________________
૧ જીવ-તત્ત્વ
૧૧૯ એ બીજી. એમ ચાર જાણવી. ૨૭. ધ્રુવનંતરથી અધિક પુદ્ગલમય એકોત્તર વૃદ્ધિએ વધતી ચાર ‘તનુ-વર્ગણા' છે, તે પણ ધ્રુવનંતર વર્ગણાવત્ વચ્ચે વચ્ચે અંતર પડવાથી ચાર પ્રકારે જાણવી, તે ઔદારિક આદિ પાંચ શરીરને યોગ્ય તો નથી પણ આગલા પુદ્ગલના જુદા પડવાથી અને નવા પુદ્ગલના મળવાથી ઘટતી વધતી શરીરની યોગ્યતાને અભિમુખ થાય, તે માટે તે “તનુ વર્ગણા’ ૨૮ નામ યુવાનંતર વર્ગણાવત ચાર ભેદ જાણવા. તેથી અધિક પુદ્ગલમય એક મિશ્રા સ્કંધ છે, એ સ્કંધ ઘણા સૂક્ષ્મ છે અને કેટલાક બાદર પરિણામે છે. આ બંને પરિણામ છે. માટે મિશ્ર અંધ” નામ. તેનાથી અધિક પુગલમય “અચિત્ત મહાત્કંધ' છે, તે ઘણા પુદ્ગલ એકઠા મળી ઢગલા જેવા થાય છે, તે “અચિત્ત મહાત્કંધ'. વિગ્નસા પરિણામે કરી કેવલિસમુદ્યાતની જેમ ચૌદેય રજ્જવાત્મક લોક-વ્યાપે અને ચાર સમયમાં પાછા ફરી સ્વસ્થાનમાં આવે એમ સર્વ સમય આઠ જાણવા. એ સ્કંધ ક્યારેક થાય અને ક્યારેક ન પણ થાય. પુગલ તો બધા અચિત્ત જ છે. તો આનું નામ “અચિત્ત સ્કંધ' કેમ કહ્યું, તે પ્રશ્ન, અથ ઉત્તરમ્ કેવલી જયારે સમુદ્યાત કરે ત્યારે જીવના પ્રદેશે કરી મિશ્ર જે કર્મના પુદ્ગલ છે તેને કરી સર્વલોક વ્યાપે તે “સચિત્ત કર્મ પુદ્ગલ” કહેવાય. તેને ટાળવા માટે “અચિત્ત’ શબ્દ કહ્યો છે. ઇતિ સંક્ષેપ કરીને વર્ગણા સ્વરૂપ.
આ ઔદારિક આદિ દ્રવ્યમાં કયા ગુરુલઘુ છે, અને કયા અગુરુલઘુ છે, એ વાત કહે છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ એ ચાર દ્રવ્ય અને તૈજસ દ્રવ્યને નજીક જે દ્રવ્ય છે (તે) સર્વ દ્રવ્ય બાદર પરિણામે કરીને “ગુરુલઘુ છે અને કાર્મણ, મનોદ્રવ્ય, ભાષાદ્રવ્ય, આનપ્રાણદ્રવ્ય અને ભાષાદ્રવ્યના સમીપના દ્રવ્ય તે સર્વ સૂક્ષ્મ પરિણામ કરીને “અગુરુલઘુ' કહેવાય. જઘન્ય અવધિના વિષયના એ ગુરુલઘુ અને અગુરુલઘુ દ્રવ્ય જાણે દેખે. હવે દ્રવ્યથી વૃદ્ધિ થયે ક્ષેત્ર, કાલ કેટલા વધે. એ વાત કહે છે. (૪૫) યંત્ર દ્વારા તેનું સ્વરૂપ દ્રવ્યથી | ક્ષેત્રથી
કાળથી મનોદ્રવ્ય દેખે
લોકનો સંખ્યાતમો ભાગ | પલ્યોપમનો સંખ્યાતમો ભાગ કર્મદ્રવ્ય દેખે
લોકના સંખ્યાતા ભાગોને પલ્યોપમના સંખ્યાતા ભાગને ધ્રુવનંતર વર્ગણા, શૂન્યતર | ચૌદ રજ્જવાત્મક લોક જોવે | કિંચિત્ જૂન પલ્યોપમ જોવે
વર્ગણા આદિ જોવે તૈજસ, કાર્પણ શરીર, તૈજસ | અસંખ્ય દ્વીપ, સમુદ્ર જોવે. અસંખ્ય કાળ જોવે. યોગ્ય ભાષાયોગ્ય વર્ગણા જોવે
હવે પરમાવધિ જ્ઞાનનો ધણી ઉત્કૃષ્ટથી ક્યું સૂક્ષ્મ દ્રવ્ય જુએ તે વાત કહે છે–ક્ષેત્રના એક પ્રદેશમાં રહેલા પરમાણુ યણુક આદિક દ્રવ્ય પરમાવધિનો ધણી જુએ. અને કાશ્મણ શરીર જુએ. કાર્પણ શરીર અસંખ્યાતા પ્રદેશ નિયમા અવગાહે છે. ઉત્કૃષ્ટ અવધિનો ધણી જેટલા અગુરુલઘુ દ્રવ્ય જગમાં છે તે સર્વ જુએ. જો તૈજસ શરીર અવધિનો ધણી જુએ તો કાળથી બેથી નવ ભવ સુધી જુએ. તે નવ ભવ અસંખ્ય કાલ પ્રમાણના જાણવા.