Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 54
________________ અર્જુન, સુદામા, શ્રીદામા વગેરે વ્રજસખા છે. લકાના વિજય પછી વિભીષણ ઈચ્છે છે કે, ભગવાન એક વાર મારે ઘેર આવીને મને કૃતાર્થ કરે અને એને માટે પ્રાર્થના કરે છે. મિત્રની વાત સાંભળીને ભગવાન પ્રેમથી ગળગળા થઈ જાય છે. તેમનાં નેત્રોમાં પ્રેમાશ્રુ આવે છે અને કહે છે કે, ભાઈ ! તારું સર્વ કાંઈ મારું છે, પરંતુ આ વખતે ભારતની દશાનું સ્મરણ કરીને હું રોકાઈ શકતા નથી. તેર કેસ ગૃહ મોર સબ, સત્ય વચન સુન છાત ભરત-દસા સુમિરત મહિ, નિમિષ કલપ સમ જાત. સુગ્રીવની સાથે મિત્રતા સ્થાપીને ભગવાન પોતાની પ્રાણ પ્રિયા સીતાને ભૂલી જાય છે અને પહેલાં સુગ્રીવની ચિંતામાં પડે છે. - તિય-બિરહી સુગ્રીવ સખા, લખિ પ્રપ્રિયા બિસરાઈ. રમને સુગ્રીવને તેઓ કહે છે કે – સખા સચ ત્યાગહુ બલ મેરે, અબ બિધિ ઘરબ કાજ તેરે - ઉદ્ધવની સાથે ભગવાન એટલે બધો સ્નેહ રાખતા હતા કે એક વાર તેમની સાથે બોલ્યા કે ભાઈ ઉદ્ધવ ! તારા જેવા પ્રેમી મને જેટલા વહાલા છે, તેટલા વહાલા બ્રહ્મા, શંકર, સંકર્ષણ, લક્ષ્મી અને મારો આત્મા પણ નથી.’ न तथा मे प्रियतम आत्मयोनिन शङ्करः । न च सङ्कर्षणो न श्री नैवात्मा च यथा भवान् ॥ (મોવત ૨૨-૨૪, ૧૬) - ઉદ્ધવજીનો ભગવાન શ્રીકૃષ્ણ સાથે ઘણા ગાઢ મિત્ર પ્રેમ હતો, તેથી ભગવાન તેમની આગળ મનની કોઈ વાત છપાવતા નહોતા. પોતાની પરમ પ્રેમી ગોપીઓને સંદેશ મોકલવા માટે ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવને જ સર્વોત્તમ પાત્ર સમજે છે તે સમયના વર્ણનમાં શ્રી શુકદેવજી કહે છે કે –

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64