________________
૧ જીવ-તત્ત્વ
૧૯૯ રા૩૮, પ્રથમ ૨પનું વર્ણન-તિર્યંચનીરવ કહી છે. તેમાંથી ૧ આનુપૂર્વી કાઢતાં ૨૦રહી અને વૈક્રિયદ્ધિક ૨, પ્રથમ સંસ્થાન ૧, ઉપઘાત ૧, પ્રત્યેક ૧, એ ૫ ઉમેરતાં ૨૫, હવે શરીરપર્યાપ્તિ પૂરી થતાં પ્રશસ્ત ગતિ ૧, પરાઘાત ૧ એ ર ઉમેરતાં ૨૭, ઉચ્છવાસ ૧ નાખતાં ૨૮, અથવા શરીરપર્યાપ્તિ પૂરી થઈ હોય અને ઉચ્છવાસનો ઉદય ન થયો હોય તો ઉદ્યોત નાખતાં ૨૮, ભાષાપર્યાપ્તિ પૂરી થયે ઉચ્છવાસ સહિત ૨૮, સુસ્વર નાખતાં ૨૯, અથવા ઉચ્છવાસની પર્યાપ્તિ થયે અને સ્વરનો ઉદય ન થયે ઉદ્યોત ૧ નાખતાં ૨૯, સુસ્વર નાખતાં પણ ૨૯, ઉદ્યોત નાખતાં ૩૦થાય છે. હવે સામાન્યરૂપે મનુષ્યના ઉદયસ્થાનપતે આ પ્રમાણે ૨૧ર૬૨૮૨૯૩૦. હવે ૨ના૨૬૨૮ ત્રણેય તિર્યંચ પંચેન્દ્રિયની જેમ વિશેષ મનુષ્ય ગતિ ૧, મનુષ્ય-આનુપૂર્વી ૧, એ ૨ કહેવી. હવે ૨૯નો ઉદય ઉદ્યોત સહિત થાય, ઉચ્છવાસ ૧, સુસ્વરદુઃસ્વર એ બે અઠ્ઠાવીસમાં નાખતાં ૩૦, તથા ૨૯ થાય ત્યાં ઉદ્યોત વૈક્રિય તથા આહારકની અપેક્ષા છે, અન્યથા તો નહીં, હવે મનુષ્ય વૈક્રિય કરે ત્યારે ઉદયસ્થાન પછે, તે આ પ્રમાણે-૨પાર૭૨૮૨૩૮, પ્રથમ ૨૫ કહે છે-મનુષ્ય ગતિ ૧, પંચેન્દ્રિય જાતિ ૧, વૈક્રિયદ્ધિક ૨, પ્રથમ સંસ્થાન ૧, ઉપઘાત ૧, ત્રાસ ૧, બાદર ૧, પર્યાપ્ત ૧, પ્રત્યેક ૧, સુભગ અથવા દુર્ભગ ૧, આદય અથવા અનાદેય ૧, યશ અથવા અયશ ૧ એમ ૧૩ અને ૧૨ ધ્રુવોદયી એમ કરીને ૨૫, દેશવૃત્તિ (વિરતિ) અને સંયતને વૈક્રિય કરતાં સર્વ પ્રકૃતિ પ્રશસ્ત જાણવી, શરીરપર્યાપ્તિ થયે પરાઘાત ૧, પ્રશસ્ત વિહાયોગતિ ૧, એ ૨ નાખતાં ૨૭, ઉચ્છવાસ ૧ નાખતાં ૨૮, અથવા સંયત ઉત્તર વૈક્રિય કરતાં શરીરપર્યાપ્તિ દ્વારા જો ઉચ્છવાસનો ઉદય ન થાય તો ઉદ્યોત ૧ નાખતાં ૨૮. ભાષાપર્યાપ્તિ પૂરી કરતા ઉચ્છવાસ ૧, સુસ્વર ૧ એ ૨ સત્તાવીસમાં નાખતાં ૨૯. સંયતને જો સ્વરનો ઉદય ન હોય તો ઉદ્યોત નાખતાં ૨૯, સુસ્વર સહિત ૨૯, ઉદ્યોત ૧ નાખતાં ૩૦, હવે આહારકશરીર દ્વારા સાધુને ઉદયસ્થાન ૫, તે આ પ્રમાણે પારકા ૨૮૨૩૮, પ્રથમ ૨પનું કહે છે. પાછળ મનુષ્યગતિમાં ૨૧ કહી તેમાંથી આનુપૂર્વી ૧ કાઢી પાંચ નાખવી–આહારકદ્ધિક ૨, પ્રથમ સંસ્થાન ૧, ઉપઘાત ૧, પ્રત્યેક ૧, એ પ ઉમેરતાં ૨૫, પણ અહીંયા દુર્ભગ, અનાદેય, અયશ નથી, પ્રશસ્ત ત્રણેય જાણવા, શરીરપર્યાપ્તિ કર્યા પછી પરાઘાત ૧, પ્રશસ્ત વિહાયોગતિ ૧, એ ૨ નાખતાં ૨૭, ઉચ્છવાસ નાખતાં ૨૮, અથવા ઉચ્છવાસનો ઉદય ન હોય તો ઉદ્યોત ૧ નાખતાં ૨૮, ભાષાપર્યાપ્તિ થયે ઉચ્છવાસ સહિત ૨૮, સુસ્વર સહિત ૨૯, અથવા ઉચ્છવાસ પર્યાપ્તિ થઈ છે અને સ્વરનો ઉદય નથી તો ઉદ્યોત નાખતાં ૨૯, સ્વર સહિત જો ૨૯માં ઉદ્યોત નાખતાં ૩૦, હવે કેવળીના ૧૦ ઉદયસ્થાન–તે આ પ્રમાણે–૨૦૨૧૨૬૨૭૨૮૨૯૩૦૩૧૮, પ્રથમ ૨૦ કહેતાં. મનુષ્યગતિ ૧, પંચેન્દ્રિય જાતિ ૧, ત્રસ ૧, બાદર ૧, પર્યાપ્ત ૧, સુભગ ૧, આદેય ૧, યશ ૧, એમ ૮ અને ૧૨ ધ્રુવોદયી એમ ૨૦. આ ઉદય અતીર્થકર કેવળી સમુદ્યાત કરતાં ત્રીજા, ચોથા, પાંચમા સમયે કેવળ કાર્પણ કાયયોગમાં વર્તતા આ ઉદયસ્થાન હોય છે. તીર્થંકરનામ ઉમેરતાં ૨૧ તથા વીસમાં ઔદારિકહિક ૨, છ સંસ્થાનમાંથી કોઈ એક સંસ્થાન ૧, પ્રથમ સંવનન ૧, ઉપઘાત ૧, પ્રત્યેક ૧ એમ ૬ ઉમેરતાં-ર૬, અતીર્થકર કેવળી બીજા, છઠ્ઠા, સાતમા સમયે