Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 59
________________ ૫૮ નવધા ભક્તિ सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः॥ ( ૨૮-૬૬ ) “ આ અલૌકિક અર્થત અતિ અભુત ત્રિગુણમયી મારી યોગમાયા ઘણી જ દુસ્તર છે, પરંતુ જે પુરુષ મને જ નિરંતર ભજે, છે યાને મારે શરણે આવે છે, તેઓ આ માયાનું ઉલ્લંઘન કરી જાય છે, અર્થાત, સંસારથી તરી જાય છે. - “હે અને ! સ્ત્રી, વૈશ્ય અને શુદ્ર વગેરે તથા પાયોનિવાળા પણ જો કોઈ હોય તે તેઓ પણ મારે શરણે આવીને પરમ ગતિને જ પ્રાપ્ત થાય છે.' - “ માત્ર મુજ સચ્ચિદાનંદઘન વાસુદેવ પસ્માત્મામાં જ અનન્ય પ્રેમથી નિત્યનિરંતર અચળ મનવાળા થઈને અને ગુજ પરમેશ્વરને જ શ્રદ્ધા પ્રેમ સહિત નિષ્કામ ભાવથી નામ, ગુણ અને પ્રભાવના શ્રવણ, કીર્તન, મનન અને પઠન-પાઠન દ્વારા હંમેશ મને ભજનાર થા તથા મન, વાણી અને શરીર દ્વારા સર્વસ્વ અર્પણ કરીને અતિશય શ્રદ્ધા, ભકિત અને પ્રેમથી વિહ્વળતાપૂર્વક મારું પૂજન કરનાર થા અને સર્વ શકિતમાન વિભૂતિ, બળ, ઐશ્વર્ય, માધુર્ય, ગંભીરતા, ઉદારતો, વાત્સલ્ય અને સુંદરતા વગેરે ગુણોથી સંપન્ન, સર્વનાં આશ્રયરૂપ વાસુદેવને વિનયભાવપૂર્વક ભકિત સહિત સાષ્ટાંગ દંડવત , પ્રણામ કરીને આ પ્રમાણે મારે શરણે આવેલો છે આત્માને જ મારામાં એકરૂપ બનાવીને મને જ પ્રાપ્ત થશે.” સર્વ ધર્મોને અર્થાત બધાં જ કર્મોના આકાયનો ત્યાગ કરીને માત્ર એક મારે, સચ્ચિદાનંદઘન વાસુદેવ પરમાત્માને જ અનન્ય શરણે આવ, હું તને સમસ્ત પાપોથી મુકત કરી દઈશ. તું શોક ના કર.”

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64