________________
नयामतम-२
(૨.૧)
હીરાચંદ ભણસાલી રચિત સપ્તનય દૃષ્ણતિક સીમંધર જિન સ્તવન. શ્રી સીમંધર સાહેબ સાચો, મારગ નયે દેખાડેજી ; સપ્તમયે દષ્ટાંત બેસાડી, સ્યાદ્વાદ અમી' ચખાડેજી|| શ્રી.||૧|| પાલ્યર્થે લાકડું લેવા જતાં, પાલી લેવા બોલેજી ; નૈગમ નયની વાણી જાણે, હૃદય ધરો મન તોલેજી શ્રી. રા' અંક માપ તણી જે વ્યાખ્યા, શાત્રે બહુ વિધ ભાખીજી ; સંગ્રહ નય તિહું કાળ સત્તા ગ્રહી, એક ગણત્રી દાખીજી શ્રી II લાવ દાતણ એ હુકમ સુણીને, પૂરી સામગ્રી લાવેજી ; જળ લોટો અંગુઠો મંજન, દાતણ સંગ્રહે પાવેજી. શ્રી.||૪|| સામાયક પૌષધ પડિકમણું, દેવ સેવા વ્યાપારેજી ; ચાકરી નોકરી કરતાં પેખી, વ્યવહાર કરણીજ' ધારેજીII શ્રી./પા બાહિર ગુણ દેખી કરે સેંચણ, બાહિર ગુણનો ગ્રાહીજી; અંતરંગ સત્તા નવિ માને, આચાર ક્રિયા અનુગ્રાહીજી'II શ્રી.[૬IL અતીત અનાગત કાળ અપેક્ષા, છંડી નિજ મત દાખજી; શ્રાવક ને સાધુ વ્યવહારે, સાધુ ઋજુસૂત્ર” ભાણેજી|| શ્રી.૭ ||
૧. અનેકાંત માર્ગરૂપી અમૃત. ૨. પાલી બનાવવા માટે લાકડુ લેવા જતાં તેને કોઈ પૂછે કે “તમે ક્યાં જાઓ છો?” તો જવાબમાં કહે કે “પાલી લેવા જાઉ છું.” એ તેનું બોલવું નૈગમ નયની
અપેક્ષાએ છે. ૩. શાસ્ત્રમાં ઘણા પ્રકારની અંક માપની વ્યાખ્યા દેખાડી છે. તે અંક માપ જે વસ્તુ યા જીવન વિશેષણ છે, તે વસ્તુ યા જીવના ત્રણે કાળના સ્વભાવ, યા પ્રદેશ
એકત્રિત કરી એક ગણત્રી સંગ્રહ નયની અપેક્ષાવડે દેખાડી છે. એટલે કે, અંક અને માપ સંબંધી જૈન સિદ્ધાંતમાં જે જે વ્યાખ્યા કરેલી છે, તે પ્રાયે ભૂત વર્તમાન,
અને ભવિષ્યની સત્તા વાચી હોઈ સંગ્રહ નયની અપેક્ષાએ કરેલી છે. ૪. નોકર યા ઘરનું માણસ “દાતણ લાવ, ” એવો શેઠ તરફથી હુકમ સાંભળતાં દાતણ, પાણીનો લોટો, મંજન, અંગુઠો વગેરે દાતણમાં ઉપયોગી દરેક ચીજ લાવી
હાજર કરે છે, એ સંગ્રહનયની અપેક્ષાએ સમજવું. ૫. વ્યવહાર નય કરણી અથવા ક્રિયાગ્રાહી હોઈ જે જેવી ક્રિયા કરે, જેવી કે સામાયકમાં બેઠેલાને સામાયક કરતો કહે, એ રીતે ક્રિયાવાચી છે. ૬. વળી તે વ્યવહાર નય બાહિર ગુણ દેખીને તે ઉપર જ પોતાનો મત દર્શાવે છે. ક્રિયા કરનારનાં અંતરંગ પરિણામ સારાં કે નરસાં છે, તે તરફ વ્યવહાર નય લક્ષ
આપતો નથી, પણ આચાર અને ક્રિયાને જ તે જુએ છે. ૭. ઋજુસૂત્રનય ભૂત અને ભવિષ્યનો વિચાર લક્ષમાં ન લેતાં ફક્ત વર્તમાન કાળમાં કોઇ શ્રાવક કે શ્રાવિકા જે પરિણામે વર્તતા હોય, તે પરિણામ ઉપર લક્ષ આપે,
એટલે કે, શ્રાવક સાધુને વ્યવહારે વર્તતો હોય, ઈરિયાસમિતિથી ચાલતો હોય, ભાષા સુમતિથી બોલતો હોય, સામાયકમાં વધારે વખત ગાળતો હોય, જમીને થાળી ધોઈ પીતો હોય, તે થાણીને વસ્ત્રથી કોરી કરી નાંખતો હોય, સચિતનો ત્યાગી હોય, મનને વસ્તુની વિભાવ દશામાં જવલ્લે પ્રવર્તાવતો હોય, વચન તોળીને બોલતો હોય, સાવદ્ય કામમાં કાયાને ન પ્રવર્તાવતો હોય, એવા એવા સાધુના ગુણ ચિત્ત સ્થિર રાખી, મન કાયમ કરી, વર્તનાર શ્રાવક યા શ્રાવિકાને ઋજુસુત્રનયની અપેક્ષાએ સાધુ કે સાધ્વી કહી શકાય.