Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay
Catalog link: https://jainqq.org/explore/005963/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ રાવળ ભાત, . લ - Dરા મકર કે આ PORTE * * ( ભિક્ષુ અખંડાનંદ ની પ્રસાદી સંતું સાહિત્ય વર્ધક કાર્યાલય ઠે જઈ પાસે અમ જીવાદ અને પ્રિન્સેસ રેટીસ મુંબઈ ૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ 'સસ્તું' સાહિત્ય ' એટલે ઊંચામાં ઊંચુ' સાહિત્ય નવધા ભકિત * લેખક : જયદયાલ ગેાયન્દકા ભિત અખંડાળંદની પ્રસાદી સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય હૈ. ભટ્ટ પાસે, અમદાવાદ અને પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨ - ૧–૨૫ - Page #3 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આ પુસ્તકમાં શાસ્ત્રમાં કહેલ ભકિતના નવ પ્રકારો સમજાવ્યા છે. આખા વિશ્વમાં જે પરમાત્મા વ્યાપ્ત છે અથવા વિશ્વરૂપે જે આવિર્ભાવ પામ્યો છે, તે જ સર્વને આત્મા છે. મનુષ્યો તેનાં શિવ, વિષ્ણુ, દેવી તેમ જ અન્ય દેવતાઓરૂપે વિવિધ સ્વરૂપે કપીને તેના પ્રત્યે પોતાનો ભકિતભાવ વ્યકત કરે છે. મનુષ્ય પ્રાણીમાત્રને માત્મારૂપે જુએ અને સમભાવ કેળવી પોતાનાં તન, મન અને સંપત્તિ દ્વારા તેમની સેવા કરે તે પોતાના સંકુચિત અહંભાવમાંથી મુકત થઈ સર્વવ્યાપી સ્વરૂપને–પરમ વ્યાપક સ્વરૂપને પ્રાપ્ત થઈ શકે છે. આ સ્થિતિને ભકિતયોગનું લક્ષ્ય માનવામાં આવ્યું છે. આ પુસ્તકની પુનર્મુદ્રણરૂપે આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે. આને ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવાની અનુમતિ ગીતાપ્રેસ, ગોરખપુરના સંચાલકો તરફથી મળેલી છે એથી એમને અત્રે આભાર માનીએ છીએ. આશા છે કે આગલી આવૃત્તિની જેમ આ આવૃત્તિને પણ મુમુક્ષુઓ તેમ જ ભકિતમાર્ગના જિજ્ઞાસુઓ આવકારશે એવી આશા છે. * “સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી તા. ૧૫-૧૦ - ૭૭ એચ. એમ. પટેલ (પ્રમુખ) Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આ પુસ્તકમાં શાસ્ત્રમાં કહેલ ભકિતના નવ પ્રકારો સમજાવ્યા છે. આખા વિશ્વમાં જે પરમાત્મા વ્યાપ્ત છે અથવા વિશ્વરૂપે જે આવિર્ભાવ પામ્યો છે, તે જ સર્વનો આત્મા છે. મનુષ્યો તેનાં શિવ, વિષ્ણુ, દેવી તેમ જ અન્ય દેવતાઓરૂપે વિવિધ સ્વરૂપ કલ્પીને તેના પ્રત્યે પોતાનો ભકિતભાવ વ્યકત કરે છે. મનુષ્ય પ્રાણીમાત્રને માત્મારૂપે જુએ અને સમભાવ કેળવી પોતાનાં તન, મન અને સંપત્તિ દ્વારા તેમની સેવા કરે તો પોતાના સંકુચિત અહંભાવમાંથી મુકત થઈ સર્વવ્યાપી સ્વરૂપને–પરમ વ્યાપક સ્વરૂપને પ્રાપ્ત થઈ શકે છે. આ સ્થિતિને ભકિતયોગનું લક્ષ્ય માનવામાં આવ્યું છે. આ પુસ્તકની પુનર્મુદ્રણરૂપે આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે. આને ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવાની અનુમતિ ગીતાપ્રેસ, ગોરખપુરના સંચાલકો તરફથી મળેલી છે એથી એમને અત્રે આભાર માનીએ છીએ. આશા છે કે આગલી આવૃત્તિની જેમ આ આવૃત્તિને પણ મુમુક્ષુઓ તેમ જ ભકિતમાર્ગના જિજ્ઞાસુઓ આવકારશે એવી આશા છે. * સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ વતી તા. ૧૫-૧૦-૭૭ એચ.એમ. પટેલ (પ્રમુખ) Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૧૧ નવધા ભકિત ... - ૨ શ્રવણ .. • ૩ કીર્તન ૪ સ્મરણ મન.. ૫ પાદસેવન - પદ ! ૬ અર્ચન ૭ વંદન ૮ દાસ્ય ૯ સંખ્ય ૧૦ આત્મનિવેદન નો હુકમ ૧૧ ઉપસંહાર .. Page #6 -------------------------------------------------------------------------- ________________ નવધા ભક્તિ ભકિત જ એક એવું સાધન છે કે જેને સૌ સહેલાઈથી કરી શકે છે. અને એ કરવાનો બધા મનુષ્યોને અધિકાર છે. આ કળિયુગમાં આત્મારને માટે ભકિતના જેવો બીજો કોઈ સહેલે ઉપાય જ નથી, કેમ કે જ્ઞાન, યોગ, તપ, યજ્ઞયાગ વગેરે આ સમયમાં સિદ્ધ થવાં ઘણાં જ કઠણ છે. અને વળી એમાં યોગ્ય મદદરૂપ સાધનસામગ્રી મળવી પણ કઠણ છે. તેથી માણસોએ કમર કસીને માત્ર ઈશ્વરની ભક્તિ જ કરવી જોઈએ. વિચાર કરીને જોઈએ તો સંસારમાં ધર્મને માનનારા જેટલા લોકો છે, તેમાંથી ઘણાખરા ઈશ્વરભકિતને જ પસંદ કરે છે. હવે આપણે એ વિચારવું જોઈએ કે ઈશ્વર છે અને તેની ભકિત એ શું છે ? જે સૌના ઉપર અધિકાર ચલાવનાર સર્વજ્ઞ, સર્વશક્તિમાન સર્વના અંતર્યામી છે, ન્યાય અને સદાચાર જે કાયદો છે, જે સૌના સાક્ષી અને સૌને શિક્ષણ, બુદ્ધિ અને જ્ઞાન આપનાર છે તથા જે ત્રણે ગુણોથી પર હોવા છતાં પણ લીલામાત્રથી ગુણોના ભકતા છે, જેમની ભકિતથી મનુષ્ય સમસ્ત દુર્ગુણ, દુરાચાર અને દુઃખોથી મુક્ત થઈને પરમ પવિત્ર બની જાય છે, જે રડાવ્યક્ત હોવા છતાં પણ છવો ઉપર દયા કરીને જીવોના કલ્યાણ અને ધર્મના પ્રચાર તથા ભક્તોને આશ્રય આપવા માટે પોતાની લીલાથી કોઈ કોઈ સમયે દેવ, મનુષ્ય વગેરે બધાં રૂપમાં વ્યક્ત થાય છે. ગર્થાત સાકારરૂપે પ્રત્યક્ષ પ્રગટ થઈને ભક્તજનોને તેમની ઈચ્છા પ્રમાણે દર્શન દઈને આનંદ આપે છે અને જે સત્યયુગમાં શ્રીહરિના રૂપમાં, ટોતાયુગમાં શ્રીરામના રૂપમાં, દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણના રૂપમાં પ્રગટ Page #7 -------------------------------------------------------------------------- ________________ નવધા ભક્તિ થયા હતા. તે પ્રેમમય નિત્ય, અવિનાશી, વિજ્ઞાનાનંદઘન, સર્વવ્યાપી હરિને ઈશ્વર સમજવા જોઈએ. હવે ભકિત કોને કહેવાય એ વિષે વિચારીએ. મહર્ષિ શાંડિલ્ય કહ્યું છે કે, સા પરનુરવિસ્તરીશ્વરે–ઈશ્વરમાં પરમ અનુરાગ યાને પરમ પ્રેમ એ જ ભક્તિ છે. ” . ( દેવર્ષિ નારદે પણ ભકિતસૂત્રમાં કહ્યું છે કે, “સા સ્પિન પરમપ્રેમ -તે પરમેશ્વરમાં અતિશય પ્રેમમય થઈ જવું છે જ ભકિત છે. “અમૃતરવા અને તે અમૃતરૂપ છે. ' આ પ્રમાણે બીજાં ઘણાંયે વચનો મળે છે. સોનાથી માલુમ પડે છે કે ઈશ્વરમાં જે પરમપ્રેમ છે, તે જ અમૃત છે, એ જ સાચી ભકિત છે. જો એમ કહીએ કે વ્યાકરણથી ભકિત શબ્દનો અર્થ સેવા થાય છે, કેમ કે ભકિત શબ્દ “મન લેવાયામ્' ધાતુથી બને છે, તે એમ કહેવું એ પણ બરાબર જ છે. પ્રેમ સેવાનું પરિણામ છે અને ભકિતના સાધનની અંતિમ સીમા છે. જેમ વૃક્ષની પૂર્ણતા અને મહત્તા ફળ આવવા ઉપર જ છે, તે જ પ્રમાણે ભકિતની પૂર્ણતા અને ગૌરવ ભગવાનમાં પરમ પ્રેમ થવામાં જ છે. પ્રેમ જ રોની પરાકાષ્ઠા છે રાને પ્રેમને ખાતર જ સેવા કરવામાં આવે છે. તેથી વાસ્તવિક રીતે ભગવાનમાં અનન્ય પ્રેમ થવો એ જ ભકિત છે. જોકે ઈશ્વરની ભકિત કરવામાં દરેક જીવોનો અધિકાર છે; કેમ કે હનુમાન, જાંબુવાન, ગજેન્દ્ર, ગરુડ, કાકભુશુંડિ અને જટાયુ વગેરે પશુપક્ષીઓ પણ ભગવાનની ભક્તિના પ્રતાપથી પરમ પદને પામ્યા છે. પરંતુ મનુષ્ય સિવાય પશુપક્ષી વગેરેમાં જ્ઞાન અને સાધનને અભાવ હોવાને લીધે તેઓ ઈશ્વરભકિત કરી શકતાં નથી. તેથી શાસ્ત્રકાર ઈશ્વરભકિતમાં મનુષ્યનો અધિકાર બતાવે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ નવધા ભક્તિ ઈશ્વરની ભક્તિમાં આયુષ્ય અને રૂપનું કંઈ પણ મૂલ્ય નથી. વિદ્યા, ધન, જાતિ અને બળ એ પણ મુખ્ય નથી અને સદાચાર અને સગુણ તરફ પણ ભગવાન એટલું બધું ધ્યાન આપતા નથી. તેઓ તે માત્ર પ્રેમને જ જુએ છે. કોઈ કવિએ કહ્યું પણ છે કેव्याधस्याचरणं ध्रुवस्य च वयो विद्या गजेन्द्रस्य का का जातिविदुरस्य यादवपतेरुग्रस्य किं पौरुषम् । कुब्जायाः कमनीयरूपमधिकं किं तत्सुदाम्नो धनं भक्त्या तुष्यति केवलं न च गुणैभक्तिप्रियो माधवः ।। ' ત્યાધનું કયું સારું આચરણ હતું ? ધ્રુવની ઉંમર કેટલી હતી ? ગજેન્દ્ર પાસે કઈ વિદ્યા હતી ? વિદુરની કઈ ઉત્તમ જાતિ હતી ? યાદવપતિ ઉગ્રસેનનો કયો પુરુષાર્થ હતો ? મુજ્જાનું એવું કયું વિશેષ સૌંદર્ય હતું ? સુદામા પાસે કયું ધન હતું? ભકિતપ્રિય માધવ તો માત્ર ભકિતથી જ પ્રસન્ન થાય છે, ગુણોથી નહિ.' સદાચાર અને સગુણ તો ભકતમાં ભક્તિના પ્રભાવથી અનાયાસે જ આવી જાય છે, તેથી ઈશ્વરની ભકિતમાં સદાચાર અને સદ્ગણોની પણ પ્રધાનતા નથી. પણ ચોથી એમ ન સમજવું કે ઈશ્વરની ભકિતમાં સદાચાર અને સગુણાની જરૂર જ નથી. જેમ માંદા માણસને રોગ મટાડવા માટે ઔષધનું સેવન કરવું ખાસ જરૂરતું છે, તેની સાથે સાથે પશ્યની પણ જરૂર રહે છે, તે જ પ્રમાણે જન્મમરણરૂપી ભવરગની નિવૃત્તિ માટે ઈશ્વરની ભક્તિ પરમ ઔષધ છે. અને સદ્ગણ તથા સદાચારનું સેવન પથ્ય છે. લૌકિક રોગની નિવૃત્તિ માટે રોગી ઔષધિના સેવનની સાથે સાથે જો પથ્ય તરફ ધ્યાન આપતો નથી, તે તેનો રંગ ઘણે ભાગે મટતો નથી, પરંતુ સદાચાર અને સગુણરૂપી પથ્યની ઊણપ રહેવા છતાં પણ ભક્તિ Page #9 -------------------------------------------------------------------------- ________________ નવધા ભક્તિ રૂપી ઔષધિના સેવનથી ભવરગની શાંતિ થઈ જાય છે, કેમ કે ભકિતરૂપી ઔષધિ પથ્યનું કામ પણ કરી લે છે. એટલું જ નહિ, પણ કુપથ્યના સેવનથી ઉત્પન્ન થયેલા વિવિધ પ્રકારના દુર્ગુણો અને વિધિરૂપ દોષોને નાશ અને સદાચાર સગુણરૂપ પથ્યની ઉત્પત્તિ પણ ઈશ્વરભકિત કરી દે છે, તેમ જ હમેશને માટે રોગનું મૂળ જ ઉખાડી નાખે છે; કારણ કે ઈશ્વરભકિત પરમ ઔષધ છે. - ભકિતના મુખ્ય બે ભેદ છે : એક સાધનરૂપ જે વૈધ અને નવધા પણ કહેવાય છે અને બીજી સાધ્યરૂપ, જે પ્રેમ-પ્રેમલક્ષણા વગેરે નામોથી ઓળખાય છે. આમાં સેવા સાધનરૂપ છે અને પ્રેમ સાધ્ય છે. હવે એ વિચારવું જોઈએ કે સેવા કોને કહેવાય ? તે સ્વામી જેનાથી સંતોષ પામે તે પ્રકારના ભાવથી મગ્ન થઈને તેની આજ્ઞા પ્રમાણે આચરણ કરવું એ સેવા કહેવાય છે. શાસ્ત્રોમાં તેનાં અનેક પ્રકારનાં લક્ષણ બતાવેલાં છે. - તુલસીદાસ રામાયણમાં શબરી પ્રત્યે ભગવાન શ્રીરામચંદ્ર કહે છે કે – પ્રથમ ભગતિ સંતન્હ કર સંગા, દૂસરી રતિ મણે કથા પ્રસંગો, ગુરપદપંકજસેવા, તીસરિ ભગતિ અમાન, ચૌથિ ભગત મમ ગુન ગન, કરંકાર તજી ગાન. મંત્ર જાપ મમ દર બિશ્વાસા, પંચમ ભજન એ બે પ્રકાસા છઠ દમ સીલ બિરતિ બહુ કર્મા, નિરતિ નિરંતર સજજન ધર્મા. સાતવ સબ મેહિ મય જગ દેખા, મતે સંત અધિક કરિ લેખા. આઠ યથાલાભ સંતોષા, સપનેહુ નહિ દેખે પર દોષા. નવમ સરલ સબ સન છલ હીના, મમ ભરોસ હિય હરષ ન દીના. તથા શ્રીમદ્ ભાગવતમાં પ્રહલાદજીએ પણ કહ્યું છે કે— Page #10 -------------------------------------------------------------------------- ________________ નવધા ભક્તિ श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् । अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम् ।। - (૭-૫-૨૨ ) ' ભગવાન વિષ્ણુનાં નામ, રૂપ, ગુણ અને પ્રભાવ વગેરેનું શ્રવણ, કીર્તન અને સ્મરણ તથા ભગવાનની ચરણસેવા, પૂજન અને વંદન અને ભગવાનનાં દાસભાવ, સખાભાવ અને પોતાની જાતને સમર્પણ કરી દેવી; એ નવ પ્રકારની ભકિત છે.” આ પ્રમાણે શાસ્ત્રોમાં ભકિતનાં ભિન્ન ભિન્ન પ્રકારનાં અનેક લક્ષણે બતાવેલાં છે. પણ વિચાર કરતાં સિદ્ધાંતમાં કંઈ ભેદ નથી. બધાંનું તાત્પર્ય તો એક જ છે, કે સ્વામી છે જે ભાવ અને આચરણથી સંતોષ પામે તે જ પ્રકારના ભાવોથી ભરપૂર બનીને તેમની આજ્ઞાને અનુકુળ આચરણ કરવું એ જ સેવા અથવા ભકિત છે. હવે શ્રીમદ્ ભાગવતમાં પ્રાદે જે નવ પ્રકારની ભકિત બતાવી છે તેનાં સ્વરૂપ, વિધિ પ્રયોજન, હેત, ફળ અને ઉદાહરણ અહીં જોઈએ. આ ઉપરાંત નવધા ભકિતમાંથી એક પ્રકાર પણ સારી રીતે કરવાથી મનુષ્ય પરમ પદને પામે છે તે પછી જે નવે પ્રકારની ભકિત કરે તેના લ્યાણનું તે કહેવું જ શું ? Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રવણ ભગવાનના પ્રેમી ભક્ત વડે કહેવાતાં ભગવાનનાં નામ, રૂપ, ગુણ, પ્રભાવ, લીલા, તવ અને રહસ્યવાળી અમૃત કથાઓનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક શ્રવણ કરવું અને એ અમૃતમય કથાઓનું શ્રવણ કરીને, વીણા સાંભળવાથી જેમ હરણ મુગ્ધ થાય છે, તે જ પ્રમાણે પ્રભુપ્રેમમાં મુગ્ધ થઈ જવું એ શ્રવણ ભકિતનું સ્વરૂપ છે.) ઉપરોકત શ્રવણ ભકિતની પ્રાપ્તિ માટે શ્રદ્ધા અને પ્રેમ પૂર્વક મહાપુરુષોને સાષ્ટાંગ પ્રણામ, તેમની સેવા અને તેમને નિત્ય નિષ્કપટ ભાવથી પ્રશ્ન પૂછવા અને તેમના બતાવેલા માર્ગ પ્રમાણે આચરણ કરવાનો પ્રયત્ન કરવો એ શ્રવણભકિત મેળવવાનો વિધિ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાને કહ્યું છે કે – तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया। उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥ ( ૪-૪ ) હે અર્જુન ! તત્વને જાણનારા જ્ઞાની પુરુષ પાસેથી સારી રીતે દંડવત પ્રણામ તથા સેવા અને નિષ્કપટ ભાવથી કરેલા પ્રશ્નો દ્વારા તે જ્ઞાનને જાણ; તેઓ, મર્મને જાણનારા જ્ઞાની જને તને તે જ્ઞાનને ઉપદેશ કરશે.' મહાપુરુષોએ વર્ણવેલી ઉપરોકત શ્રવણ ભકિત પ્રાપ્ત કરીને પ્રભુમાં અનન્ય પ્રેમ થવાને માટે પ્રભુના ભકતોમાં તેનો પ્રચાર કરવું એ એનું પ્રયોજન છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રવણું આ શ્રવણ ભકિત મહાપુરુષોના સમાગમ વિના મળવી કઠણ છે. ગોસ્વામી તુલસીદાસજીએ પણ કહ્યું છે– બિન સત્સંગ ન હરિકથા, તેહિ બિનુ મેહન ભાગ મેહ ગયે બિન રામપદ, ઈ ન દૃઢ અનુરાગ. પરંતુ મહાપુરુષોના સત્સંગના અભાવે ઉચ્ચ કોટીના સાધકોને સમાગમ અને મહાપુરુષોએ રચેલા ગ્રંથોનું અવલોકન વાચન-મનન-નિદિધ્યાસન કરવું એ પણ સત્સંગ સમાન જ છે. સત્સંગ નહિ થવાથી વિષયોનો સમાગમ સ્વાભાવિક પણે થાય જ છે. તેનાથી મનુષ્યનું પતન થાય છે. અને સત્સંગથી પ્રત્યક્ષ પરમ લાભ થાય છે, કેમ કે મનુષ્યને જેવો જેવો સંગ મળે છે. તે સંગ-સમાગમ પ્રમાણે જ તેના ઉપર તે તેવો પ્રભાવ પડે છે. અને શ્રવણભકિત પણ સત્સંગથી જ મળે છે; કેમ કે સત્સંગ એ જ શ્રવણ ભકિતના કારણરૂપ છે. તેમ જ સપુરુષોનાં દર્શન, ભાષણ, સ્પર્શ, ચિંતન અને સંગથી પાપી પુરુષ પણ પરમ પવિત્ર બની જાય છે. મહાપુરુષોની કૃપા વિના કોઈ પણ પરમ પદ પામી શકતો નથી. શ્રીમદ્ ભાગવતમાં રાજા રગણને મહાત્મા જડભરત કહે છે કે – रहगणैतत्तपसा न याति न चेज्यया निर्वपणाद् गृहाहा। न छन्दसा नैव जलाग्निसूर्यविना महत्पादरजोऽभिषेकम् ।। ૧-૧૨–૨૨) “હે રહુગણ! મહાપુરુષોનાં ચરણોની રજમાં સ્નાન કર્યા વિના માત્ર તપ, યજ્ઞ, દાન, ગૃહસ્થ ધર્મનું પાલન અને વેદાધ્યયનથી તથા જળ, અગ્નિ અને સૂર્યની ઉપાસનાથી એ પરમ તવનું જ્ઞાન પ્રાપ્ત થતું નથી.' Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ . મેવધા ભક્તિ . તેથી એ જ સિદ્ધ થાય છે કે સમસ્ત કાર્યો મહાપુરુષોના સમાન ગમથી જ સિદ્ધ થાય છે. શ્રીમદ્ભાગવતમાં ભગવાન ઉદ્ધવ પ્રત્યે . કહે છે કે— यथोपश्रयमाणस्य भगवन्तं विभावसुम् । शीतं भयं तपोऽप्येति साधून संसेवतस्तथा ।। अन्नं हि प्राणिनां प्राणा आर्तानां शरणं त्वहम् । धर्मो वित्तं नृणां प्रेत्य सन्तोर्वाग् विभ्यतोऽरणम् ।। . ( ૨૨-૨૬, ૨-૨ ) - “હે ઉદ્ધવ! જે પ્રમાણે ભગવાન અગ્નિનો આશ્રય લેવાથી શીત, ભય અને અંધકારને નાશ થાય છે, તે જ પ્રમાણે સંત-મહાત્મારમોના સેવનથી સમસ્ત પાપરૂપી ઠંડી, જન્મ-મૃત્યરૂપી ભય અને રાજ્ઞાનરૂપી રાંધકારનો નાશ થઈ જાય છે.' “જેમ પ્રાણીઓનું જીવન રત્ન છે રાને દુઃખી પુરુષને આશરો હું છું તથા મૃત્યુ પછી મનુષ્યોને ધર્મ એ જ ધન છે, તે જ પ્રમાણે જન્મમરણથી ભયભીત થયેલા વ્યાકુળ પુરુષોને માટે સંત-મહાત્માઓ જ પરમ આકાયસ્થાન છે. ' न रोधयति मां योगो न साङ्ख्यं धर्म एव च । न स्वाध्यायस्तरस्त्यागो नेष्टापूर्त न दक्षिणा ॥ व्रतानि यज्ञश्छन्दांसि तीर्थानि नियमा यमाः। यथावरुन्धे सत्सङ्गः सर्वसङ्गापहो हि माम् ॥ ( -૨, -૨ ) જેમ સમસ્ત આસકિતઓનો નાશ કરનાર સત્પષનો સમાગમ મને વશ કરી શકે છે એટલે કે પ્રેમપાશથી બાંધી શકે છે, Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રવણ ૧૩ તેમ યોગ, સાંખ્ય, ધર્મપાલન, સ્વાધ્યાય, તપ, ત્યાગ, યજ્ઞ, ફૂવાવાવ-તળાવ ખૂંધાવવાં, દાન તથા વ્રત, પૂજા, વેદાધ્યયન, તીર્થભ્રમણ, યમ-નિયમોનું પાલન એ કોઈ પણ ( મને ) ખાંધી શકતાં નથી એટલે કે તેમનાથી હું વશ થઈ શકતા નથી. સત્પુરુષોના સમાગમ અવશ્ય કરવા જોઈએ. દેવષ નારદ કહે છે કે ( નારવમૂત્ર ૩૧ ) महत्सङ्गस्तु दुर्लभोऽगम्योऽमोघश्व । મહાપુરુષોના સંગ દુર્લભ, અગમ્ય અને માધ છે, તેથી ‘વેવ સાભ્યતાનુ, તહેવ સાધ્યતામ્ ’ " ( નારGસૂત્ર ૪૨ ) ‘ તે સત્સંગની જ સાધના કરો--સત્સંગની જ સાધના કરો. અર્થાત સંત-મહાપુરુષોના સંગ, સેવા અને આજ્ઞાનું પાલન કરો. સત્પુરુષો દ્વારા પ્રાપ્ત થયેલી આ પ્રકારની માત્ર શ્રવણ ભકિતથી પણ મનુષ્ય પરમ પદ પ્રાપ્ત કરી શકે છે એ તેનું ફળ છે. ભગવાને શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે કે— अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते । तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः ॥ ( ૧૧-૨૧ ) ‘બીજા જે મંદ બુદ્ધિવાળા પુરુષા છે, તેઓ પાતે આ પ્રકાર નહિ જાણતાં ખીજા પાસેથી અર્થાત તત્ત્વને જાણનાર પુરુષો પાસેથી સાંભળીને જ ઉપાસના કરે છે. અર્થાત એ પુરુષોના કહેવા પ્રમાણે જ શ્રદ્ધાપૂર્વક તત્પર થઈને સાધન કરે છે. અને તેઓ Ο Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ નવધા ભક્તિ શ્રવણપ્રાયણ થયેલા પુરુષ પણ મૃત્યુરૂપી સંસારસાગરને નિ:સંદેહ તરી જાય છે.' નારદજીએ પણ શ્રીમદ્ ભાગવતમાહાત્મ્યમાં સનકાદિ પ્રત્યે કહ્યું છે કે— श्रवणं सर्वधर्मेभ्यो वरं मन्ये तपोधनाः । वैकुण्ठस्थो यतः कृष्णः श्रवणाद्यस्य लभ्यते ॥ ( ૬-૭૬ ) હું તપાધના ! હું ભગવાનના ગુણાનુવાદોના શ્રવણને ખંધા ધર્મોમાં શ્રેષ્ઠ માનું છું; કેમ કે ભગવાનના ગુણાનુવાદ સાંભળવાથી વૈકુંઠમાં વસેલા ભગવાન મળે છે. ' માત્ર શ્રવણ ભકિતથી ભગવાનની પ્રાપ્તિ થાય છે તેનાં શાસ્ત્રોમાં ઘણાં પ્રમાણે મળી આવે છે; તેમ જ ઇતિહાસ અને પુરાણામાં અનેક ઉદાહરણા જોવામાં આવે છે. જેમ કે રાજા પરીક્ષિત ભાગવત સાંભળવાથી જ પરમ પદ પામી ગયા. શ્રીમદ્ ભાગવતમાહાત્મ્યમાં લખ્યું છે કે— असारे संसारे विषयविषसङ्गाकुलधियः क्षणार्ध क्षेमाथं पिबत शुकगाथातुलसुधाम् । किमर्थ व्यर्थ भो व्रजत कुपथे कुत्सितकथे परीक्षित्साक्षी यच्छ्रवणगतमुक्त्युक्तिकथने || ( ૬-૨૦૦ ) ' હે વિષયરૂપી વિષના સંસર્ગથી વ્યાકુળ મુદ્ધિવાળા પુરુષો ! શાને માટે હલકી વાતારૂપી નકામા દુષ્ટ માર્ગમાં ભટકી રહ્યા છે ? અસાર સંસારમાં કલ્યાણને ખાતર (ઓછામાં ઓછી ) અર્ધી ક્ષણ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રવણ ૧૫ તે શુકદેવજીના મુખમાંથી નીકળેલા ભગવતકથારૂપી અનુપમ અમૃતનું પાન કરે. શ્રવણથી મુકિત થાય છે, એ કથનના પરીક્ષિત સાક્ષી–પ્રત્યક્ષ પ્રમાણ છે. ધુન્ધકારી જેવો પાપી પણ માત્ર ભગવાનના ગુણાનુવાદો સાંભળવાના પ્રભાવથી તરી ગયો અને શૌનક વગેરે ઘણાયે ઋષિઓ પણ પુરાણ અને ઈતિહાસના શ્રવણમાં જ પોતાનો સમય ગાળ્યા કરતા હતા. તેઓ કદી પણ કંટાળતા નહોતા. આ મનુષ્ય જીવન માટે આનાથી બીજો કોઈપણ શ્રવણ કરવા યોગ્ય વિષય નથી અને એ મહાપુરુષોના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તેથી મહાપુરુષોના સમાગમ સિવાય આનંદદાયક લાભપ્રસંગ સંસારમાં કોઈપણ પદાર્થ મનુષ્યોને માટે નથી. શ્રીમદ્ ભાગવતમાં સૂતજી કહે છે કે तुलयाम लवेनापि न स्वर्ग नापुनर्भवम् । भगवत्सङ्गिसङ्गम्य मानां किमुताशिषः । ( ૧-૨૮-૨ ) ભગવત્સંગી અર્થાત, નિત્ય ભગવાનની સાથે રહેનારા અનન્ય પ્રેમી ભકતોના ક્ષણમાત્રના સમાગમની સાથે અમે સ્વર્ગ તથા મોક્ષની પણ સરખામણી કરી શકતા નથી, તે પછી મનુષ્યોએ ઈચ્છેલા પદાર્થોની તો વાત જ શી !' - તેથી પોતાનું સમગ્ર જીવન મહાપુરુષોના સમાગમમાં રહેતાં રહેતાં જ ભગવાનનાં નામ, રૂપ, ગુણ, પ્રેમ, પ્રભાવ, રહસ્ય અને તવની અમૃતમય કથાઓ નિરંતર સાંભળવામાં જ ગાળવું જોઈએ અને તે સાંભળી સાંભળીને પ્રેમ અને આનંદમાં મુગ્ધ થતાં થતાં પોતાના મનુષ્ય જીવનને સફળ કરવું જોઈએ. Page #17 -------------------------------------------------------------------------- ________________ કીર્તન ભગવાનનાં નામ, રૂપ, ગુણ, પ્રભાવ, ચરિત્ર, તત્ત્વ અને રહસ્યનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ઉચ્ચારણ કરતાં કરતાં શરીરમાં રોમાંચ થવું, ગળું ભરાઈ આવવું, અશુપાત, હૃદયની પ્રફ લતા, મુગ્ધતા વગેરે થવું એ કીર્તન ભકિતનું રૂપ છે. તે કથા-વ્યાખ્યાનાદિ દ્વારા ભકતની આગળ ભગવાનના પ્રેમપ્રભાવનું વર્ણન કરવું, એકાંતમાં અથવા સમૂહમાં મળીને ભગવાનને હાજરાહજાર સમજીને તેમના નામના ઉપાંશુ જપ અને ઉચ્ચ સ્વરે કીર્તન કરવું, ભગવાનના ગુણ, પ્રભાવ અને ચરિત્ર વગેરેનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ધીરે ધીરે અથવા ઊંચો અવાજે, ઊભા રહીને અથવા બેઠા બેઠા, વાઘ-નૃત્ય સહિત અથવા વાઘ-નૃત્ય વિના બોલવું તથા દિવ્ય સ્તોત્ર અને પદો દ્વારા ભગવાનની સ્તુતિપ્રાર્થના કરવી, એ જ ઉપરોકત ભકિતને પ્રાપ્ત કરવાના પ્રકાર છે. પરંતુ આ બધી ક્રિયાઓ, નામના દસ અપરાધોને દૂર કરીને દંભરહિત અને શુદ્ધ ભાવનાથી સ્વાભાવિકપણે થવી જોઈએ. १ सन्निन्दासति नामवैभवकथा भीशेशयोर्भेदधीरश्रद्धा श्रुतिशास्त्रदेशिकगिरां नाम्न्यर्थवादभ्रमः । नामास्तीति निषिद्धवृत्तिविहितत्यागो हि धर्मान्तरैः साम्यं नाम्नि जपे शिवस्य च हरेर्नामापराधा दश ।। સપુરુષની નિંદા, અશ્રદ્ધાળુઓમાં નામના મહિમા કહે, વિષ્ણુ અને શિવમાં ભેદબુદ્ધિ, વેદ, શાસ્ત્ર અને ગુરુની વાણીમાં અવિશ્વાસ, હરિનામના અર્થવાદને ભ્રમ અર્થાત કેવળ સ્તુતિમાત્ર છે એવી માન્યતા, નામના Page #18 -------------------------------------------------------------------------- ________________ કીર્તન | * * * - - - - - ઉપરોક્ત કીર્તન ભક્તિ પ્રાપ્ત કરીને સૌને ભગવાનમાં અનન્ય પ્રેમ થઈને તેમની પ્રાપ્તિ થાય, એ ઉદ્દેશથી સંસારમાં એનો પ્રચાર કરવો, એ એનું પ્રયોજન છે. કીર્તન ભકિત પણ ઈશ્વર ને મહાપુરુષોની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. તેથી આ બાબતમાં તેમની કૃપા એ જ કારણરૂપ છે; કેમ કે ભગવાનના ભકતો દ્વારા ભગવાનના પ્રેમ, પ્રભાવ, તત્ત્વ અને રહસ્યની વાતો સાંભળવાથી અને શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી ભગવાનમાં શ્રદ્ધા થાય છે અને ત્યારે મનુષ્ય ઉપરોકત