Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 61
________________ નવધા ભક્તિ જે તમારા ભક્તો તીર્થોને પાવન કરવા માટે આ પૃથ્વી ઉપર વિચરતા રહે છે, તેમનો સમાગમ ભલા સંસારથી ભયભીત થયેલા ક્યા મનુષ્યને નહિ સરો ?” શ્રી શુકદેવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે – किरातहणान्ध्रपुलिन्दपुल्कसा आभीरकङ्का यवनाः खसादयः। येऽन्ये च पापा यदुपाश्रयाश्रयाः शुद्धयन्ति तस्मै प्रभविष्णवे नमः ॥ (માવિત ૨૪, ૨૮) જેમના આશ્રિત ભકતોનો આશ્રય લઈને કિરાત, હુણ, આંધ્ર, ભીલ, કસાઈ, આભીર, કંક, યવન, ખસ વગેરે તથા બીજા મોટામાં મોટા પાપીઓ પણ શુદ્ધ થઈ જાય છે, તે ભગવાનનાં ચરણેમાં નમસ્કાર છે.” તે ભગવાનના પ્રેમની સાક્ષાત મૂર્તિ બનેલા એવા ભકતને સમસ્ત સંસાર પરમ પ્રેમમય અને પરમ આનંદમય જણાવા લાગે છે. તે જે માર્ગેથી જાય છે, તે જ માર્ગમાં શ્રદ્ધા, પ્રેમ, ભકિત, આનંદ, સમતા અને શાંતિનો પ્રવાહ વહેવા લાગે છે. એવા ભકતને પોતાની ઉપર ધારણ કરીને ધરતી ધન્ય રને સનાથ થાય છે, પિતરો ખશી ખુશી થાય છે. અને દેવતાઓ નાચવા લાગે છે. मोदन्ते पितरो नृत्यन्ति देवताः सनाथा चेयं भूर्भवति ॥ (નાગ ૭૨ ) ગોપી, ભક્ત, પ્રહલાદ, મહારાજા બલિ વગેરે આત્મનિવેદન-ભક્તિના પરમ ભક્ત થયેલા છે. તેથી મનુષ્યમાત્ર મન, વાણી, શરીરથી સર્વ પ્રકારે શ્રીભગવાનનું શરણ લેવાને માટે કમર કસીને પ્રયત્ન કરવો જોઈએ.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64