Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 52
________________ સંખ્ય (अहो भाग्यमहो भाग्यं नन्दगोपनजौकसाम् । यन्मित्रं परमानन्दं पूर्ण ब्रह्म सनातनम् ।। ( મીવિત ૨૦-૨૪, ૨૨) એ નંદગોપના વ્રજમાં રહેનારા લોકોનું ધન્ય ભાગ્ય છે ખરેખર તેરો ધન્ય છે ! કારણ કે તેમને મિત્ર પરમાનંદ પરિપૂર્ણ સનાતન બ્રહ્મ છે. ) ભગવાનના પ્રભાવ, તાવ, રહસ્ય અને મહિમાને સમજીને પરમ વિશ્વાસપૂર્વક મિત્રભાવથી તેમની રુચિ પ્રમાણે વનમાં જવું. તેમનામાં અનન્ય પ્રેમ કરવો અને તેમનાં ગુણ, રૂપ અને લીલા ઉપર મુગ્ધ થઈને નિત્યનિરંતર પ્રસન્ન રહેવું એ સખ્ય ભકિત છે. પોતના જરૂરી માં જરૂરી કામને છોડીને વહાલા પ્રેમીના કામને આદરપૂર્વક કરવું, વહાલાં પ્રેમીના કામની આગળ પોતાના કામને તુચ્છ સમજીને તેના તરફ બેદરકાર બની જવું, વહાલા પ્રેમીને માટે મહાન પરિશ્રમ કરવા છતાં પણ તેને થોડે જ સમજ, પ્રિયજન જે વાતમાં પ્રસન્ન રહે, તેને જ લક્ષ્યમાં રાખીને દરેક સમયે તેને માટે પ્રાણપણે પ્રયત્ન કરવો, તે જે કંઈ કરે તેમાં - હમેશાં સંતુષ્ટ રહેવું, પોતાની કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રકારે પ્રેમીના કામમાં આવે તો પરમ પ્રસન્ન થવું, પોતાના શરીર ઉપર અને પોતાની વસ્તુ ઉપર પોતાની આત્મીયતા અને અધિકાર છે, તે જ પ્રમાણે, પોતાના પ્રેમીને સમજવો અને એ જ પ્રમાણે તેની વસ્તુ અને શરીર ઉપર પોતાનો અધિકાર અને રમાત્મીયતા માનવાં. પોતાનાં ધન,જીવન અને દેહાદિ પ્રેમના કામમાં આવી શકે તો તે સફળ સમજવાં. તેમની સાથે રહેવાની હમેશાં ઈચ્છા

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64