________________
१२८
नयामृतम् - २
ચતુર્દશગુણસ્થાન સ્તવન —શાંતિનાથની સ્તુતિરૂપે મિથ્યાત્વ, સાસ્વાદન ઈત્યાદિ ચૌદ ગુણસ્થાનોનું સ્વરૂપ આઠ ઢાલમાં વિધિપક્ષના કીર્તિરત્નસૂરિના શિષ્ય સૌભાગ્યરત્નસૂરિએ વર્ણવ્યું છે. આ પણ ઉપર્યુક્ત પ્રકરણાદિ સંગ્રહમાં પ્રસિદ્ધ કરાયું છે.
ગુણસ્થાનવિચાર સ્તવન – બાહડમેરુ’ ના મંડનરૂપ સુમતિનાથની સ્તુતિદ્વારા વાચક વિજયહર્ષના સાનિધ્યે મુનિ ધર્મસિંહે વિ.સ. ૧૭૨૯ માં આ સ્તવન રચ્યું છે. એમાં છ ઢાલ છે અને અંતે કળશ છે. એ ઉપર્યુક્ત પ્રક૨ણાદિ સંગ્રહ માં છપાવાયું છે.
=
ગુણઠાણાવિચા૨ બત્રીસી – આ સકલવિજયના શિષ્યના શિષ્ય માનવિજયે વિ. સં. ૧૭૩૪માં ત્રણ ઢાલમાં રચી છે અને એ ઉપર્યુક્ત પ્રક૨ણાદિ સંગ્રહ માં છપાવાઈ છે.
આઠ યોગદૃષ્ટિની સજ્ઝાય' — મિત્રા, તારા ઈત્યાદિ આઠ દૃષ્ટિનું વિસ્તૃત વર્ણન ન્યાયાચાર્ય યશોવિજયગણિએ કર્યુ છે. આ સજ્ઝાય ગુર્જર સાહિત્યસંગ્રહ (ભાગ.૧) માં તેમજ અન્યત્ર છપાયેલી છે.
કર્મપ્રકૃતિની સજ્ઝાય —કર્મની ૧૫૮ પ્રકૃતિ બે ઢાલમાં મણિવિજયે વર્ણવી છે. એમાં કપૂરવિજયનું નામ છે. એ આ કર્તાના ગુરુ હોય એમ લાગે છે. આ સજ્ઝાય ઉપર્યુક્ત પ્રકરણાદિ સંગ્રહમાં પ્રકાશિત થયેલી છે.
ચાર ધ્યાનની સજ્ઝાય – આર્ટ, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ચા૨ ધ્યાનનું સ્વરૂપ નવ ઢાલમાં ભાવવિજયે વિ. સં. ૧૬૯૬ માં ’ખંભ' નગ૨માં વર્ણવ્યું છે. આ સજ્ઝાય પણ ઉપર્યુક્ત પ્રક૨ણાદિ સંગ્રહમાં છપાવાઇ છે.
જ્ઞાન, દર્શન ને ચારિત્રનો સંવાદ – જ્ઞાનવાદી પ્રથમ પોતાનું મહત્ત્વ દર્શાવે છે, ત્યારબાદ સમ્યક્ત્વવાદી પોતાનો પક્ષ ૨જૂ કરે છે. અંતમાં ક્રિયાવાદી પોતાનો મહિમા વર્ણવે છે. આમ અહીં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો પરસ્પર સંવાદ છે. આની ૨ચના આઠ ઢાલમાં સૌભાગ્યસૂરિના શિષ્ય લક્ષ્મીસૂરિએ વિ. સં. ૧૮૨૭માં કરી છે. આ સંવાદપણું ઉપર્યુક્ત પ્રક૨ણાદિ સંગ્રહમાં છપાવાયો છે. વિશેષમાં સજ્જન સન્મિત્રની ઇ. સ. ૧૯૧૩ ની પ્રથમ આવૃત્તિ ( પૃ. ૩૧૭–૩૨૨ ) માં પણ આ સંવાદ છે. અહીં કર્તા તરીકે લક્ષ્મીસૂરિને બદલે “વિજયલક્ષ્મીસૂરિ’ એવુ નામ સંપાદકે ૨જૂ કર્યું છે.
નિશ્ચય—વ્યવહાર–ગર્ભિત શાંતિજિન સ્તવન—નિશ્ચય નયવાદી પોતાનું મંતવ્ય ૨જૂ કરે છે ત્યાર બાદ વ્યવહા૨ નયવાદી પણ તેમ કરે છે. આ બંનેના એકાંતિક કથનમાં ભૂલ બતાવી બેનો અનેકાંતદૃષ્ટિએ સમન્વય સાધવાનું કાર્ય શાંતિનાથની સ્તુતિરૂપે ન્યાયાચાર્ય' યશોવિજયગણિએ છ ઢાલમાં કર્યું છે. આની રચના યુગભુવનસંયમમાન” વર્ષમાં એટલે કે વિ. સં. ૧૭૩૪ માં કે ૧૭૩૨ માં કરાઇ છે. આ સ્તવન “ગુર્જરસાહિત્યસંગ્રહ” (ભા. ૧) માં છપાયેલું છે.
નિશ્ચય વ્યવહા૨ગર્ભિત સીમંધરસ્વામીસ્તવન—સીમંધરસ્વામીને વિજ્ઞપ્તિરૂપે રચાએલું આ સ્તવન નિશ્ચયનય અને વ્યવહારનયનું સ્વરૂપ વર્ણવે છે. આ સ્તવન ‘ન્યાયાચાર્ય’ યશોવિજયગણિએ ચા૨ ઢાલમાં રચ્યું છે. અને એ પણ ઉપર્યુક્ત ગુર્જરસાહિત્યસંગ્રહ (ભા. ૧) માં પ્રકાશિત થયેલું છે.