકવસ્તુ પૈકી કોઇ સદ્ અંશનો સ્વીકાર કરી ઇતર અંશોમાં ઉદાસીન રહેનાર નય કહેવાય છે. અર્થાત્ વસ્તુના અનેક ધર્મો માંહીથી અમુક (ગુણ) ધર્મનો જ મુખ્યપણે સ્વીકાર કરનાર અને બાકીના ધર્મોમાં મધ્યસ્થપણું રાખનાર નય કહેવાય છે. પરંતુ અમુક ધર્મનો જ સ્વીકાર કરી બાકીના સર્વ ધર્મોનો સર્વથા નિષેધ કરનાર તો નયાભાસ કહેવાય છે. યદ્યપિ ઉક્ત કારણથી નય પણ અનંત હોઇ શકે છે તો પણ શૂલપણે સાત નયોમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નો મુખ્ય છે.
(૧) નૈગમનય-વસ્તુ માત્રને સામાન્ય રૂપે અને વિશેષ રૂપે એમ ઉભય રૂપે માન્ય કરે છે. (૨) સંગ્રહનય-વસ્તુ માત્રને કેવળ સામાન્ય રૂપે જ માન્ય કરે છે. | (૩) વ્યવહારનય-વસ્તુ માત્રને વિશેષ રૂપે જ માન્ય રાખે છે. (૪) ઋજુસૂત્રનય-અતીત અને અનાગત ભાવને નહિ સ્વીકારતાં કેવળ વર્તમાન ભાવને જ કબૂલ
રાખે છે; અને નામ સ્થાપના દ્રવ્યને નહિ સ્વીકારતા કેવળ ભાવને જ માન્ય કરે છે. (૫) શબ્દનય-કુંભ, કલશ અને ઘટાદિક પર્યાય શબ્દો વડે એક જ વાચ્ય પદાર્થને સ્વીકારે છે. (૬) સમભિરૂઢનયભિન્ન ભિન્ન પર્યાય શબ્દો વડે ભિન્ન ભિન્ન વાચ્ય-પદાર્થને માને છે. (૭) એવંભૂતનય-પોતાનું કાર્ય કરનાર વસ્તુનેજ વસ્તુગતે વસ્તુ માને છે. ઉક્ત નયોનું કંઇક વિશેષ સ્પષ્ટીકરણ.
(૧) સામાન્ય તે જાતિ વિગેરે અને વિશેષ તે ભિન્ન ભિન્ન વ્યક્તિ એમ ઉભયને નૈગમનય માને છે. સામાન્ય ધર્મથી સેંકડો વ્યક્તિઓમાં એકતાબુદ્ધિ પેદા થાય છે. અને વિશિષ્ટ ધર્મથી દરેક વ્યક્તિ ભિન્ન ભિન્ન ઓળખી શકાય છે. મતલબ કે વિશેષ વિના સામાન્ય નથી અને સામાન્ય વિના વિશેષ નથી. એમ નૈગમનય માન્ય રાખે છે. એ નય અંશગ્રાહી હોવાથી એક દેશને પણ સંપૂર્ણ માની લે છે. જેમ કે દરેક સંસારી જીવના આઠ રૂચક પ્રદેશ નિર્મળ (સિદ્ધ ભગવાનની જેવા શુદ્ધ) હોવાથી નૈગમન સંસારી જીવને પણ સિદ્ધ સમાન લેખે છે.
(૨) સામાન્ય સિવાય કોઈ વિશેષ આકાશ પુષ્પની જેમ નથી એવું સંગ્રહાયનું માનવું છે. તે એવી દલીલ કરે છે કે વનસ્પતિ વિના નિમ્બ, આંબાદિક કંઈ બીજું નથી અને આંગળી, નખ પ્રમુખ હાથથી ન્યારાં નથી, હાથમાં જ તે બધાંનો સમાવેશ થઈ જાય છે. સંગ્રહ નય સત્તા ગ્રાહી હોવાથી અને સર્વ જીવોની સત્તા