________________
गुजराती पद्यकृति
શુદ્ધાશુદ્ધ વિચારવડે જે', નિજ વસ્તુ નિરધારેજી; ઉપયોગવંતને જીવ કહે તે, ઋજુસૂત્ર નય ધારે શ્રી..||૮|| આતમ ગુણ અવરાયલ તેને, પ્રભુ દર્શને પ્રગટાવેજી; વસ્તુને વસ્તુગત જાણે, તે નય શબ્દ કહાવેજી.|| શ્રી. એ નય' જાણે કાર્યની સિધ્ધિ, ગ્રંથિભેદ તે હોવેજી; પૂર્વોપાર્જિત મિચ્છ પુંજને, અલ્પ સમયમાં ધોવેજી॥ શ્રી.||૧૦|| સિદ્ધાવસ્થા પામ્યા વિણ કહે, કેવળીને' તો સિદ્ધજી; સમભિરૂઢ તણી એ વ્યાખ્યા, જાણો જગ પ્રસિદ્ધજી|| શ્રી.|૧૧|| અર્થ ક્રિયાકા૨ી સત્પ્રસ્તુ, જે જિન આગમ ભાખીજી; તે વસ્તુને વસ્તુપણે પણ, એવંભૂતે' દાખીજી|| શ્રી.૧૨/ જળભર ઘટ પેખી સ્રી શિ૨ ૫૨, એવંભૂત ઘટ જાણેજી; નય સાતે દ્રષ્ટાંતે કરીને, હીરાચંદ પ્રમાણેજી શ્રી.૧૩||
૧. ઋજુસૂત્ર નય વસ્તુને શુદ્ધ અથવા અશુદ્ધ ઉપયોગવડે ગ્રહણ કરે છે.
૨. ઉપયોગવંતને જ જીવ માને છે.
८३
૩. શબ્દ નયના પરિણામે ચઢેલ પુરુષ યા સ્ત્રી પોતાના આત્મિક ગુણ જે કર્મનાં આવરણોથી ઢંકાઈ ગયા છે, તેને પ્રભુની પ્રતિમાના આલંબનવડે પ્રગટ કરી, વસ્તુને મૂળ સ્વરૂપથી પીછાણી લે છે.
૪. એ શબ્દનયને પરિણામે ચઢતાં જીવ ગ્રંથિભેદ કરે છે, અને વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્ત જેટલો સંસારમાં ભ્રમણ કાળ તેને બાકી રહે છે. અને મિથ્યાત્વનાં દળીયાને થોડા સમયમાં ઉપશમાવે છે યા નાશ કરે છે.
૫. કેવળીભગવંતને સિદ્ધ કહી બોલાવે, તે સમભિરૂઢનયનું અપેક્ષાવાચી વચન જાણવું.
૬. વસ્તુના ભાવાર્થ સહિત તેનો જે ઉપયોગ થઇ શકે, યથાર્થ પરિપૂર્ણ રીતે થાય, એવી અસ્તિ ધરાવનાર વસ્તુને (છતાંપદને) વસ્તુપણે માને-ગ્રહે તે એવંભૂત નય. માટીયા ધાતુનો ઘડો પાણીથી ભરી, તેને કોઈ સ્ત્રી માથે મૂકી ઘેર લાવતી હોય, ત્યારે પાત્રને એવંભૂત નય ઘડો કરી કહે.