________________
નવધા ભક્તિ ઈશ્વરની ભક્તિમાં આયુષ્ય અને રૂપનું કંઈ પણ મૂલ્ય નથી. વિદ્યા, ધન, જાતિ અને બળ એ પણ મુખ્ય નથી અને સદાચાર અને સગુણ તરફ પણ ભગવાન એટલું બધું ધ્યાન આપતા નથી. તેઓ તે માત્ર પ્રેમને જ જુએ છે. કોઈ કવિએ કહ્યું પણ છે કેव्याधस्याचरणं ध्रुवस्य च वयो विद्या गजेन्द्रस्य का का जातिविदुरस्य यादवपतेरुग्रस्य किं पौरुषम् । कुब्जायाः कमनीयरूपमधिकं किं तत्सुदाम्नो धनं भक्त्या तुष्यति केवलं न च गुणैभक्तिप्रियो माधवः ।।
' ત્યાધનું કયું સારું આચરણ હતું ? ધ્રુવની ઉંમર કેટલી હતી ? ગજેન્દ્ર પાસે કઈ વિદ્યા હતી ? વિદુરની કઈ ઉત્તમ જાતિ હતી ? યાદવપતિ ઉગ્રસેનનો કયો પુરુષાર્થ હતો ? મુજ્જાનું એવું કયું વિશેષ સૌંદર્ય હતું ? સુદામા પાસે કયું ધન હતું? ભકિતપ્રિય માધવ તો માત્ર ભકિતથી જ પ્રસન્ન થાય છે, ગુણોથી નહિ.'
સદાચાર અને સગુણ તો ભકતમાં ભક્તિના પ્રભાવથી અનાયાસે જ આવી જાય છે, તેથી ઈશ્વરની ભકિતમાં સદાચાર અને સદ્ગણોની પણ પ્રધાનતા નથી. પણ ચોથી એમ ન સમજવું કે ઈશ્વરની ભકિતમાં સદાચાર અને સગુણાની જરૂર જ નથી. જેમ માંદા માણસને રોગ મટાડવા માટે ઔષધનું સેવન કરવું ખાસ જરૂરતું છે, તેની સાથે સાથે પશ્યની પણ જરૂર રહે છે, તે જ પ્રમાણે જન્મમરણરૂપી ભવરગની નિવૃત્તિ માટે ઈશ્વરની ભક્તિ પરમ ઔષધ છે. અને સદ્ગણ તથા સદાચારનું સેવન પથ્ય છે. લૌકિક રોગની નિવૃત્તિ માટે રોગી ઔષધિના સેવનની સાથે સાથે જો પથ્ય તરફ ધ્યાન આપતો નથી, તે તેનો રંગ ઘણે ભાગે મટતો નથી, પરંતુ સદાચાર અને સગુણરૂપી પથ્યની ઊણપ રહેવા છતાં પણ ભક્તિ