Book Title: Nayamrutam Part 02
Author(s): 
Publisher: Shubhabhilasha Trust

View full book text
Previous | Next

Page 148
________________ अर्वाचीन गुजराती कृति १२५ (૪૨) ગુજરાતી પદ્યાત્મક દાર્શનિક કૃતિઓ લેખકઃ- પ્રો.હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. દર્શનશાસ્ત્રોનો ઉદ્ભવ-આપણા આ દેશમાં પરાપૂર્વથી ઉત્તમ કોટિના તત્ત્વચિંતકોએ સત્યના સાચા સંશોધન પાછળ પુષ્કળ પ્રયાસ કર્યો છે. એમને જે સત્યનો સાક્ષાત્કાર થયો-સત્યનાં જે મહામૂલ્ય દર્શન એમને થયાં તે એમણે સંતને છાજે એવી વાણીમાં જનતા સમક્ષ રજૂ કરેલ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુલક્ષીને અપાયેલી આ દેશનાઓ આગળ ઉપર વ્યવસ્થિત રીતે લિપિબદ્ધ કરાતા એ દર્શનશાસ્ત્રોરૂપે પરિણમી. લોકગિરામાં આશ્રય-આ શાસ્ત્રોની ભાષા પાઈય પ્રાકૃત) કે સંસ્કૃત હતી, તે જ્યારે સામાન્ય લોકો સહેલાઇથી સમજી શકે એવી પરિસ્થિતિ રહી નહિ ત્યારે એને જનતાની ભાષામાં ઉતારવાનો અને એ દ્વારા તત્ત્વજ્ઞાનનાં વિવિધ મનનીય ક્ષેત્રોથી જનતાને પરિચિત બનાવવાનો માર્ગ ગ્રહણ કરાયો. આના પરિણામે આપણને જૈન દર્શનના મૌલિક સિદ્ધાંતોને ગુજરાતી ભાષામાં પદ્યસ્વરૂપે રજૂ કરતી કૃતિઓ આજે મળી આવે છે. ગુજરાતીની ઉત્પત્તિ-આ દાર્શનિક કૃતિઓની રચના ગુજરાતી ભાષાના ઉદ્ગમકાળથી તો આગળની હોઇ જ ન શકે. આજે લગભગ આઠસો વર્ષ થયાં ગુજરાતી ભાષા ઉભવી છે. એનો ઉદ્ગમ-કાળ તે કલિકાળ-સર્વજ્ઞ હેમચંદ્રસૂરિની ઉત્તરાવસ્થાનો સમય છે. અત્યાર સુધીમાં જે ગુજરાતી પદ્યાત્મક સાહિત્ય ઉપલબ્ધ થયું છે એ સૌમાં શાલિભદ્રસૂરિએ વિ. સં. ૧૨૪૧ માં રચેલો ભરતેશ્વર-બાહુબલિ રાસ સૌથી મોખરે છે. | દાર્શનિક સાહિત્ય-મહાનુભાવોનાં ઉત્તમ ચરિત્રોને આલેખતી પદ્યાત્મક કૃતિઓ જેટલા પ્રમાણમાં જોવાય છે તેનાથી અડધા પ્રમાણમાં પણ દાર્શનિક સ્વતંત્ર કે અનુવાદાત્મક કૃતિઓ હજી સુધી તો મળી આવી નથી. જેટલી કૃતિઓ મળે છે એ તમામ મારા જોવામાં જ આવી નથી તો એ સર્વેના પરિચયની તો વાત જ શી કરવી? તેમ છતાં તે દિશામાં સંશોધન કરવા જેવું છે એમ લાગવાથી હું આ લેખ લખવા લલચાયો છું. આશા છે કે-અહીં હું જે કૃતિઓ ગણાવું તેમાં ખાસ ઉમેરવા લાયક જે કૃતિઓ રહી જાય તે સૂચવવા વિશેષજ્ઞો કૃપા કરશે. ન્યાયાચાર્યનો ફાળો-જૈન ગ્રંથકારોમાં ન્યાયાચાર્ય યશોવિજયગણિ અનેક રીતે અગ્રસ્થાન ભોગવે છે. એમણે સ્વપરસમયના સાહિત્યનું આકંઠ પાન કરી જે અમૂલ્ય કૃતિઓ ભિન્ન ભિન્ન ભાષામાં સર્જી છે તે ૧. ગુજરાતી પદ્યાત્મક સાહિત્યની આછી રૂપરેખા જૈ. સા. સં. ઇ. ૬૫૭, ૭૦૯, ૭૧૮, ૭૬૬-૭૮૫, ૮૯૫-૯૧૧, ૯૭૫-૯૮૫ અને ૯૯૬-૯૯૮ એ ક્રમાંકવાળી કંડિકાઓ પૂરી પાડે છે.

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202