Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 60
________________ આત્મનિવેદન આ પ્રમાણે જે પુરુષ ભગવાન પ્રત્યે આત્મસમર્પણ કરી દે છે, તેના સમસ્ત અવગુણ, પાપ અને દુ:ખોને તદૃન નાશ થઈ જાય છે અને તેનામાં શ્રવણ-કીર્તન વગેરે બધી ભકિતઓનો વિકાસ થાય છે. તેના આનંદ અને શાંતિનો પાર રહેતો નથી. ભગવાન પછી તેનાથી કદી અલગ થઈ શકતા નથી. ભગવાનનું સર્વસ્વ તેનું જ બની જાય છે. તે પરમ પવિત્ર બની જાય છે. તેનાં દર્શન, ભાષણ અને ચિંતનથી પણ પાપાત્માઓ પવિત્ર થઈ જાય છે, તે તીર્થોને માટે તીર્થરૂપ બની જાય છે. મહારાજ પરીક્ષિત શ્રી શુકદેવજીને કહે છે કે— सान्निध्यात्ते महायोगिन पातकानि महान्त्यपि । सद्यो नश्यन्ति – पुंसां विष्णोरिव सुरेतराः ।। (માવત ?-૨૧, રૂ૪ ) “જેમ ભગવાન વિષ્ણુના સાનિધ્ય માત્રથી તરત દૈત્યોનો નાશ થઈ જાય છે, તે જ પ્રમાણે હે મહાયોગિન ! આપની સમીપતાથી જ મહાનમાં મહાન પાપોને સમૂહ નાશ પામી જાય છે.” ધર્મરાજ યુધિષ્ઠિર શ્રી વિદુરજીને કહે છે કે... . भवद्विधा भागवतास्तीर्थीभूताः स्वयं प्रभो। तीर्थीकुर्वन्ति तीर्थानि स्वान्तःस्थेन गदाभृता ।।। (મારવંત ૨-૩, ૨૦ ) * ભગવન, આપ જેવા ભગવદભકત પોતે જ તીર્થરૂપ છો, આપ આપના હૃદયમાં રહેલા ભગવાન વડે તીર્થોને તીર્થ બનાવો છો.” પ્રચેતાગણ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે... . तेषां विचरतां पद्भ्यां तीर्थानां पावनेच्छया । भीतस्य किं न रोचेत तावकानां समागमः ॥

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64