________________
૧ જીવ-તત્ત્વ
૧૩૯ પ્રક્ષેપી પછી વળી અનવસ્થિત પ્યાલો ઉઠાવીને જે જગ્યાએ શલાકા પ્યાલા પૂરા થયા હતાં તે ક્ષેત્રથી આગળ દ્વીપ સમુદ્રમાં એકેક સરસવ અનુક્રમે પ્રક્ષેપીએ. પછી વળી શલાકા પ્યાલામાં એક દાણો પ્રક્ષેપીએ. આ જ રીતે વળી અનવસ્થિત પ્યાલો ભરવા અને ખાલી કરવાથી શલાકા ભરાય. ત્યારે અનવસ્થિત અને શલાકા એ બંને ભરેલા રાખવા. પછી શલાકા પ્યાલો ઉઠાવીને પૂર્વોક્ત પ્રકારે આગલના દ્વીપ સમુદ્રમાં પ્રક્ષેપીએ પછી વળી એક દાણો પ્રતિશલાકા પ્યાલામાં પ્રક્ષેપીએ, એમ અનવસ્થિત પ્યાલાને ભરવા અને ખાલી કરવાથી શલાકા પ્યાલો ભરી અને શલાકાના ભરવા અને ખાલી કરવાથી પ્રતિશલાકા ભરાય. જ્યારે પ્રતિશલાકા ૧ શલાકા ર અનવસ્થિત ૩ એમ ત્રણેય પ્યાલા ભરેલા હોય ત્યારે પ્રતિશલાકા પ્યાલો ઉઠાવીને તેમ જ આગળના દ્વીપ સમુદ્રમાં પ્રક્ષેપીએ, જ્યાં પૂરા થાય ત્યારે ૧ દાણો મહાશલાકા પ્યાલામાં પ્રક્ષેપીએ. પછી અનવસ્થિત ઉઠાવીને તેમ જ શલાકા પ્યાલાની સમાપ્તિના ક્ષેત્ર આગળ દ્વીપ સમુદ્રમાં પ્રક્ષેપી ત્યારે શલાકા પલ્યમાં વળી એક દાણો પ્રક્ષેપીએ, એમ અનવસ્થિત પ્યાલો ઉઠાવવા અને પ્રક્ષેપણ કરી શલાકા પલ્ય ભરવો તથા શલાકા પલ્યને ઉપાડવા પ્રક્ષેપવા કરી પ્રતિશલાકા પ્યાલો ભરવો, તથા પ્રતિશલાકા પ્યાલાને ઉપાડવા પ્રક્ષેપવા કરી મહાશલાકા પલ્ય ભરવા. એમ કરતાં જ્યારે ચારેય પ્યાલા ભરાય અને અનવસ્થિતાદિ ચારેય પ્યાલાના જેટલા દાણા દ્વીપ સમુદ્રોમાં પ્રક્ષેપ કરેલા છે. તે પણ સર્વ જ્યારે ચારેય પ્યાલામાં મૂકીએ ત્યારે ઉત્કૃષ્ટ સંખ્યાતથી એક સરસવ અધિક થાય છે. તે એક સરસવ સહિત કરવાથી “જઘન્ય પરિત અસંખ્યાતા” થાય, આ જઘન્ય પરિત અસંખ્યનો અન્યોન્ય અભ્યાસ કરવો તેમાંથી બે બે કાઢતાં ત્યાં સુધી મધ્યમ પરિત અસંખ્યાતા” થાય. તેમાં એક મેળવીએ ત્યારે “ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાતા થાય. તેમાં એક વધારે મળે ત્યારે “જઘન્ય યુક્ત અસંખ્યતા” થાય.
અન્યોન્ય અભ્યાસની આમ્નાય–જેમ કે, ૫ નો અન્યોન્ય અભ્યાસ કરવો છે. પ્રથમ ૫ ના વિષે ની સ્થાપના દેતા–૧૧૧૧૧. એકેક ઉપર પ/પ પાંચ પાંચ (પાંચવાર) દેતા. સ્થાપના -પપપપપ હવે ઉપરની પંક્તિના અંકોને આપસમાં ગુણાકાર કરવો.
૧૧૧૧૧
સ્થાપના
૫
૫
૫
૫
૫
૫ ૨૫ ૧૨૫ ૬૨૫ ૩૧૨૫ છેલ્લો ગુણાકાર કરતાં જે રાશિ આવે તે ઉત્પન્ન રાશિ જાણવી. આ રીતે અન્યોન્ય અભ્યાસની રીતિ જાણવી.
જઘન્ય યુક્ત અસંખ્યાતા પ્રમાણ એક આવલિના સમયો છે. તેનો અન્યોન્ય અભ્યાસ કરીએ અને તેમાંથી બે કાઢીએ ત્યાં સુધી “મધ્યમ યુક્ત અસંખ્યાત” કહેવાય છે.