Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 64
________________ ઉપસંહાર धर्मः सत्यदयोपेतो विद्या वा तपसान्विता / मद्भक्त्यापेतमात्मानं न सम्यक् प्रपुनाति हि // वाग्गद्गदा द्रवते यस्य चित्तं . रुदत्यभीक्ष्णं हसति क्वचिच्च / विलज उद्गायति नृत्यते च / मद्भक्तियुक्तो भुवनं पुनाति / / ( માગવત 22-24, 20-22, 24 ) “હે ઉદ્ધવ! હું જે પ્રકારે રમાનન્ય ભક્તિથી પ્રસન્ન થાઉં છું, તે પ્રકારે યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપસ્યા, ત્યાગ વગેરેથી પ્રસન્ન નથી થતા. સંતાના પરમ પ્રિય રમાત્મારૂપ હું એક માત્ર શ્રદ્ધા ભકિતથી જ પ્રસન્ન થાઉં છું. મારી ભકિત જન્મના ચંડાળોને પણ પવિત્ર કરી દે છે. મારી ભકિતરહિત જીવને સત્ય અને દયા વગેરેવાળો ધર્મ તથા તપસ્યાવાળી વિદ્યા પણ પૂરેપૂરો પવિત્ર કરી શકતાં નથી. “જેતી વાણી મારા નામ, ગુણ અને લીલાનું વર્ણન કરતાં કરતાં ગદગદ થઈ જાય છે, જેનું ચિત્ત મારાં રૂપ, ગુણ, પ્રભાવ અને લીલાઓને યાદ કરતાં કરતાં દ્રવી ઊઠે છે; જે વારંવાર રડતો. રહે છે અને કોઈ કોઈ વાર હસવા લાગે છે; અને જે લાજશરમ છોડીને પ્રેમમાં મગ્ન થઈને ગાંડાની પેઠે ઊંચો સ્વરે ગાયન કરે છે અને નાચવા મંડે છે, તે મારે ભકત સંસારને પવિત્ર કરી દે છે.' ભગવાન ગીતાજીમાં અર્જુનને કહે છે કે : नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया / शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा // भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोर्जुन / ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप // ( 11, 12-14)

Loading...

Page Navigation
1 ... 62 63 64