ભકિત પ્રાપ્ત કરી શકે છે. તેથી ભગવાન અને તેમના ભકતની દયા મેળવવા માટે તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આ પ્રકારની માત્ર કીર્તન-ભક્તિથી પણ મનુષ્ય પરમાત્માની દયાથી તેમનામાં અનન્ય પ્રેમ કરીને તેમને પ્રાપ્ત કરી શકે છે. ગીતામાં ભગવાને કહ્યું છે કે अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् । साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हि सः ।। क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति । कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति ।। ( ૬-૨-૨ ) * જો કોઈ અતિશય દુરાચારી પણ અનન્ય ભાવથી મારે ભક્ત થઈને મારુ નિરંતર ભજન કરે છે તે તે સાધુ જ માનવા બળથી કરવા યોગ્યને ત્યાગ અને નિષિદ્ધનું આચરણ, અન્ય ધર્મો સાથે નામની તુલના યાને શાસ્ત્રવિહિત કર્મો સાથે નામની તુલના-આ બધા ભગવાન શિવ અને વિષ્ણુના નામજપમાં દસ અપરાધ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ નવધા ભક્તિ યોગ્ય છે કેમ કે તે યથાર્થ નિશ્ચયવાળો છે, અર્થાત તેણે બરાબર નિશ્ચય કરી લીધું છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશું જ નથી. તેથી તે તરત જ ધર્માત્મા બની જાય છે, અને હમેશાં રહેનારી પરમ શાંતિને પામે છે. હે અર્જુન ! તું નિશ્ચયપૂર્વક સત્ય સમજ કે મારે ભકત નાશ પામતા નથી. એટલું જ નહિ, આ કીર્તનભકિતના પ્રચારક તે ભગવાનને સૌથી વધારે પ્રિય છે. ભગવાને ગીતામાં પોતે જ કહ્યું છે કે – . य इदं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति । भक्तिं मयि परां कृत्वा मामेवैष्यंत्यसंशयः । न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः । भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि ॥ (૨૮-૬૮-૬૬) જે પુરુષ મારા ઉપર પ્રેમ રાખીને આ પરમ રહસ્ય. વાળા ગીતશાસ્ત્રને મારા ભકતોને કહેશે અર્થાત નિષ્કામભાવથી પ્રેમપૂર્વક મારા ભકતોને ભણાવશે અને અર્થની સમજૂતી આપી એને પ્રચાર કરી તેમના હૃદયમાં ધારણ કરાવશે, તે નિસંદેહ મને જ પ્રાપ્ત થશે, અને તેનાથી વિશેષ મને અતિશય પ્રિય કાર્ય કરનાર મનુષ્યોમાં કોઈ જ નથી અને આ પૃથ્વીમાં એનાથી વિશેષ મને અત્યંત પ્રિય કોઈ થવાને પણ નથી.” આ જ આ કીર્તનભકિતનું ફળ છે. ભાગવત અને રામાયણ વગેરે બધા ભક્તિના ગ્રંથોમાં ભગવાનનાં માત્ર નામ અને ગુણાના કીર્તનથી સર્વ પાપોને નાશ અને ભગવત પ્રાપ્તિ થાય છે, એમ કહેવું છે. શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે કે Page #20 -------------------------------------------------------------------------- ________________ કીર્તન ब्रह्महा पितृहा गोनो मातहाचार्यहाघवान् । श्वादः पुल्कसको वापि शुद्धयेरन्यस्य कीर्तनात् । . (૬-૨-૮) ‘બ્રાહ્મણનો નાશ કરનાર, પિતૃગાને વાત કરનાર; ગાય, માતા અને ગુને હણનાર એવા પાપી તથા ચાંડાળ રને સ્વેચ્છ જાતિના પણ તેમના કીર્તનથી શુદ્ધ થઈ જાય છે.' संकीत्य मानो भगवाननन्तः श्रुतानुभावो व्यसनं हि पुंसाम् । प्रविश्य चित्तं विधुनोत्यशेष यथा तमोकोऽभ्रमिवातिवातः ।। ( માનીત ૨૨-૧૨-૪૭ ) જે રીતે સૂર્ય અંધકારને, પ્રચંડ વાયુ વાદળને છિન્નભિન્ન કરી નાખે છે, તે જ પ્રમાણે કીર્તન થવાથી વિખ્યાત પ્રભાવવાળા અનંત ભગવાન મનુષ્યોનાં હૃદયમાં પ્રવેશ કરીને તેમનાં સઘળાં પાપોનો અવશ્ય નાશ કરે છે.' અને– आपन्नः संसृति घोरां यन्नाम विवशो गृणन् । ततः सद्यो विमुच्येत यद्बिभेति स्वयं भयम् ।। (માવત –-૧૪) જે પરમાત્માથી ભય પોતે પણ પામે તે પરમાત્માના નામનો વિવશ થઈને પણ ઉચ્ચાર કરવાથી આ ઘોર સંસારમાં પડેલો મનુષ્ય તરત સંસારબંધનથી મુકત થઈ જાય છે.' कलेर्दोषनिधे राजन्नस्ति ह्यको महान्गुणः । कीर्तनादेव कृष्णस्य मुक्तसङ्गः परं व्रजेत् ।। (માવત ૨-૨-૧૨ ) Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ નવધા ભક્તિ હે રાજન ! દોષના ખજાનારૂપ આ કળિયુગમાં એક જ . મહાન ગુણ છે કે ભગવાન કૃષ્ણના કીર્તનથી જ મનુષ્ય આસકિતરહિત થઈને પરમાત્માને પ્રાપ્ત કરે છે.' इत्थं हरेभगवतो रुचिरावतार वीर्याणि बालचरितानि च शन्तमानि । अन्यत्र चेह च श्रुतानि गृणन्मनुष्यो भक्तिं परां परमहंसगतौ लभेत ।। ' (માવત ૨-૨-૨૮ ) આ પ્રમાણે પા ભાગવતમાં અથવા બીજાં બધાં શાસ્ત્રમાં વર્ણવેલ ભગવાન કૃષ્ણના સુંદર અવતારોનાં પરાક્રમોને તથા પરમ મંગલમય બાલચરિતાને કહેતે મનુષ્ય પરમહંસની ગતિસ્વરૂપ ભગવાનની પરાભક્તિને પામે છે. ” अहो वत श्वपचोऽतो गरीयान् ઝિ@ા વતત નામ તુમ ! तेषुस्तपस्ते जुहुवुः सस्नुरार्या ब्रह्मानूचुर्नाम गृणन्ति ये ते॥ ( માવત રૂ-રૂ-૭ ) “રાહઆશ્ચર્યની વાત છે કે જેમની જીભ ઉપર તમારું પવિત્ર નામ રહે છે, તે ચંડાળ પણ શ્રેષ્ઠ છે કેમ કે જે તમારા નામનું કીર્તન કરે છે તે શ્રેષ્ઠ પુરુષોએ તપ, યજ્ઞ, તીર્થસ્થાન અને વેદાધ્યયન વગેરે સર્વ કંઈ કરી લીધું છે.' રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસે પણ કહ્યું છે કે – Page #22 -------------------------------------------------------------------------- ________________ કિીતન નામ સમ જપત અનાયાસા, ભકત હેહિ મંદ મંગલ વાસા. નામ જપત પ્રભુ કીન્હ પ્રસાદુ ભકત શિરોમનિ જે પ્રહલાદૂ. સુમિરિ પવનસુત પાવન નામૂ, અપને બસકરિ રાખેહુ રામૂ. ચહું જુગ તીન કાલ તિહું લોકા, ભયે નામ જપિ જીવ બિકા. કહૈહું કહીં લગિ નામ બડાઈ, રામ ન સકહિ નાગુન ગાઈ. મહર્ષિ પતંજલિ પણ કહે છે– तस्य वाचकः प्रणवः । (યોn૦ -૨૭ ) “ તે પરમાત્માનું નામ કાર છે. ' तजपस्तदर्थभावनम्। (વો –૨૮ ) * તે પરમાત્માના નામના જપ અને તેના અર્થની ભાવના એટલે કે સ્વરૂપનું ચિંતન કરવું.” ततः प्रत्यक् चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च ॥ ' (વો ૨-૨ ) ઉપરોકત સાધનથી સમસ્ત વિનાને નાશ અને પરમાત્માની પ્રાપ્તિ પણ થાય છે. નારદપુરાણમાં પણ કહ્યું છે કે हरेर्नाम हरे म हरेर्नामैव केवलम् । कलौ नास्त्येव नास्त्येव नास्त्येव गतिरन्यथा ॥ ( ૨-૪-૨૧ ) “કળિયુગમાં માત્ર શ્રીહરિનું નામ જ કલ્યાણનું પરમ સાધન છે, એના સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. આ રીતે શાસ્ત્રોમાં વળી વિશેષ પ્રમાણો મળી આવે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ નવધા ભક્તિ આ કીર્તન ભકિતથી, પહેલાંના સમયમાં ઘણા તરી ગયા છે. ઇતિહાસ અને પુરાણોમાં અને રામાયણમાં પણ દૃષ્ટાંત મળી આવે છે. ભગવાનના નામ અને ગુણોના કીર્તનના પ્રતાપથી પહેલાંના સમયમાં નારદ, વાલ્મીકિ, શુકદેવ વગેરે તથા અર્વાચીન સમયમાં ગૌરાંગ મહાપ્રભુ, તુલસીદાસ, સુરદાસ, નાનક, તુકારામ, નરસિંહ, મીરાંબાઈ વગેરે અનેક ભકતો પરમ પદ પામ્યા છે. તેમના જીવનને ઈતિહાસ પ્રખ્યાત જે છે. પરમ ભકતોની વાત જવા દો, જેઓ મહાપાપી હતા તેઓ પણ તરી ગયા છે. શ્રીગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે— અપર અજામિલ ગજ ગનિકાઊ, ભયે મુકત હરિનામ પ્રભાઊ. તેથી જેમ વાદળને જોઈને પપૈયે પાણીને માટે પી પી કરે છે, તે જ પ્રમાણે ભગવાનમાં પરમ પ્રેમ થવાને માટે અને ભગવાનની પ્રાપ્તિ માટે ભગવાનનાં નામ અને ગુણનું કીર્તન કરવાનો હમેશાં તત્પર થઈને સતત પ્રયત્ન કરવો જોઈએ. Page #24 -------------------------------------------------------------------------- ________________ મરણ. પ્રભુનાં નામ, રૂપ, ગુણ, પ્રભાવ, લીલા, તત્ત્વ અને રહસ્ય પૂર્ણ અમૃતમય કથાનું જે શ્રદ્ધા અને પ્રેમપૂર્વક શ્રવણ તથા વાચન કરવામાં આવ્યું છે, તેનું મનન કરવું, અને આ પ્રમાણે મનન કરતાં કરતાં દેહનું ભાન ભૂલી જઈને ભગવાનના સ્વરૂપમાં ધ્ર વજીની પેઠે તલ્લીન થઈ જવું, એ સ્મરણ ભક્તિનું સ્વરૂપ છે બને ત્યાં સુધી એકાન્ત અને પવિત્ર સ્થાનમાં સુખપૂર્વક સ્થિર અને સરળ આસને બેસીને ઈન્દ્રિયોને વિષયોથી વેગળી કરીને કામના અને સંકલ્પનો ત્યાગ કરીને શાન્ત અને વૈરાગ્યયુકત ચિત્તથી અથવા હરતાં ફરતાં, ઊઠતા બેસતાં, ખાતાંપીતાં, ઊંધતાં, સર્વ કામ કરતાં કરતાં પણ સ્વાભાવિક, શુદ્ધ અને સરળ ભાવથી સગુણ નિર્ગુણ, સાકાર–નિરાકારના તત્ત્વને જાણીને ગુણ અને પ્રભાવ ૧ શ્રીમદ્ ભાગવતમાં સગુણ સાકારનું ધ્યાન કરવાને આ પણ એક પ્રકાર છે समं प्रशान्तं सुमुर्ख दीर्घचार चतुर्भुजम् । सुचारु सुन्दरग्रीवं सुकपोलं शुचिस्मितम् ॥ समानकर्णविन्यस्तस्फुरन्मकरकुण्डलम् । हेमाम्बरं घनश्याम श्रेवत्सश्रीनिकेतनम् ।। शङ्खचक्रगदापद्मवनमालाविभूषितम् । नूपुरैर्विलसत्पादं कौस्तुभप्रभया युतम् ॥ सर्वाङ्गसुन्दरं हृद्यं प्रसादसुमुखेक्षणम् ॥ सुकुमारमभिध्यायेत्सर्वाङ्गेषु मनो दधत् ।। ( ૨-૪-૨૮-૪ર ) જે સમ છે,પ્રશાંત છે, જેમનું મુખ સુંદર છે, જેમને લાંબા લાંબા ચાર હાથ છે, જેમનો કંઠ અતિ સુંદર છે, જે સુંદર ગાલવાળા છે, જેમનું હાસ્ય ઉજજવળ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નવધા ભક્તિ પૂર્વક ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું, ભગવાનના નામનું મનથી સ્મરણ કરવું, ભગવાનની લીલાઓનું સ્મરણ કરીને મુગ્ધ થવું, ભગવાનના તત્ત્વ અને રહસ્યોને જાણવા માટે તેમના ગુણ, પ્રભાવનું ચિંતન કરવું; તથા દિવ્ય સ્તોત્રથી અને પદોથી મનન વડે સ્તુતિ અને પ્રાર્થના કરવી. આ રીતે સ્મરણના ઘણા પ્રકારો શાસ્ત્રોમાં બતાવેલા છે. - પ્રભુમાં અનન્ય પ્રેમ થઈને તેની પ્રાપ્તિ થવી એ એનો ઉદ્દેશ્ય છે. પ્રેમી ભકતો વડે કરાતાં નામ, જપ, રૂપ, ગુણ, પ્રભાવ વગેરની રામૃતમયી કથાનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક શ્રવણ કરવું. ભગવાન વિષેનાં ધાર્મિક પુસ્તકોનું વાચન-મનન કરવું. ભગવાનના નામના જપ અને કીર્તન કરવાં, ભગવાનનાં પદ અને સ્તોત્ર વડે અથવા કોઈ પણ પ્રકારે ધ્યાનને માટે કરુણાભાવથી સ્તુતિ - પ્રાર્થના કરવી તથા ભગવાન અને મહાપુરુષોની આજ્ઞાનું પાલન કરવું વગેરે ઉપરોક્ત સ્મરણભકિત પ્રાપ્ત કરવાના ઉપાય છે. ઉપર બતાવેલી માત્ર સ્મરણભકિતથી પણ સમસ્ત પાપ, છે. જેમણે કાનોમાં ચકચકિત મગરના જેવી આકૃતિવાળાં કુંડળ ધારણ કરેલાં છે, જેમને રંગ વાદળ જેવો શ્યામ છે. જેમણે પીતાંબર પહેરેલું છે. જેમના હૃદયમાં શ્રીવત્સ અને લક્ષ્મીજીનું ચિહ્ન છે, જે શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલાથી વિભૂષિત છે, જેમનાં ચરણે નૂપુરોથી સુશોભિત છે, જે કૌસ્તુભમણિની કાંતિવાળા છે. જેઓ સુંદર મુગટ, કડાં, કંદેરો અને બાજુબંધવાળા છે, જેમનાં બધાં જ અંગ સુંદર છે, જેઓ મનોહર છે, કૃપાભર્યા મુખ-નેત્રવાળા છે, તેવા સુકુમાર ભગવાનનાં અંગમાં મનને જીને યોગ્ય પ્રકારે ધ્યાન કરવું. Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ વિદન, અવગુણ અને દુઃખોનો અત્યંત અભાવ થાય છે. ભગવદ્ સ્મરણ દ્વારા મનુષ્ય જે કંઈ ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે. ભગવદ્ પ્રાપ્તિરૂપ પરમ શાંતિની પ્રાપ્તિ પણ આનાથી ઘણી જલદી અને સહેલાઈથી થઈ જાય છે. શ્રુતિ–મૃતિ, ઈતિહાસ, પુરાણ, સંતમહાત્મા સૌએ એક સ્વરે ભગવસ્મરણ(ધ્યાન)નો ઘણો મહિમા ગાયો છે. કઠોપનિષદમાં કહ્યું છે કે एतद्धथेवाक्षरं ब्रह्म एतद्धयेवाक्षरं परम् ।। एतद्धथेवाक्षरं ज्ञात्वा यो यदिच्छति तस्य तत् ॥ (૨-) ‘આ કાર અક્ષર જ બ્રહ્મ છે, એ જ પરબ્રહ્મ છે, આ જ કારરૂપ અક્ષરને જાણીને (ઉપાસના કરીને જે મનુષ્ય જે વસ્તુને ઈચ્છે છે, તેને તે જ મળે છે.” સંધ્યોપાસના વિધિની શરૂઆતમાં લખ્યું છે કેअपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा।। यः स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरः शुचिः॥ | ‘અપવિત્ર કે પવિત્ર ગમે તે અવસ્થામાં ભલે તે છે, જે પુરુષ ભગવાન પુંડરીકાક્ષનું સ્મરણ કરે છે, તે બહાર અને અંદરથી શુદ્ધ થઈ જાય છે. શ્રીમદ્ ભગવદગીતામાં ભગવાને કહ્યું છે કે यो मां पश्यति सर्वत्र सर्व च मयि पश्यति । तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥ ( ૬-૩૦ ). અર્થાત જે પુરુષ સમસ્ત ભૂતોમાં સૌના આત્મારૂપ મને Page #27 -------------------------------------------------------------------------- ________________ નવધા ભક્તિ વાસુદેવને જ વ્યાપી રહેલ જુએ છે અને સમસ્ત ભૂતોને મારી વાસુદેવની અંદર જુએ છે, તેને માટે હું અદૃશ્ય નથી રહેતો અને તે મારે માટે અદૃશ્ય રહેતો નથી.' तस्मात्सर्वेषु व्यालेषु मामनुस्मर युध्य च। मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम् ॥ अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना। परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् ॥ તેથી હે અન! તું સર્વ સમયે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારામાં અર્પણ કરેલાં મનબુદ્ધિવાળો થઈને અવશ્ય તું મને જ પામીશ. નિયમ છે કે પરમે. શ્વરના ધ્યાનના અભ્યાસરૂપ યોગવાળો બીજી તરફ ન ભટકનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો પુરુષ પરમ પ્રકાશરૂપ દિવ્ય પુરુષને અર્થાત પરમેશ્વરને જ પ્રાપ્ત થાય છે.' अनन्यचेताः सततं यो मां स्मरति नित्यशः। ' तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः॥ ( તા ૮- ૨૪ ). “હે અન! જે પુરુષ મારામાં અનન્ય ચિરા વડે સ્થિર રહીને હમેશાં મારું સ્મરણ કરે છે, તે નિરંતર મારામાં તલ્લીન થયેલા યોગીને માટે હું સુલભ છું અર્થાત સહેજે જ પ્રાપ્ત થાઉં છું.” अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते । तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ।। (તા૧-૨ ) : “જે અનન્ય ભાવથી મારામાં સ્થિર થયેલા ભકતજનો મને Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામભાવથી મારી ઉપાસના કરે છે, તે હમેશાં મારામાં રહેનારા પુરુષોનું યોગક્ષેમ હું પોતે જ ઉપાડી લઉં છું.' ये तु सर्वाणि कर्माणि मयि संन्यस्य मत्परः। अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥ तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् । भवामि न चिरात्पार्थ मय्यावेशितचेतसाम् ।। मय्येव मन आधत्स्व मयि बुद्धि निवेशय । निवसिष्यसि मय्येव अत ऊर्च न संशयः ।। (નૌતા ૨૨, ૬-૮) “અને જે મારે પરાયણ થયેલા ભકતો સમસ્ત કર્મોને કાર્યોને મારામાં અર્પણ કરીને મને સગુણરૂપ પરમેશ્વરને જ તેલની ધારની પેઠે અનન્ય ધ્યાનયોગથી નિરંતર ચિંતન કરતા મારી ઉપાસના કરે છે, તે મારામાં ચિત્ત લગાડનારા પ્રેમી ભક્તોનો હું તરત જ મૃત્યરૂપી સંસારસમુદ્રમાંથી ઉદ્ધાર કરનારો થાઉં છું. તેથી હે અજુન ! તું મારામાં મન લગાંડ અને મારામાં જ બુદ્ધિને જોડ. આથી તું મારામાં જ નિવાસ કરશે અર્થાત મને જ પામશે, એમાં કંઈ જ શંકા નથી.' चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्परः । बद्रियोगमपाश्रित्य मञ्चित्तः सततं भव ॥ मचित्तः सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि । (ગીતા ૨૮, ૧૭- ૧૮) હે અન! તું સર્વ કર્મોને મનથી મારામાં અર્પણ કરીને Page #29 -------------------------------------------------------------------------- ________________ નવધા ભક્તિ મારે પરાયણ થઈને સમત્વ ખુદ્ધિરૂપ નિષ્કામ કર્મયોગનું અવલંખન કરીને નિરંતર મારામાં ચિત્તાવાળા થા. આ પ્રમાણે મારામાં નિરંતર ચિત્તવાળા થઈને મારી કૃપાથી જન્મમૃત્યુ વગેરે સર્વ સંકટોને અનાયાસે જ તરી જશે. > २८ શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે— कीटः पेशंस्कृता रुद्धः कुडघायां तमनुस्मरन् । संरम्भभययोगेन विन्दते विन्दते तत्सरूपताम् ॥ एवं कृष्णे भगवति मायामनुज ईश्वरे । वैरेण पूतपाप्मानस्तमीयुरनुचिन्तया || कामाद् द्वेषाद्भयात्स्नेहाद्यथा भक्त्येश्वरे मनः । आवेश्य तदयं हित्वा बहवस्तद्गतिं गताः ॥ ( ૭-૨, ૨૭-૨૨ ) < Ο જેમ દીવાલ ઉપર ભમરાએ ઘેરી લીધેલા કીડો ભમરાના ક્રોધના ભયથી તેનું સ્મરણ કરતો કરતો ભમરા જેવો જ ખની જાય છે, તે જ પ્રમાણે માયાથી મનુષ્યરૂપ ધારણ કરાવનારા પરમેશ્વર ભગવાન શ્રીકૃષ્ણનું વેરભાવથી વારંવાર ચિંતન કરતાં કરતાં ઘણા લોકો નિષ્પાપ થઈને તેમને પ્રાપ્ત કરી ગયા છે. આ જ પ્રમાણે, કામ, દ્વેષ, ભય, સ્નેહ તથા ભકિતથી ઈશ્વરમાં મન જોડીને ધણાયે સાધકો પાપરહિત થઈને પરમ પદને પામી ચૂકયા છે.' शृण्वन् गृणन् संस्मरयंश्च चिन्तयन् नामानि रूपाणि च मङ्गलानि ते । Page #30 -------------------------------------------------------------------------- ________________ NA સ્મરણ ર૯ क्रियासु यस्त्वच्चरणारविन्दयोराविष्टचेता न भवाय कल्पते ।। ( માવંત ૨—૨, રૂ૭ ) " જે પુરુષ બધી જ ક્રિયા કરતી વખતે આપના મંગળમય રૂપ તથા નામોનું શ્રવણ, કથન, સ્મરણ અને ચિંતન કરતો આપનાં ચરણકમળમાં ધ્યાન રાખે છે, તે ફરીથી સંસારમાં આવતો નથી.’ विषयान् ध्यायतश्चित्तं विषयेषु विषजते । मामनुस्मरश्चित्तं मय्येव प्रविलीयते ।। (માવત ૨૨–૧૪, ૨૭ ) “વિષય—ચિતન કરનારનું મન વિષયોમાં આસક્ત થાય છે અને મારું વારંવાર સ્મરણ કરનારનું મન મારામાં જ લવલીન થઈ જાય છે.' अविस्मृतिः कृष्णपदारविन्दयोः क्षिणोत्यभद्राणि शमं तनोति च । । सत्त्वस्य शुद्धिं परमात्मभक्ति ज्ञानं च विज्ञानविरागयुक्तम् ।। (માવત ૨૨-૧૨, ૧૪) “શ્રીકૃષ્ણચંદ્ર મહારાજનાં ચરણકમળનું સ્મરણ સર્વ પાપોનો નાશ કરે છે, તથા અંત:કરણની શુદ્ધિ પરમાત્મામાં ભકિત જ્ઞાનવૈરાગ્ય સહિત જ્ઞાન અને શાંતિનો વધારો કરે છે.' શ્રી વિષ્ણુસહનામની શરૂઆતમાં કહ્યું છે કે— Page #31 -------------------------------------------------------------------------- ________________ - નવધા ભક્તિ यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् । विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॥ - જેમના સ્મરણમાત્રથી મનુષ્ય જન્મરૂપી સંસારબંધનથી મુક્ત થઈ જાય છે સંસારને ઉત્પન્ન કરનાર એ વિષ્ણુને નમસ્કાર છે.” શ્રી તુલસીકૃત રામાયણમાં સુતીણની સ્મરણભકિત વખાણવા જેવી છે. સુતીણ ભગવાનના પ્રેમમાં મગ્ન થઈને મનોમન ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કહે છે કે– સે પરમપ્રિય અતિ પાતકી જિન્હ બહુ પ્રભુ સમરિન કર્યો, તે અંજુ મેં નિજ નયન દેખ પૂરિ પુલકિત હિત ભર્યો. જે પદસરોજ અનેક યુનિ કરિ ધ્યાન કબહુંક પવહીં; તે રામ શ્રીરઘુવંશમણિ પ્રભુ પ્રેમતે સુખ પાવહીં. આગળ જતાં ભગવાનના ધ્યાનમાં રોવા તો મસ્ત બની ગયા કે તેમને પોતાના તન-મનનું ભાન પણ રહ્યું નહિ. મુનિ મગ મહી અચલ હોઈ વૈસા, પુલક શરીર પનસફલ જૈસા. એટલું જ નહિ, ભગવાનનાં દર્શન થયા પછી પણ એ જ વરદાન માગ્યું કે, હે નાથ ! મારા હૃદયમાં આપ નિરંતર વાસ કરો.” અનુજ જાનકી સહિત પ્રભુ, ચાપ, બાણ ધર રામ, મમ હિય ગગન ઇંદુ ઈવ, બસહુ સદા નિષ્કામ. આથી એ જ સિદ્ધ થાય છે કે સુતીક્ષ્ણને ભગવાનનું ધ્યાન ઘણું જ વહાલું હતું. આ જ પ્રમાણે, સ્મરણ કરનારા ભકતોનાં શાસ્ત્રોમાં ઘણાયે નામ આવે છે. પરંતુ અહીં કેટલાક ભક્તોનાં નામ માત્ર જ રમાપવામાં આવે છે. જેમ કે, સનકાદિ, ધ્રુવ, ભીષ્મ, કુંતી વગેરે સ્મરણભકિતથી જ પરમ પદને પામ્યા Page #32 -------------------------------------------------------------------------- ________________ સ્મરણ ૩૧ છે. આ સિવાય નીચ જાતિવાળી ભીલડી અને જટાયુ પક્ષી પણ ભગવસ્મરણથી પરમ ગતિને પામ્યાં છે. ગુણ, પ્રભાવ અને પ્રેમપૂર્વક ભગવાનના સ્વરૂપના ધ્યાન જેવું આ સંસારમાં તરત ઉદ્ધાર કરનાર બીજું કોઈ પણ સાધન નથી. લગભગ બધાં સાધનોનું ફળ ભગવસ્મરણ છે. તેથી પોતાનું સમસ્ત જીવન ઉપરોકત પ્રકારે ભગવત –ચિંતનમાં ગાળવાનો કમર કસીને પ્રયત્ન કરવો જોઈએ. શ્રી કબીરદાસજીએ પણ કહ્યું છે કે– સુમિરનર્સે મન લાઈયે, જૈસે દીપ પતંગ, પ્રાન તજે છિન એક મેં, જાત ન મોડે અંગ. સુમિરનમેં મન લાઈ, જૈસે કીટ ભિરંગ, કબીર બિસારે આપકો, હોય જાય તેહિ રંગ. તેથી ભગવત પ્રાપ્તિની ઈચ્છાવાળા સાધકે પુરુષે સર્વ કાર્ય કરતાં છતાં જેમ કાચબો પોતાનાં ઈંડાંનું, ગાય વાછરડાનું, કામી સ્ત્રીનું, લોભી ધનનું, નદી પોતાનાં ચરણોનું અને મોટર ચલાવનારો રસ્તાનું ધ્યાન રાખે છે, તે જ પ્રમાણે પરમાત્માનું ધ્યાન રાખવું જોઈએ. Page #33 -------------------------------------------------------------------------- ________________ પાદસેવન - | सश्चिन्तयेद्भगवतश्चरणारविन्दं वजाङ्कुशध्वजसरोरुहलाञ्छनाट्यम् । उत्तुङ्गरक्तविलसन्नखचक्रवाल ___ ज्योत्स्नाभिराहतमहहृदयान्धकारम् ॥ यच्छौचनिःसृतसरित्प्रवरोदकेन तीर्थेन मूर्ध्यधिकृतेन शिवः शिवोऽभूत् । ध्यातुर्मनःशमलशैलनिसृष्टवज्र ध्यायेचिरं भगवतश्चरणारविन्दम् ॥ ( મારવત –૨૮–૨૧-૨૨) ‘જે, વજ અંકુશ, ધજા અને કમળ વગેરે ચિહનોવાળા છે, જેમના શોભાયમાન, લાલ રંગના ઉન્નત નખોનું તેજ ભક્તોના હૃદયના મહાન રાંધકારનો પૂરેપૂરો નાશ કરી દે છે. શ્રી ભગ વાનનાં એ ચરણકમળનું અત્યંત પ્રેમથી ચિતન કરવું જોઈએ કે જેમનાં ચરણો ધોઈને નીકળેલ ગંગાજીના પવિત્ર જળને મસ્તકે ધારણ કરીને શિવે શિવત્વ પ્રાપ્ત કર્યું છે, અને જે ધ્યાન કરનારા પુરુષોના અંતઃકરણમાં રહેનારા પાપરૂપ પહાડોને માટે ઈદ્રો છોડેલા વજી સમાન છે, અર્થાત, જેમના ધ્યાનથી પાપના ઢગલાઓ નાશ પામી જાય છે. ભગવાનનાં એ ચરણકમળોનું અનંત કાળ સુધી ચિતન કરવું જોઈએ.’ શ્રી ભગવાનના દિવ્ય મંગળમય સ્વરૂપની ધાતુ વગેરેની મૂર્તિ, છબી અથવા માનસમૂર્તિનાં મનોહર ચરણોનું શ્રદ્ધાપૂર્વક Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પાદસેવન દર્શન, ચિંતન, પૂજન અને સેવન કરતાં કરતાં ભગવલ્હેમમાં તન્મય થઈ જવું એ જે “પાદસેવન” કહેવાય છે. વારંવાર પતૃપ્ત નયનોથી ભગવાનનાં ચરણકમળોનું દર્શન કરવું, ભગવચ્ચરણોનું પૂજન અને સેવન કરવું તથા ચરણોદક લેવું, મતથી ભગવચ્ચરણોનું ચિંતનપૂજન કરવું, ભગવાનની ચરણપાદુકાઓનું હાથ વડે પૂજન અને મનથી ચિંતન તથા પૂજન કરવું, ભગવાનની ચરણરજને મન દઈને મસ્તકે ધારણ કરવી, હૃદયે લગાડવી, ભગવાનનાં ચરણોના સ્પર્શ કરેલા શય્યાસન વગેરેને તીર્થથી વિશેષ સમજીને તેનું માન સાચવવું; અયોધ્યા, ચિત્રકૂટ, વૃંદાવન, મથુરા વગેરે સ્થાનોને, જ્યાં જ્યાં ભગવાનનો અવતાર અથવા પ્રાકટય થયું છે અથવા જ્યાં જ્યાં ભગવાનનાં પગલાં પડ્યાં છે, તે તે સ્થાનોને પરમ તીર્થ સમજીને ત્યાંની રજને ભગવાન ની ચરણાલિ સમજીને મસ્તકે ધારણ કરવી અને શ્રી ગંગાજીના જળને ભગવાનનું ચરણોદક સમજીને પ્રણામ -પૂજન, સ્નાનપાનાદિ વડે તેમનું સેવન કરવું વગેરે બધા પાદસેવન’ ભક્તિના જ ભિન્ન ભિન્ન પ્રકાર છે. મમતા, અહંકાર અને અભિમાન વગેરેનો નાશ થઈને પ્રભુનાં ચરણોમાં અનન્ય પ્રેમની પ્રાપ્તિ થવાના ઉદ્દેશ્યથી પાદસેવન ભકિત કરવામાં આવે છે. ભગવાનના અનન્ય ભકતોનો સંગ કરવાથી ભગવાનની ચરણસેવાનું તત્ત્વ, રહસ્ય અને પ્રભાવ સાંભળવાનો મળે છે, તેનાથી શ્રદ્ધા પ્રાપ્ત થાય છે અને ત્યારે જ આ ભકિત પ્રાપ્ત થાય છે. માત્ર પાદસેવન ભકિતથી પણ મનુષ્યના બધા દુરાચાર, Page #35 -------------------------------------------------------------------------- ________________ નવધા ભક્તિ દુર્ગુણ અને દુઃખ પૂરેપૂરાં દૂર થઈ જાય છે અને ભગવાનમાં સહેલાઈથી જ અતિશય શ્રદ્ધા અને પ્રેમ થઈને તેને આત્યન્તિક પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. તેને માટે કંઈ પણ દુર્લભ રહેતું નથી. શાસ્ત્ર અને મહાત્માઓએ પાદસેવન ભકિતનો ઘણો મહિમા ગાય છે. શ્રી શંકરાચાર્ય કહે છે કે ભગવાનનાં ચરણકમળરૂપી નૌક જ સંસારસાગરમાંથી પાર ઉતારનાર છે: अपारसंसारसमुद्रमध्ये માતો સર મિસ્તિો गुरो कृपालो कृपया वदैतद् विश्वेशपादाम्बुजदीर्घनौका ॥ શિષ્ય : “હે કૃપાળુ ગુરુદેવ! આપ કૃપા કરીને બતાવો કે આ અપાર સંસારરૂપી સમુદ્રમાં મુજ ડૂબતાનું આશ્રયસ્થાન ગુરુ : “ભગવાન વિશ્વેશ્વરનાં ચરણકમળરૂપી વહાંણ જ એક માત્ર આશ્રયસ્થાન છે.' ભગવાનનાં ચરણોનું પાન કરવાથી અને તેને મસ્તકે ધારણ કરવાથી પણ કલ્યાણ થાય છે. ભગવાન શ્રી રામચંદ્રજીનું ચરણામૃત પીને તેમને નૌકામાં પાર લઈ જતી વખતના પ્રસંગમાં એ હોડીવાળાનો મહિમા ગાતાં શ્રી તુલસીદાસજી કહે છે કે – પગ પખારિ જલ-પાન કરિ, આપુ સહિત પરિવાર, પિતર પાર કર પ્રભુતિ પુનિ, મુદિત ગયઉ લે પાર. - નિત્ય નિરંતર પ્રભુનાં ચરણોનું દર્શન અને સેવન કરીને પળે પળે કેવી રીતે આનંદ અનુભવવો જોઈએ તેનો આદર્શ શ્રી સીતાજી છે. વનગમન સમયે તેઓ ભગવાનને કહે છે– Page #36 -------------------------------------------------------------------------- ________________ પાદસેવન છિનું છિનું પ્રભુ-પદ-કમલ બિલકી. રહિહહે મુદિત દિવસ મિ કોકી, મોહિ મગ ચલત ન હાઈહી હારી, છિનું છિનુ ચરન સરોજ નિહારી. પાય પખારી બૈઠી તરુ છાંહી, - કરિહલે વધુ મુદિત મન માં હી. સંમ મહિ તનતરુપલ્લવ વસી, પાયલેટિહિ સબ નિસિ દાસી. ભગવાન શ્રીરામનાં ચરણચિહ્ન, ચરણરજ અને ચરણપાદુકાનાં દર્શન તથા સેવનથી ભરતજીને કેટલે આનંદ પ્રાપ્ત થાય છે અને તેમની કેવી પ્રેમતન્મય દશા થઈ જાય છે, તે ભગવાન શિવના શબ્દોમાં સાંભળો : स तत्र वज्राङ्कुशवारिजाश्चित હર્શ રામા મુવતિમ- * न्यचेष्टयत्पादरजःसु सानुजः ॥ अहो सुधन्योऽहममूनि राम पादारविन्दाङ्कितभूतलानि। पश्यामि यत्पादरजो विमृग्यं ત્રહ્મા િશ્રુતિમિલ નિત્યમ્ II ( યથાનમાળ ૨-૬-૨-૨ ) ‘ત્યાં તેમણે બધી બાજુએ શ્રી રામચંદ્રજીનાં વજી, અંકુશ, કમળ અને ધજા વગેરેનાં ચિહ્નોથી સુશોભિત તથા પૃથ્વીને માટે અતિ મંગલમય ચરણચિહ્નો જોયાં. તેમને જોઈને ભાઈ શગુને Page #37 -------------------------------------------------------------------------- ________________ નવધા ભક્તિ ની સાથે તેઓ એ ચરણોમાં આળોટવા લાગ્યા અને મનોમન કહેવા લાગ્યા કે—અહો ! હું પરમ ધન્યભાગી છું કે આજે ભગવાન રામચંદ્રજીનાં ચરણકમળોનાં ચિહ્નોથી શણગારાયેલી ભૂમિને હું જોઈ રહ્યો છું, જેમની ચરણરજની બ્રહ્માદિ દેવતા અને શ્રુતિરો પણ હમેશાં શોધ કર્યા કરે છે.' સંત તુલસીદાસજી કહે છે કે: રજ સિર ધરિ હિય-નયન લાવહિં, - રઘુવરમલન સરિસ સુખ પાવહિં. નિત પૂજત પ્રભુ-પાંવરી, પ્રીતિ ન હૃદયે સમાતિ, માગ માગ આયસુ કરત રાજકાજ બહુ ભાંતિ. અહલ્યા ભગવાનની ચરણરજ પામીને કૃતાર્થ બની જાય છે અને કહે છે કે : अहो कृतार्थास्मि जगन्निवास ते. ___ पादाब्जसंलग्नरजःकणादहम् । स्पृशामि यत्पद्मजशङ्करादीभिविमृग्यते रन्धितमानसैः सदा ॥ (મ. ૦૨-૬, ૪૨ ) હે જગનિવાસ ! આપનાં ચરણકમળોમાં લાગેલી રજનો સ્પર્શ થતાં આજે હું કૃતાર્થ થઈ ગઈ. અહો ! આપનાં જે ચરણકમળોને બ્રહ્મા, શંકર વગેરે હમેશાં ચિત્ત દઈને શોધ્યા કરે છે, આજે હું તેનો સ્પર્શ કરી રહી છું.' " ભગવાનનાં ચરણોનો આશ્રય લેવાથી મનુષ્યના સર્વ દેશેતો નાશ થાય છે, તેની સઘળી વિપત્તિઓ ટળી જાય છે અને Page #38 -------------------------------------------------------------------------- ________________ પાદસેવન તે ગોપદની પેઠે સંસારસાગર તરી જાય છે. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે: तावद्भयं द्रविणगेहसुनिमित्त શોવ છુ પરિમવો વિપુલ મા " तावन्ममेत्यसदवग्रह आतिमूलं यावन तेऽझिमभयं प्रवृणीत लोकः॥ ( રૂ-૧, ૬ ) હે પ્રભો ! જ્યાં સુધી લોક તમારાં અભય ચરણકમળનો સાચા હૃદયથી આશરો લેતા નથી, ત્યાં સુધી ધન, ઘર, મિત્ર વગેરેને નિમિત્તો ભય, શોક, સ્પૃહા, પરાજય અને મહાન લાભ એ બધું થાય છે અને ત્યાં સુધી સમસ્ત દુ:ખોનું મૂળ આ મારું છે એવી જૂઠી ધારણા રહે છે. અર્થાત ભગવાનનાં ચરશોનું શરણ–પાશ્રય લીધા પછી આ બધું નાશ પામી જાય છે.' समाश्रिता ये पदपल्लवप्लवं __ महत्पदं पुण्ययशो मुसरे। भवाम्बुधिर्वत्सपदं परं पदं पदं पदं यद्विपदां न तेषाम् ।। (માવિત ૨૦-૨૪, ૧૮ ) જેમણે સંતોના આશ્રયસ્થાન, પવિત્ર યશવાળા ભગવાન નાં ચરણકમળરૂપી વહાણનો આશરો લીધો છે, તેને માટે સંસાર વાછરડાંને પગલા જેવો બની જાય છે તેને પગલે પગલે પરમ પદ પ્રાપ્ત છે, તેથી કદી પણ તેને વિપત્તિઓનાં દર્શન થતાં નથી.” त्वय्यम्बुजाक्षाखिलसत्त्वधाग्नि समाधिनावेशितचेतसके। Page #39 -------------------------------------------------------------------------- ________________ નવધા ભક્તિ. स्वत्पादपोतेन महत्कृतेन कुर्वन्ति गोवत्सपदं भवाब्धिम् ॥ ( માવતo ૦-૨, શ્૰ ) ‘હે કમલનયન! કેટલાયે સંતો સંપૂર્ણ સત્ત્વના ધામ તમારામાં સમાધિ વડે પોતાનું ચિત્તા તલ્લીન કરીને મહાત્માઓએ અનુભવેલાં તમારાં ચરણકમળાનું વહાણુ ખનાવીને સંસારસાગરને ઘણી સહેલાઈથી તરી ગયા છે. ' ૩૮ ભગવાનની ચરણરજતે શરણે થયેલા પ્રેમી ભકત તો સ્વર્ગ વગેરેની વાત જ શું, મેક્ષનો પણ તિરસ્કાર કરીને ચરણરજતા સેવનમાં જ મસ્ત રહેવા ઈચ્છે છે. નાગપત્નીઓ કહે છે કે न नाकपृष्ठं न च सार्वभौमं न पारमेष्ठ्यं न रसाधिपत्यम् । न योगसिद्धीर पुनर्भवं वा वाञ्छन्ति यत्पादरजः प्रपन्नाः ॥ ( માપવત ૨૦-૨૬, ૨૭ ) ‘આપની ચરણરજનું શરણ લેનારા ભકતો નથી તો સ્વર્ગ ઈચ્છતા, નથી તો ચક્રવર્તીપદ, બ્રહ્મપદ, સમસ્ત પૃથ્વીનું સ્વામિત્વ કે યોગસિદ્ધિઓ ઇચ્છતા; વધારે શું કહેવું? તેઓ મેક્ષપદની પણ ઇચ્છા કરતાં નથી.' ભગવાનની માત્ર પાદસેવન ભકિતથી જ ભગવાનનો અનન્ય પ્રેમ પ્રાપ્ત કરનારા અનેક ભકતોનું શાસ્ત્રોમાં વર્ણન આવે છે. તેથી ભગવાનનાં પવિત્ર ચરણોમાં શ્રદ્ધાપૂર્વક મન જોડીને તેમનું નિત્ય સેવન કરવું જોઈએ. Page #40 -------------------------------------------------------------------------- ________________ અર્ચન श्रीविष्णोरचं ये तु प्रकुर्वन्ति नरा भुवि । ते यान्ति शाश्वतं विष्णोरानन्दं परमं पदम् ॥ ( વિ ) જે લોકો આ સંસારમાં શ્રીભગવાનની ચર્ચા–પૂજા કરે છે, તેઓ શ્રીભગવાનના અવિનાશી આનંદસ્વરૂપ પરમ પદને પ્રાપ્ત થાય છે. ભગવાનના ભકતો પાસેથી સાંભળેલા, શાસ્ત્રોમાં વાંચેલા, ધાતુ વગેરેથી બનેલી મૂર્તિ અથવા ચિત્રના રૂપમાં જોયેલા, પોતાના મનને ગમતા કોઈ પણ ભગવાનના સ્વરૂપનું બાહ્ય સામગ્રીઓથી, ભગવાનના કોઈ પણ પોતાને પ્રિય સ્વરૂપની માનસિક મૂર્તિ બનાવીને માનસિક સામગ્રીઓથી અથવા સમસ્ત ભૂત પ્રાણીઓમાં પરમાત્માને રહેલા જોઈને સૌ આદરસત્કાર કરતા રહીને યથાયોગ્ય વિવિધ ઉપચારોથી શ્રદ્ધાભકિતપૂર્વક તેમનું સેવન– પૂજન કરવું અને તેમના તત્ત્વ, રહસ્ય તથા પ્રભાવને સમજી સમઅને પ્રેમમાં મુગ્ધ થવું એ અર્ચન ભક્તિ છે. ( પત્ર, પુષ્પ, ચંદન વગેરે સાત્ત્વિક, પવિત્ર અને ન્યાયપાર્જિત દ્રવ્યો વડે ભગવાનની પ્રતિમાનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું, ભગવાનની પ્રીતિને માટે શાસ્ત્રોક્ત યજ્ઞાદિ કરવા, સૌને ભગવાનનું સ્વરૂપ સમજીને પોતાના વર્ણાશ્રમ અનુસાર તેની યથાયોગ્ય સેવા કરવી તથા સત્કાર, માન, પૂજા વગેરેથી સંતોષ પામવો, અને દુઃખી, અનાથ, અપંગ, પીડિત પ્રાણીઓમાં –ભૂખ્યાંની અન્નથી, તરસ્યાંની જળથી, વસ્ત્ર વિનાનાંઓની વસ્ત્ર વગેરેથી, રોગીઓની દવા વગેરેથી, અનાથોની આશ્રયદાનથી જરૂર પ્રમાણે યથાશક્તિ શ્રદ્ધા અને સત્કારપૂર્વક સૌને ભગવાન સ્વરૂપ સમજીને ભગવપ્રેમ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ . નવધા ભક્તિ ને ખાતર સેવા કરવી વગેરે બધા ભગવાનની બાહ્ય પૂજાના પ્રકાર છે. શાસ્ત્રોમાં વર્ણવેલા, પોતાના ચિત્તાને અનાયાસે જ આકfણ કરનાર ભગવાનના કોઈ પણ અલૌકિક રૂપલાવયુક્ત, અનંત સૌંદમાધુર્યમય પરમ તેજસ્વી સ્વરૂપનું પ્રત્યેક અવયવ, વસ્ત્રાભૂષણ, આયુધ વગેરેવાળું અને હાથપગનાં મંગળ ચિહ્નો સહિત મન વડે ચિંતન કરીને આહલાદપૂર્વક મનમાં તેનું આવાહન, સ્થાપન અને વિવિધ પ્રકારની માનસિક સામગ્રીઓ વડે અત્યંત શ્રદ્ધા અને પ્રેમપૂર્વક પૂજન કરવું એ માનસપૂજાનો પ્રકાર છે. ભગવાનમાં અનન્ય પ્રેમવાળા થઈને તેમની પ્રાપ્તિ થાય ઉદ્દેશ્યથી પમ શ્રદ્ધાપૂર્વક પોતે આચરણ કરવાનું અથવા કરાવવાનું આનું પ્રયોજન છે. * આનભકિતનું સ્વરૂપ અને તત્ત્વ જાણવા માટે ભગવાનના પરમ પ્રેમી ભકતોનો સમાગમ અને સેવન કરવું જોઈએ. ઉપરોક્ત પ્રકારથી ભગવાનની ભકિત કરવાથી મનુષ્ય જે કંઈ ઈચ્છે છે, તે તેને મળી જાય છે અને સહેજે જ તેને ભગવાનની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે કે स्वर्गापवर्गयोः पुंसां रसायां भुवि संपदाम् । । सर्वासामपि सिद्धोनां मूलं तच्चरणार्चनम् ॥ (૨૦–૮૨, ૨૧ ) શ્રી ભગવાનનાં ચરણોનું અર્ચન—પૂજન કરવું એ જીવોના સ્વર્ગ અને મેક્ષનું તેમ જ મૃત્યુલોક અને પાતાળલોકમાં રહેનારી સર્વ સંપત્તિઓનું અને સંપૂર્ણ સિદ્ધિઓનું પણ મૂળ છે.” પોતપોતાનાં કર્મો દ્વારા ભગવાનની પૂજાથી ભગવસ્ત્રાપ્તિ થાય છે. આ વાતની જાહેરાત ભગવાને પોતે જ ગીતામાં કરી છે– Page #42 -------------------------------------------------------------------------- ________________ અન AANA यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् । स्वकर्मणा तमभ्यर्च्य सिद्धि विन्दति मानवः ॥ ૪૧ ( ૨૮, ૪૬ ) : ‘હે અર્જુન! જે પરમાત્મામાંથી સર્વ ભૂતોની ઉત્પત્તિ થઈ છે, અને જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે, તે પરમેશ્વરને પોતાનાં સ્વાભાવિક કર્મો વડે પૂજીને મનુષ્ય પરમ સિદ્ધિને પામે છે, ' એટલું જ નહિ, પરંતુ પરમ શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ભગવાનની પૂજા કરવામાં આવે તો તે પોતે જ પોતાના દિવ્ય મંગલમૂર્તિ સ્વરૂપે પ્રગટ થઈને ભકતે અર્પણ કરેલા પદાર્થો ખાય છે. ભગવાન પોતે જ કહે છે કે पत्र पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति । તત્વનું મથુવદ્યુતમન્નામિ યતામનઃ ॥ ૧, ૨૬ ) ‘હે‘અર્જુન ! પત્ર, પુષ્પ, ફળ, જપ વગેરે જે કોઈ ભક્ત મારે માટે પ્રેમથી અર્પણ કરે છે, તે શુદ્ધબુદ્ધિ, નિષ્કામ પ્રેમી ભકતનાં પ્રેમપૂર્વક અર્પણ કરેલાં તે પત્ર-પુષ્પ વગેરે હું સગુણરૂપે પ્રગટ થઈને પ્રીતિપૂર્વક ખાઉં છું. રાજા પૃથુ, અંબરીષ વગેરે અનેકોએ વિધિપૂર્વક વિવિધ ઉપચારોથી અને મન, ઈન્દ્રિયોથી ભગવાનની પૂજા કરી અને તેઓ અનાયાસે જ ભગવાનને પામી ગયા. તેમની તો વાત જ શું? વિવિધ પૂજાસામગ્રી વિના પણ માત્ર ભકિતપૂર્વક પૂજા કરનારા સુદામાએ માત્ર તાંદુલના દાણાથી, ગજેન્દ્ર એક પુષ્પથી, દ્રૌપદીએ શાકપાનથી ભગવાનને પૂછતે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. શખરી જેવી ભીલડીએ પણ માત્ર ખાર વડે જ ભગવાનને સંતુષ્ટ કરીને પરમ પદ પ્રાપ્ત કર્યુ છે. તેથી ભગવાનના પ્રેમમાં વિહ્વળ થઈને શ્રદ્ધાપૂર્વક પોતપોતાની રુચિ અને ભાવના અનુસાર ભગવાનની પૂજા કરવી જોઇએ. Page #43 -------------------------------------------------------------------------- ________________ વંદન ध्येयं सदा परिभवनमभीष्टदोहं तीर्थास्पद शिवविरञ्चिनुतं शरण्यम् । भृत्याहिं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुष ते चरणारविन्दम् ।। ( માવત (૨-૬, ૨૨ ) ‘હે પુરુષોત્તમ! હે પ્રભો! જે હમેશાં ધ્યાન કરવા યોગ્ય છે, તિરસ્કારનો નાશ કરનારા છે, સઘળા મનોરથો પૂર્ણ કરનાર છે, જે તીર્થીના આધાર છે, જેમને શિવ અને બ્રહ્મા મસ્તક નમાવીને નમસ્કાર કરે છે, અને જે શરણાગતોનું રક્ષણ કરવામાં પ્રવીણ છે, જે સેવકોની વિપત્તિનો નાશ કરનારા છે. નમસ્કાર કરનારાઓના રક્ષક અને સંસારસાગરના વહાણ છે, એવા આપનાં એ ચરણોને હું વંદન કરું છું. શાસ્ત્રમાં વર્ણવેલાં ભગવાનનાં સ્વરૂપ, ભગવાનનાં નામ, ભગવાનની ધાતુ વગેરેની મૂર્તિ, ચિત્ર અથવા માનસિક મૂર્તિને શરીર અથવા મતથી. શ્રદ્ધાપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરવા અથવા સમસ્ત ચરાચર ભૂત પ્રાણીઓને પરમાત્માનું સ્વરૂપ સમજીને શ્રદ્ધા પૂર્વક શરીર અથવા મનથી પ્રણામ કરવા અને એ પ્રમાણે કરતાં કરતાં ભગવત પ્રેમમાં મુગ્ધ થવું એ વંદન ભકિત છે. ભગવાનનાં મંદિરોમાં જઈને શ્રદ્ધાભક્તિપૂર્વક ભગવાનની મૂર્તિને સાષ્ટાંગ પ્રણામ કરવા, પોતપોતાનાં ઘરોમાં ભગવાનની Page #44 -------------------------------------------------------------------------- ________________ - વંદન પ્રતિમા અથવા ચિત્રપટને, ભગવાનના નામને, ભગવાનનાં ચરણ અને ચરણપાદુકાઓને, ભગવાનનાં તત્ત્વ, રહસ્ય, પ્રેમ, પ્રભાવ અને ભગવાનની મધુર લીલામોનું જેમાં વર્ણન હોય, એવા સશાસ્ત્રો અને સમસ્ત ચરાચર જીવોને ભગવાનનું સ્વરૂપ સમજીને અથવા તેમના હૃદયમાં ભગવાન રહેલા છે એમ સમજીને વિનયપૂર્વક શ્રદ્ધારહિત ગદ્ગદ ભાવથી પ્રણામ કરવા એ વંદન ભકિતના પ્રકારે છે. શ્રીમદ્ ભાગવતમાં ગીશ્વર કવિ કહે છે કેरख वायुमग्निं सलिलं महीं च - ज्योतींषि सत्त्वानि दिशो द्रुमादीन् । सरित्समुद्रांश्च हरेः शरीरं यत्किञ्च भूतं प्रणमेदनन्य ॥ ( ૨-૨, ૪૨ ) ‘આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, નક્ષત્ર, દિશારો અને વૃક્ષલતા વગેરે, નદીયો, સમુદ્ર અને સમસ્ત ભૂતપ્રાણીઓ ભગવાનનાં શરીર છે; તેથી ભગવાનના પાનન્ય ભક્તો જગત જે કંઈ છે તેને ભગ્વદ્ભાવથી પ્રણામ કરે.” ભગવાનને સર્વત્ર અને સર્વ બાજુએ સમજીને તેમને કેવી રીતે પ્રણામ કરવા જોઈએ, તેને માટે અર્જુનનું ઉદાહરણ ઘણું સુંદર છે. અને ભગવાનને નમસ્કાર કરતાં કરતાં કહે છે કે– नमः पुरस्तादथ पृष्ठतस्ते નમોડસ્તુ તે સર્વત પુર્વ સર્વ अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्व समामोषि ततोऽसि सर्वः॥ ( જીતી , ૪૦ ) Page #45 -------------------------------------------------------------------------- ________________ નવધા ભક્તિ - “હે શાનંત સામર્થ્યવાળા, આપને આગળથી અને પાછા ળથી પણ નમસ્કાર હો; હે સર્વાત્મન ! આપને સર્વ બાજુએથી નમસ્કાર હે; કારણ કે અનંત પરાક્રમશાળી આપ સમસ્ત સંસારમાં વ્યાપી રહેલા છે, તેથી આપ જ સર્વરૂપ છો. - શ્રી તુલસીદાસજી મહારાજ સમસ્ત જગતને સીયરામમય’ જાણીને પ્રણામ કરે છે– સીયામમય સબ જગ જાની કરઉ પ્રનામ જોરિ જગ પાની. ભગવાનમાં અનન્ય પ્રેમવાળા થઈને ભગવાનને પ્રાપ્ત કરવા શો આ ભકિતનો ઉદ્દેશ્ય છે. ભગવાનના વહાલા પ્રેમી ભકતોનો સંગ અને સેવન કરીને તેમની મારફત ભગવાનનાં શ્રદ્ધા, પ્રેમ, રહસ્ય, પ્રભાવ અને તત્ત્વનો મર્મ સમજવાથી આ વંદન ભકિત પ્રાપ્ત થાય છે. ' ભગવાનના રહસ્યને સમજીને તેમને પ્રણામ કરનાર સર્વ દુઃખોથી છૂટી જાય છે. અનુસ્મૃતિનું વચન છે કે– न वासुदेवात्परमस्ति मङ्गलं न वासुदेवात्परमस्ति पावनम् । न वासुदेवात्परमस्ति दैवतं . तं वासुदेवं प्रणमन्न सीदति ॥१०१॥ “ભગવાન વાસુદેવથી વિશેષ બીજું કંઈ મંગલમય નથી. વાસુદેવથી વિશેષ બીજું કંઈ પવિત્ર નથી અને વાસુદેવથી શ્રેષ્ઠ બીજા કોઈ આરાધ્ય દેવતા નથી. તે વાસુદેવને નમસ્કાર કરનાર કદી દુઃખી થતો નથી.” શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ભગવાનને માત્ર સાષ્ટાંગ પ્રણામ Page #46 -------------------------------------------------------------------------- ________________ વંદન ४५ કરવાથી પણ મનુષ્ય સર્વ પાપોથી મુકત થઈને પરમ પદ પામી શકે છે– एकोऽपि कृष्णस्य कृतः प्रणामो શાશ્વમેઘાવમૃથેન તુ: શાશ્વથી પુનરત સન્મ . MiaMામી ન પુનમેવાય છે (મHસ્તવરાગ ૨? ) ‘ભગવાન શ્રીકૃષ્ણને કરેલો એક પણ પ્રણામ દસ અશ્વમેધ યજ્ઞોના રચવથ ખાનની બરાબર છે. (એટલું જ નહિ, વિશેષતા એ છે કે, દશ અશ્વમેધ કરનારને તો ફરીથી જન્મ લેવો પડે છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કરનારાને ફરીથી જન્મ લેવો પડતો નથી.” શ્રદ્ધાપૂર્વક ભગવાનને પ્રણામ કરનારની તો વાત જ શું, પણ કોઈ પણ અવસ્થામાં ભગવાનને પ્રણામ કરવાથી સઘળાં પાપોનો નાશ થઈ જાય છે— पतितः स्खलितश्चातः क्षुत्वा वा विवशो ब्रुवन् । हरये नम इत्युच्चैर्मुच्यते सर्वपातकात् ॥ ( માનવેત -૨૨, ૪૬ ) પતિત, ખલિત, આર્ત, છીંક ખાતો અથવા કોઈ પણ પ્રકારે પરવશ થયેલ પુરુષ પણ જો ઊંચે સ્વરે “હરયે નમઃ” રએ પ્રમાણે બોલી ઊઠે છે, તો તે સંપૂર્ણ પાપોથી મુક્ત થાય છે.” (ભગવાનના અવેક ભક્તો આ પ્રમાણે માત્ર નમસ્કાર કરીને જ પરમ પદ પામી ગયા છે. પરંતુ તેમના નમસ્કાર પણ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ નવધા ભક્તિ જુદા જ પ્રકારના હોય છે. જુઓ, અક્રૂરજી કેવી રીતે મુગ્ધ થઈને નમસ્કાર કરે છે— रथात्तूर्णमवप्लुत्य सोऽक्रूरः स्नेहविह्वलः । पपात चरणापान्ते दण्डवद्रामकृष्णयोः ॥ ( માનવત ૨૦-૨૮, ૨૪ ) ક્રૂરે પ્રેમવિહ્વળ થઈને ઘણી ઝડપથી રથમાંથી કૂદી પડીને ભગવાન ખળરામ અને શ્રીકૃષ્ણનાં ચરણો આગળ દંડવત પ્રણામ કર્યાં. , પીતામહ ભીષ્મ ગદ્ગદ થઈને ભગવાનને નમસ્કાર કરે છે અને ભગવાન તરત જ તેમને પોતાનું દિવ્ય જ્ઞાન આપે છે. વૈશંપાયન મુનિ કહે છે કે— एतावदुक्त्वा वचनं भीष्मस्तद्गतमानसः । नम इत्येव कृष्णाय प्रणाममकरोत्तदा || अभिगम्य तु योगेन भक्ति मीष्मस्य माधवः । त्रैलोक्यदर्शनं ज्ञानं दिव्यं दत्त्वा ययौ हरिः ॥ ( मीष्मस्तवराज १०० - १०१ ) “ જેમનું મન ભગવાનમાં તન્મય થઈ ચૂક્યું છે. એવા ભીષ્મ અનેક પ્રકારે ભગવાનની સ્તુતિ કર્યા પછી ‘ત્તમઃ ઝળાય એટલું કહીને ભગવાનને પ્રણામ કર્યાં, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ યોગશક્તિ વડે ભીષ્મની ભકિતને સમજી લઈને તેમને ભગવતસ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન કરાવનારું જ્ઞાન આપીને ચાલ્યા ગયા. ' તેથી શ્રીભગવાનના પ્રેમમાં મસ્ત થઈને ઉપરોકત પ્રકારે ભગવાનની વંદન ભકિત કરવાનો સાચો અને પ્રચંડ પ્રયત્ન કરવા જોઈએ. Page #48 -------------------------------------------------------------------------- ________________ દાસ્ય - સે અનન્ય જાકી અસિ, મતિ ન ટરઈ હનુમંત, 'ટ' ! T મેં સેવક સચરાચર રૂપસ્વામી ભગવંત. / / ભગવાનનાં ગુણ, તાવ, રહસ્ય અને પ્રભાવને જાણીને શ્રદ્ધા–પ્રેમપૂર્વક તેમની સેવા કરવી અને તેમની રાજ્ઞાનું પાલન કરવું એ દાસ્ય ભકિત છે. મંદિરોમાં ભગવાનની પ્રતિમાની સેવા કરવી, મંદિરની સાફસૂફી કરવી, મનથી પ્રભુના સ્વરૂપનું ધ્યાન ધરીને તેમની સેવા કરવી, સંપૂર્ણ ચરાચર પ્રભુનું સ્વરૂપ સમજીને સૌની યથાશક્તિ, યથાયોગ્ય સેવા કરવી, ગીતા વગેરે શાસ્ત્રોને ભગવાનની આજ્ઞા માનીને તેના પ્રમાણે આચરણ કરવું, અને જે કર્મ ભગવાનની રુચિ, પ્રસન્નતા રાને ઈચ્છાને અનુકુળ હોય, તે જ કર્મો કરવાં-ચો બધા દાસ્ય ભકિતના પ્રકાર છે. ભગવાનના રહસ્યને જાણનાર પ્રેમી ભકતોને સમાગમ અને સેવાથી દાસ્ય ભકિત પ્રાપ્ત થાય છે. ભગવાનમાં રાનન્ય પ્રેમની પ્રાપ્તિ અને નિત્ય-નિરંતર સેવાને માટે ભગવાનની પાસે રહેવાના ઉદ્દેશ્યથી દાસ્ય ભકિત કરવામાં આવે છે. - માત્ર આ દાસ્ય ભકિતથી પણ મનુષ્યને સહેજે જ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. અને ગીતામાં કહ્યું છે કેकार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसंमूढचेताः। Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ : નવધા ભક્તિ यच्छ्रेयः स्यान्निश्वितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ॥ ( ૨, ૭ ) ‘કાયરતારૂપી દષા કરીને હારેલાને હણાયેલા સ્વભાવવાળા અને ધર્મની ખાખતમાં માહિત ચિત્તવાળો હું આપને પૂછું છું કે, જે કંઈ ખાત્રીવાળું કલ્યાણકારક સાધન હોય તે મને કહો. કેમ કે હું આપના શિષ્ય છું તેથી આપને શરણે આવેલા મને શિક્ષણ પા. "ભગવાને પણ કહ્યું છે કે— अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्मपरमो भव । मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि || ( નીતા ૨-૨, ૨૦ ) < જો તું અભ્યાસમાં પણ અસમર્થ છે, તે માત્ર મારે માટે કર્મ કરનારો થા. આ પ્રમાણે મારે માટે કર્મો કરતા કરતા પણ મારી પ્રાપ્તિરૂપ સિદ્ધિને પ્રાપ્ત થશે. ' ગાસ્વામી તુલસીદાસજી તેા કહે છે કે દાસ્યભાવ વિના ભવસાગરમાંથી ઉદ્ધાર જ થતા નથી. સેવક સેવ્યભાવ બિનુભવ ન તરિય ઉરગારિ; ભજહુ રામ-પદ-પંકજ, અસ સિદ્ધાંત બિચારી. શ્રી લક્ષ્મણ, હનુમાન, અંગદ વગેરે આ દાસ્યભકિતનાં આદર્શ ઉદાહરણ છે. ભગવાન શ્રીરામ વનમાં જાય છે, તે સમયે લક્ષ્મણજીની દશાનું વર્ણન કરતાં ગેાસાંઇજી કહે છે કે ઉતર ન આવઈ પ્રેમ બસ, હે ચરન અકુલાઈ; નાથ દાસ મૈં, સ્વામિ તુમ, તજજુ ત કા. બસાઈ. સ સા. Page #50 -------------------------------------------------------------------------- ________________ હાસ્ય માતા સુમિત્રાએ લક્ષ્મણને રામની સાથે જઈને તેમની સેવા કરવાને કેવો સુંદર ઉપદેશ આપ્યો છે – રાગ દ્રપ ઇરિષા મદમોહહુ જન સપને ઈનકે બસ હે સકલ પ્રકાર બિકાર બિહાઈ, મન કમ બચન કરેહુ સેવકાઈ. જેહિ ન રામ બન લહહિ કલેસુ, સુત સોઈ કરે ઈહઈ ઉપદે. શ્રી હનુમાનજીનું તે સમસ્ત જીવન જ દાસ્ય ભકિતથી ઓતપ્રોત છે. પહેલી જ વાર ઋષ્યમૂક પર્વત ઉપર ભગવાન શ્રી રામચંદ્રજીને ઓળખીને હનુમાનજી કહે છે કે— એક મંદ હૈં મોહબસ, કુટિલહદય અગ્યાન. પુને પ્રભુ મોહિ બિસાઉ, દીનબંધુ ભગવાન. જદીપ નાથ બહુ અવગુન મેરે, સેવક પ્રભુહિં પર જ ભરે. નાથી જીવ તવ માયા મોહા, સે નિસ્તરઈ તુમ્હારેહિ હા. સેવક-સુત પ્રતિમાનુ ભરોસે, રહઈ અસેચ બનઈ પ્રભુ પાસે. ભગવાન પણ પોતાની સેવક-વત્સલતાનો પરિચય દેતાં હનુમાનને ઉડાડીને ભેટી પડે છે અને પ્રેમાશથી તેમનાં અંગોને ભીંજવતાં કહે છે કે સુનુ કપિ જિય માનસિજનિ ઊના, મમ પ્રિય લછિમન તે પૂના સમદરસી મોહિ કહ સબ કોફી, સેવક પ્રિય અનન્ય ગતિ સે. દાસ્ય-ભકિતવાળો ભકત પોતાના સ્વામીની કૃપાને કેટલો વિશ્વાસવાળો હોય છે, તે સંબંધી હનુમાનજીએ વિભીષણને જે કંઈ કહ્યું છે, તે યાદ રાખવા જેવું છે, સુનહુ બિભીષન પ્રભુકૈ રીતિ, કહિ સદા સેવક પર પ્રીતિ; હહુ કવન મેં પરમ કુલીના, કિપિ રાંચલ સબહી બિધિ હીના, Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ F નવધા ભક્તિ અસ મૈં અધમ સખા સુનુ, માહપર રઘુબીર; કીન્હી કૃપા સુમિરિ ગુન, ભરે બિલાચન નીર. અંગદને જ્યા૨ે ભગવાન શ્રીરામ અયાખ્યાથી પાછા ફરવાનું કહે છે ત્યારે અંગદજી ભગવાનને પ્રાર્થના કરે છે મારે તુમ્હ પ્રભુ-ગુરુ-પિતુ,-માતા જાઊં કહાં તજી પદ-જલજાત; તુમ્હહિ... બિચારિ કહુ નરનાહા, પ્રભુ તજી ભવન કાજુ મમ કાહા. બાલક ગ્યાન-બુદ્ધિ-બલહીના, રાખહુ સરત નિ જન દીના; નીચ ટહલ ગૃહક સબ કરિો પદપંકજ બિલોકી ભવ તરિહો. આવાં અનેક ઉદાહરણ છે. ોથી સૌએ ભગવાનના પ્રેમમાં વિહ્વળ થઈને તન-મન-ધન સર્વ કંઈ અર્પણ કરીને ભગવાનની દાસ્ય ભકિત કરવી જોઈએ. Page #52 -------------------------------------------------------------------------- ________________ સંખ્ય (अहो भाग्यमहो भाग्यं नन्दगोपनजौकसाम् । यन्मित्रं परमानन्दं पूर्ण ब्रह्म सनातनम् ।। ( મીવિત ૨૦-૨૪, ૨૨) એ નંદગોપના વ્રજમાં રહેનારા લોકોનું ધન્ય ભાગ્ય છે ખરેખર તેરો ધન્ય છે ! કારણ કે તેમને મિત્ર પરમાનંદ પરિપૂર્ણ સનાતન બ્રહ્મ છે. ) ભગવાનના પ્રભાવ, તાવ, રહસ્ય અને મહિમાને સમજીને પરમ વિશ્વાસપૂર્વક મિત્રભાવથી તેમની રુચિ પ્રમાણે વનમાં જવું. તેમનામાં અનન્ય પ્રેમ કરવો અને તેમનાં ગુણ, રૂપ અને લીલા ઉપર મુગ્ધ થઈને નિત્યનિરંતર પ્રસન્ન રહેવું એ સખ્ય ભકિત છે. પોતના જરૂરી માં જરૂરી કામને છોડીને વહાલા પ્રેમીના કામને આદરપૂર્વક કરવું, વહાલાં પ્રેમીના કામની આગળ પોતાના કામને તુચ્છ સમજીને તેના તરફ બેદરકાર બની જવું, વહાલા પ્રેમીને માટે મહાન પરિશ્રમ કરવા છતાં પણ તેને થોડે જ સમજ, પ્રિયજન જે વાતમાં પ્રસન્ન રહે, તેને જ લક્ષ્યમાં રાખીને દરેક સમયે તેને માટે પ્રાણપણે પ્રયત્ન કરવો, તે જે કંઈ કરે તેમાં - હમેશાં સંતુષ્ટ રહેવું, પોતાની કોઈ પણ વસ્તુ કોઈ પણ પ્રકારે પ્રેમીના કામમાં આવે તો પરમ પ્રસન્ન થવું, પોતાના શરીર ઉપર અને પોતાની વસ્તુ ઉપર પોતાની આત્મીયતા અને અધિકાર છે, તે જ પ્રમાણે, પોતાના પ્રેમીને સમજવો અને એ જ પ્રમાણે તેની વસ્તુ અને શરીર ઉપર પોતાનો અધિકાર અને રમાત્મીયતા માનવાં. પોતાનાં ધન,જીવન અને દેહાદિ પ્રેમના કામમાં આવી શકે તો તે સફળ સમજવાં. તેમની સાથે રહેવાની હમેશાં ઈચ્છા Page #53 -------------------------------------------------------------------------- ________________ પર નવધા ભક્તિ રાખવી. તેમનાં દર્શન, ભાષણ, ચિંતન અને સ્પર્શથી પ્રેમમાં નિમગ્ન રહેવું. તેનાં નામ, રૂપ, ગુણ ૨ાને ચરિત્રો સાંભળીને, કહીને, વાંચીને અને યાદ કરીને અત્યંત પ્રસન્ન થવું માને તેમના વિયોગમાં વ્યાકુળ થવું તથા પ્રત્યેક ક્ષણે તેને મળવાની આશા રાખવી અને વાટ જોયા કરવી વગેરે સખાભાવની પ્રકાર છે. વહાલા પ્રેમીને પરમ સુખ થાય, તેમાં પોતાને સખ્ય પ્રેમ પૂરેપૂરા વધી જાય રાવે તેનાથી પોતાને કદી વિયોગ ન થાય. એ જ ઉદ્દેશથી સખ્ય ભકિત કરવામાં આવે છે. * સખ્ય ભક્તિની પ્રાપ્તિને માટે ભગવાનના પ્રેમી સખાઓનો સમાગમ, સેવન, તેમનાં જીવચરિત્રનું અધ્યયન અને તેમનાં તથા ભગવાનનાં ગુણ, લીલા અને પ્રભાવનું તેમના પ્રેમી ભકતો દ્વારા શ્રવણ કરવું જોઈએ. આ પ્રમાણે માત્ર સખ્ય ભકિતથી પણ મનુષ્યનાં દુ:ખ અને દોષોનો અત્યંત ભાવ થઈને ભગવાનની પ્રાપ્તિ અને ભગવાનમાં પરમ પ્રેમ થઈ જાય છે–ોટલે સુધી કે ભગવાન ને પ્રેમી ભકતને અધીન થઈ જાય છે અને પછી તેના રમાનંદ રને શાંતિનો પાર રહેતો નથી. મિત્રનું મિત્ર પ્રત્યે શું કર્તવ્ય હોવું જોઈએ એ વિષે ભગવાન શ્રીરામ મિત્ર સુગ્રીવને કહે છે કે – જે ન મિત્રદુ:ખ હેહિ, દુખારી, તિëહિ બિલકત પાતક ભારી; નિજદુઃખ ગિરિ સમ રજ કરિ જાના, મિત્રકે દુખ રજ પેરુ સમાના. - જિનકે અસિમિતિ સહજ ન આઈ, તે સઠ કત હઠિ કરત મિતાઈ; કુપથ નિવારિ સુપથ ચલાવા, ગુન પ્રગટ ઈ અવગુનહિ પુરાવા દેત લેત મન અંક ન ધરઈ, બલ અનુમાન સદા હિત કરાઈ; બિપતિકાલ કર સતગુન નેહા, શુતિ કહ સંત મિત્ર ગુન હા. આ સખ્ય-ભકિતનાં ઉદાહરણ શ્રીવિભીષણ, સુગ્રીવ, ઉદ્ધવ, Page #54 -------------------------------------------------------------------------- ________________ અર્જુન, સુદામા, શ્રીદામા વગેરે વ્રજસખા છે. લકાના વિજય પછી વિભીષણ ઈચ્છે છે કે, ભગવાન એક વાર મારે ઘેર આવીને મને કૃતાર્થ કરે અને એને માટે પ્રાર્થના કરે છે. મિત્રની વાત સાંભળીને ભગવાન પ્રેમથી ગળગળા થઈ જાય છે. તેમનાં નેત્રોમાં પ્રેમાશ્રુ આવે છે અને કહે છે કે, ભાઈ ! તારું સર્વ કાંઈ મારું છે, પરંતુ આ વખતે ભારતની દશાનું સ્મરણ કરીને હું રોકાઈ શકતા નથી. તેર કેસ ગૃહ મોર સબ, સત્ય વચન સુન છાત ભરત-દસા સુમિરત મહિ, નિમિષ કલપ સમ જાત. સુગ્રીવની સાથે મિત્રતા સ્થાપીને ભગવાન પોતાની પ્રાણ પ્રિયા સીતાને ભૂલી જાય છે અને પહેલાં સુગ્રીવની ચિંતામાં પડે છે. - તિય-બિરહી સુગ્રીવ સખા, લખિ પ્રપ્રિયા બિસરાઈ. રમને સુગ્રીવને તેઓ કહે છે કે – સખા સચ ત્યાગહુ બલ મેરે, અબ બિધિ ઘરબ કાજ તેરે - ઉદ્ધવની સાથે ભગવાન એટલે બધો સ્નેહ રાખતા હતા કે એક વાર તેમની સાથે બોલ્યા કે ભાઈ ઉદ્ધવ ! તારા જેવા પ્રેમી મને જેટલા વહાલા છે, તેટલા વહાલા બ્રહ્મા, શંકર, સંકર્ષણ, લક્ષ્મી અને મારો આત્મા પણ નથી.’ न तथा मे प्रियतम आत्मयोनिन शङ्करः । न च सङ्कर्षणो न श्री नैवात्मा च यथा भवान् ॥ (મોવત ૨૨-૨૪, ૧૬) - ઉદ્ધવજીનો ભગવાન શ્રીકૃષ્ણ સાથે ઘણા ગાઢ મિત્ર પ્રેમ હતો, તેથી ભગવાન તેમની આગળ મનની કોઈ વાત છપાવતા નહોતા. પોતાની પરમ પ્રેમી ગોપીઓને સંદેશ મોકલવા માટે ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવને જ સર્વોત્તમ પાત્ર સમજે છે તે સમયના વર્ણનમાં શ્રી શુકદેવજી કહે છે કે – Page #55 -------------------------------------------------------------------------- ________________ નવધા ભક્તિ वृष्णीनां प्रवरो मन्त्री कृष्णस्य दयितः सखा । शिष्यो बृहस्पतेः साक्षादुद्भवो बुद्धिसत्तमः॥ तमाह भगवन् प्रेष्ठं भक्तमेकान्तिनं क्वचित् । गृहीत्वा पाणिना पाणिं प्रपन्नातिहरो हरिः॥ गच्छोद्धव व्रजं सौम्य पित्रोनों प्रीतिमावह । गोपीनां मद्वियोगाधि मत्सन्देशैविमोचय ॥ . (માવિત ૨૦-૪૬ ૨-૩ ). • યદુવંશીઓના શ્રેષ્ઠ મંત્રી, બૃહસ્પતિના સાક્ષાત શિષ્ય અને અત્યંત બુદ્ધિમાન ઉદ્ધવ ભગવાન શ્રીકૃષ્ણના પરમ પ્રિય સખા હતા. શરણાગતનું દુઃખ દૂર કરનારા ભગવાન શ્રીકૃષ્ણ એક દિવસ એ અનન્ય અને અત્યંત પ્રિય ભક્ત ઉદ્ધવનો હાથ વડે હાથ પકડીને કહ્યું-વહાલા ઉદ્ધવ! તમે વ્રજમાં જઈને મારા માતા અને પિતાને તથા મારા સંદેશાઓ વડે ગોપીઓને વિયેગના દુઃખથી મુક્ત કરે.” અર્જુનના સખ્ય ભાવની તો ભગવાન પોતે જ જાહેરાત મોડરિ રે સા રેતિ' તમે મારા ભક્ત અને મિત્ર છો (ગીતા ૪-૩); છોડી ને દમિતિ' તમે મારા પરમ પ્રિય છે. (ગીતા ૧૮–૬૪). અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાં બાળક પરીક્ષિતને મારી નાખ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે—જો એ વાત સત્ય હોય કે મેં જાણીને અર્જુનની મિત્રતામાં કદી પણ અગવડ આવવા દીધી નથી, તે આ મલું બાળક જીવતું થાય. यथाहं नामिजानामि विजयेन कदाचन । विरोध तेन सत्येन मृतो जीवत्वयं शिशुः॥ ( મહામારત-શ્વમેવ ર્વ ૧-૨ ) Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૫ મિત્ર સુદામાને જોઈને ભગવાન કેવા પ્રેમવિહ્વળ થઈ જાય છે. . અને કેવી રીતે સુદામાના આદર કરે છે. એ વિષે શ્રી શુકદેવજી લખે છે કે સંખ્ય सख्युः प्रियस्य विप्रर्षेरङ्गसङ्गातिनिर्वृतः । प्रीतो व्यमुञ्चदश्रुविन्दून् नेत्राभ्यां पुष्करेक्षणः || अथोपवेश्य पर्यङ्के स्वयं सख्युः समर्हणम् । उपहत्या निज्यास्य पादौ पादावनेजनीः ॥ अग्रहीच्छिरसा राजन् भगवाँल्लोकपावनः । व्यलिम्पद् दिव्यगन्धेन चन्दनागुरुकुङ्कुमैः ॥ ( માનવત ૨૦-૮૦, ૧૧-૨૪ ) કમલનયન ભગવાન શ્રીકૃષ્ણ પાતાના પ્રિય સખા બ્રહ્મષિ સુદામાના અંગસ્પર્શથી અત્યંત આનંદિત થયા અને તેમનાં નેત્રામાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યાં. તે પછી તેમને પથારી ઉપર બેસાડીને ભગવાને પાતે સ્વહસ્તે તેમના ચરણ ધાયા અને તેમની પૂજા કરી. લોકપાવત ભગવાને તેમનું ચરણોદક પાતાને મસ્તકે ચડાવ્યું અને તેમના શરીર ઉપર દિવ્યગંધ, ચંદન, અગરુ અને કંકુ વગેરે લગાવ્યાં. એ ભગવાનના પરમ પ્રિય સખાઓની તે વાત જ શી ? ભીલોના રાજા ગુહ પણ ભગવાન સાથે મિત્રતા બાંધીને સંસારસાગર તરી ગયા. ' તેથી ભગવાનને જ પાતાના એકમાત્ર પરમ પ્રિયતમ સમજીને પાતાનું સર્વસ્વ તેમને માનીને પરમ પ્રેમભાવથી સપ્ટેભકિત કરવી જોઈએ. Page #57 -------------------------------------------------------------------------- ________________ આત્મનિવેદન - वासुदेवाश्रयो मयों वासुदेवपरायणः । सर्वपापविशुद्धात्मा याति ब्रह्मसनातनम् ॥ ( વિ૦ ૨૦ ૦ ) “જે મનુષ્ય ભગવાન વાસુદેવનો આશ્રય લીધો છે, અને જે તેમને જ પરાયણ છે, તેમનું અંતઃકરણ પૂરેપૂરું શુદ્ધ થઈ જાય છે અને તે સનાતન બ્રહ્મને પ્રાપ્ત થાય છે.' પરમાત્માનાં તત્ત્વ, રહસ્ય, પ્રભાવ અને મહિમા સમજીને, મમતા અને અહંકારરહિત થઈને પોતાનાં તન, મન, ધન સહિત પોતાની જાતને અને સર્વ કર્મોને શ્રદ્ધા અને પરમ પ્રેમપૂર્વક પરમાત્માને સમર્પણ કરી દેવાં એ આત્મનિવેદન ભક્તિ છે. / હાનિ-લાભ, જય-પરાજય, યશ-અપશય, માન-અપમાન, સુખ-દુઃખ વગેરેની પ્રાપ્તિમાં તેમને ભગવાનને મોકલેલ પુરસ્કાર સમજીને પ્રસન્ન રહેવું; તન-ધન, સ્ત્રીપુત્ર વગેરે સૌમાં મમતા અને અહંકારનો અભાવ થઈ જવો; ભગવાન મંત્રી છે અને હું તેમના હાથનું યંત્ર છું એવો નિશ્ચય કરીને લાકડાની પૂતળીની માફક ભગવાનની ઈચ્છાને અનુકૂળ જ સર્વ કંઈકરવું; ભગવાનના રહસ્ય અને પ્રભાવને જાણવા માટે તેમનાં નામ, રૂપ, ગુણ અને લીલાનું શ્રવણ, મનન, કથન, અધ્યયન અને ચિંતનાદિમાં શ્રદ્ધા-ભકિતપૂર્વક તન, મન વગેરે જોડવાં; ઈન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે બધા ઉપર માત્ર ભગવાનનો જ અધિકાર સમજ, ભગવાનની જ વસ્તુ ભગવાનને અર્પણ કરવામાં આવી છે એવો ભાવ થવો, જે કોઈ પ્રકારે ભગવાનની સેવા થયા કરે તેમાં જ આનંદ માનવો. સર્વ કંઈ પ્રભુને અર્પણ કરીને સ્વાદ શેખ, વિલાસ, આરામ, ભોગ વગેરેની ઈરછાનો Page #58 -------------------------------------------------------------------------- ________________ આત્મનિવેદન પછ સર્વથા ભાવ થઈ જવા, સર્વત્ર, સર્વદા અને સર્વથા એક ભગવાનનો જ અનુભવ કરવા; ભગવાનની ઇચ્છા સિવાય સ્વતંત્ર કોઈ ઈચ્છા - કરવી, ભગવાનના વિશ્વાસ ઉપર હમેશાં નિર્ભય, નિશ્ચિત અને ન્ત રહેવું અને ભગવાનની ભકિત સિવાય મુકિતની પણ છા ન હોવી વગેરે ધા આ આત્મનિવેદન ભકિતના પ્રકાર છે. ભગવાનમાં અનન્ય પ્રેમ અને ભગવાનની પ્રાપ્તિને માટે ! આત્મનિવેદન ભકિત કરવામાં આવે છે. ભગવાનને શરણે આવેલા પ્રેમી ભકતાના સંગ-સમાગમ વાથી અને તેમના દ્વારા ભગવાનનાં નામ, રૂપ, ગુણ, પ્રભાવ, ત્ત્વ, મહિમા વગેરેનું શ્રવણ અને મનન કરવાથી આ ભકિત થાય છે. }ાસ ભગવાને પાતે આ આત્મનિવેદનરૂપી શરણભકિતનું મહત્ત્વ કટ કરતાં તેના પરમ ફળની ગીતામાં પ્રશંસા કરેલી છે તેઓ કહે છે કે— देवी ह्येषा गुणमयी मम माया दुरत्यया । मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते ।। ( ૭-૨૪ ) मां हि पार्थ व्यपाश्रित्य येsपि स्युः पापयोनयः । स्त्रियो वैश्यस्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् ॥ ( ૧-૧૨ ) मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु । मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥ ( ૧-૩૪ ) तमेव शरणं गच्छ सर्वभावेन भारत । तत्प्रसादात्परं शान्ति स्थानं प्राप्स्यसि शाश्वतम् || ( ૨૮-૬૨ ) Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નવધા ભક્તિ सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः॥ ( ૨૮-૬૬ ) “ આ અલૌકિક અર્થત અતિ અભુત ત્રિગુણમયી મારી યોગમાયા ઘણી જ દુસ્તર છે, પરંતુ જે પુરુષ મને જ નિરંતર ભજે, છે યાને મારે શરણે આવે છે, તેઓ આ માયાનું ઉલ્લંઘન કરી જાય છે, અર્થાત, સંસારથી તરી જાય છે. - “હે અને ! સ્ત્રી, વૈશ્ય અને શુદ્ર વગેરે તથા પાયોનિવાળા પણ જો કોઈ હોય તે તેઓ પણ મારે શરણે આવીને પરમ ગતિને જ પ્રાપ્ત થાય છે.' - “ માત્ર મુજ સચ્ચિદાનંદઘન વાસુદેવ પસ્માત્મામાં જ અનન્ય પ્રેમથી નિત્યનિરંતર અચળ મનવાળા થઈને અને ગુજ પરમેશ્વરને જ શ્રદ્ધા પ્રેમ સહિત નિષ્કામ ભાવથી નામ, ગુણ અને પ્રભાવના શ્રવણ, કીર્તન, મનન અને પઠન-પાઠન દ્વારા હંમેશ મને ભજનાર થા તથા મન, વાણી અને શરીર દ્વારા સર્વસ્વ અર્પણ કરીને અતિશય શ્રદ્ધા, ભકિત અને પ્રેમથી વિહ્વળતાપૂર્વક મારું પૂજન કરનાર થા અને સર્વ શકિતમાન વિભૂતિ, બળ, ઐશ્વર્ય, માધુર્ય, ગંભીરતા, ઉદારતો, વાત્સલ્ય અને સુંદરતા વગેરે ગુણોથી સંપન્ન, સર્વનાં આશ્રયરૂપ વાસુદેવને વિનયભાવપૂર્વક ભકિત સહિત સાષ્ટાંગ દંડવત , પ્રણામ કરીને આ પ્રમાણે મારે શરણે આવેલો છે આત્માને જ મારામાં એકરૂપ બનાવીને મને જ પ્રાપ્ત થશે.” સર્વ ધર્મોને અર્થાત બધાં જ કર્મોના આકાયનો ત્યાગ કરીને માત્ર એક મારે, સચ્ચિદાનંદઘન વાસુદેવ પરમાત્માને જ અનન્ય શરણે આવ, હું તને સમસ્ત પાપોથી મુકત કરી દઈશ. તું શોક ના કર.” Page #60 -------------------------------------------------------------------------- ________________ આત્મનિવેદન આ પ્રમાણે જે પુરુષ ભગવાન પ્રત્યે આત્મસમર્પણ કરી દે છે, તેના સમસ્ત અવગુણ, પાપ અને દુ:ખોને તદૃન નાશ થઈ જાય છે અને તેનામાં શ્રવણ-કીર્તન વગેરે બધી ભકિતઓનો વિકાસ થાય છે. તેના આનંદ અને શાંતિનો પાર રહેતો નથી. ભગવાન પછી તેનાથી કદી અલગ થઈ શકતા નથી. ભગવાનનું સર્વસ્વ તેનું જ બની જાય છે. તે પરમ પવિત્ર બની જાય છે. તેનાં દર્શન, ભાષણ અને ચિંતનથી પણ પાપાત્માઓ પવિત્ર થઈ જાય છે, તે તીર્થોને માટે તીર્થરૂપ બની જાય છે. મહારાજ પરીક્ષિત શ્રી શુકદેવજીને કહે છે કે— सान्निध्यात्ते महायोगिन पातकानि महान्त्यपि । सद्यो नश्यन्ति – पुंसां विष्णोरिव सुरेतराः ।। (માવત ?-૨૧, રૂ૪ ) “જેમ ભગવાન વિષ્ણુના સાનિધ્ય માત્રથી તરત દૈત્યોનો નાશ થઈ જાય છે, તે જ પ્રમાણે હે મહાયોગિન ! આપની સમીપતાથી જ મહાનમાં મહાન પાપોને સમૂહ નાશ પામી જાય છે.” ધર્મરાજ યુધિષ્ઠિર શ્રી વિદુરજીને કહે છે કે... . भवद्विधा भागवतास्तीर्थीभूताः स्वयं प्रभो। तीर्थीकुर्वन्ति तीर्थानि स्वान्तःस्थेन गदाभृता ।।। (મારવંત ૨-૩, ૨૦ ) * ભગવન, આપ જેવા ભગવદભકત પોતે જ તીર્થરૂપ છો, આપ આપના હૃદયમાં રહેલા ભગવાન વડે તીર્થોને તીર્થ બનાવો છો.” પ્રચેતાગણ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે... . तेषां विचरतां पद्भ्यां तीर्थानां पावनेच्छया । भीतस्य किं न रोचेत तावकानां समागमः ॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ નવધા ભક્તિ જે તમારા ભક્તો તીર્થોને પાવન કરવા માટે આ પૃથ્વી ઉપર વિચરતા રહે છે, તેમનો સમાગમ ભલા સંસારથી ભયભીત થયેલા ક્યા મનુષ્યને નહિ સરો ?” શ્રી શુકદેવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરતાં કહે છે કે – किरातहणान्ध्रपुलिन्दपुल्कसा आभीरकङ्का यवनाः खसादयः। येऽन्ये च पापा यदुपाश्रयाश्रयाः शुद्धयन्ति तस्मै प्रभविष्णवे नमः ॥ (માવિત ૨૪, ૨૮) જેમના આશ્રિત ભકતોનો આશ્રય લઈને કિરાત, હુણ, આંધ્ર, ભીલ, કસાઈ, આભીર, કંક, યવન, ખસ વગેરે તથા બીજા મોટામાં મોટા પાપીઓ પણ શુદ્ધ થઈ જાય છે, તે ભગવાનનાં ચરણેમાં નમસ્કાર છે.” તે ભગવાનના પ્રેમની સાક્ષાત મૂર્તિ બનેલા એવા ભકતને સમસ્ત સંસાર પરમ પ્રેમમય અને પરમ આનંદમય જણાવા લાગે છે. તે જે માર્ગેથી જાય છે, તે જ માર્ગમાં શ્રદ્ધા, પ્રેમ, ભકિત, આનંદ, સમતા અને શાંતિનો પ્રવાહ વહેવા લાગે છે. એવા ભકતને પોતાની ઉપર ધારણ કરીને ધરતી ધન્ય રને સનાથ થાય છે, પિતરો ખશી ખુશી થાય છે. અને દેવતાઓ નાચવા લાગે છે. मोदन्ते पितरो नृत्यन्ति देवताः सनाथा चेयं भूर्भवति ॥ (નાગ ૭૨ ) ગોપી, ભક્ત, પ્રહલાદ, મહારાજા બલિ વગેરે આત્મનિવેદન-ભક્તિના પરમ ભક્ત થયેલા છે. તેથી મનુષ્યમાત્ર મન, વાણી, શરીરથી સર્વ પ્રકારે શ્રીભગવાનનું શરણ લેવાને માટે કમર કસીને પ્રયત્ન કરવો જોઈએ. Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપસ હાર ભગવાનને પ્રાપ્ત કરવાને માટે કર્મ, યોગ, જ્ઞાન, બધા જ માર્ગો ઉત્તમ છે, પરંતુ ભકિતની તા શાસ્ત્રોમાં ઘણી જ પ્રશંસા કરવામાં આવેલી છે. નવધા—નવ પ્રકારની ભકિતમાંથી જેતામાં એક પણ ભકિત છે, તે સંસારસાગરથી અનાયાસે તરીને ભગવાનને પ્રાપ્ત કરે છે. પછી પ્રહ્લાદની પેઠે જેનામાં નવે ભકિતનો વિકાસ થયેલો છે, તેનું તા કહેવું જ શું ? ઉપર નવે ભકિતાના વર્ણનમાં જે જે ભકતાનાં નામ ઉદાહરણ લેખે આપવામાં આવેલાં છે, તેમનામાં માત્ર એક જ ભકિતના વિકાસ હતા એવી વાત નથી. જેનામાં જે ભાવતી મુખ્યતા હતી, તેનું તેમાં નામ લખવામાં આવ્યું છે. ખે વાર નામ ત આવી જાય તેના પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. જે લોકો ભગવાનની ભક્તિમાં પેાતાનું મન જોડે છે, તેઓ ખરેખર ધૃત્ય છે. અને જે કુળમાં ભગવાનના ભકતા જન્મે છે, તે કુળ પણ ધન્ય છે. ભગવાન શ્રી શિવજી પાર્વતીને કહે છે કે : સો કુલ ધન્ય ઉમા સુનુ, જગતપૂજ્ય સુપુનીત; શ્રીરવીરપરાયણ જેહિ નર ઉપજ વિનીત. શ્રીમદ્ભાગવતમાં શ્રવણાદિ ભકિતના મહિમામાં કહ્યું છે કે— शृण्वन्ति गायन्ति गृणन्त्यभीक्ष्णशः स्मरन्ति नन्दन्ति तवेहितं जनाः । त एव पश्यन्त्यचिरेण तावकं भवप्रवाहो परमं पदाम्बुजम् ॥ यत्कीर्तनं यत्स्मरणं यदीक्षणं यद्वन्दनं यच्छ्रवणं यदर्हणम् । ( -૮, ૨૬ ) Page #63 -------------------------------------------------------------------------- ________________ દર * નવધા ભક્તિ लोकस्य सद्यो विधुनोति कल्मषं .. तस्मै सुभद्रश्रवसे नमो नमः ।। (૨-૪, ૬) જે લોકો વારંવાર તમારાં ચરિત્રોનું શ્રવણ, ગાયન, વર્ણન રને સ્મરણ કરે છે અને આનંદમગ્ન રહ્યા કરે છે, તેરો જલદીમાં જલદી સંસારના પ્રવાહને શાંત કરી દેનારાં પાપનાં ચરણકમળોમાં - દર્શન પામે છે. ' જેમનું કીર્તન, સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ અને પૂજન લોકોનાં સમસ્ત પાપોને તરત ધોઈ નાખે છે, તે કલ્યાણમયી કીર્તિવાળા ભગવાનને વારંવાર નમસ્કાર છે. દેવરાજ ઇંદ્ર કહે છે કે : यस्य भक्तिर्भगवति हरौ निःश्रेयसेश्वरे।। विक्रीडतोऽमृताम्भोधौ किं क्षुद्रैः खातकोदकैः ।। | (માવત ૬-૨૨, ૨૨ ) - પરમ કલ્યાણના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણમાં જેમને પ્રેમ છે, તેઓ તો અમૃતના સમુદ્રમાં ક્રીડા કરી રહ્યા છે, તેમને તુચ્છ વિયરૂપ ગંદા ખાબોચિયાના પાણીનું શું પ્રયોજન છે ? ભગવાન પોતે તરવા ઈચ્છનારને તારનારી પોતાની ભકિતની પ્રશંસા કરતાં ઉદ્ધવજીને કહે છે : न साधयति मां योगो न सांख्यं धर्म उद्धव । न स्वाध्यायस्तपस्त्यागो यथा भक्तिर्ममोर्जिता ॥ भक्त्याहमेकया ग्राह्य श्रद्धयात्मा प्रियः सताम् । :भक्तिः पुनाति मन्निष्ठा श्वपाकानपि संभवात्।। Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર धर्मः सत्यदयोपेतो विद्या वा तपसान्विता / मद्भक्त्यापेतमात्मानं न सम्यक् प्रपुनाति हि // वाग्गद्गदा द्रवते यस्य चित्तं . रुदत्यभीक्ष्णं हसति क्वचिच्च / विलज उद्गायति नृत्यते च / मद्भक्तियुक्तो भुवनं पुनाति / / ( માગવત 22-24, 20-22, 24 ) “હે ઉદ્ધવ! હું જે પ્રકારે રમાનન્ય ભક્તિથી પ્રસન્ન થાઉં છું, તે પ્રકારે યોગ, સાંખ્ય, ધર્મ, સ્વાધ્યાય, તપસ્યા, ત્યાગ વગેરેથી પ્રસન્ન નથી થતા. સંતાના પરમ પ્રિય રમાત્મારૂપ હું એક માત્ર શ્રદ્ધા ભકિતથી જ પ્રસન્ન થાઉં છું. મારી ભકિત જન્મના ચંડાળોને પણ પવિત્ર કરી દે છે. મારી ભકિતરહિત જીવને સત્ય અને દયા વગેરેવાળો ધર્મ તથા તપસ્યાવાળી વિદ્યા પણ પૂરેપૂરો પવિત્ર કરી શકતાં નથી. “જેતી વાણી મારા નામ, ગુણ અને લીલાનું વર્ણન કરતાં કરતાં ગદગદ થઈ જાય છે, જેનું ચિત્ત મારાં રૂપ, ગુણ, પ્રભાવ અને લીલાઓને યાદ કરતાં કરતાં દ્રવી ઊઠે છે; જે વારંવાર રડતો. રહે છે અને કોઈ કોઈ વાર હસવા લાગે છે; અને જે લાજશરમ છોડીને પ્રેમમાં મગ્ન થઈને ગાંડાની પેઠે ઊંચો સ્વરે ગાયન કરે છે અને નાચવા મંડે છે, તે મારે ભકત સંસારને પવિત્ર કરી દે છે.' ભગવાન ગીતાજીમાં અર્જુનને કહે છે કે : नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया / शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा // भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोर्जुन / ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परन्तप // ( 11, 12-14) Page #65 -------------------------------------------------------------------------- ________________ કે નવધા ભક્તિ . “હે અન!: ન તો વેદોથી, ન તપથી, ન દાનથી અને ન યજ્ઞથી આ પ્રમાણે ચતુર્ભુજ રૂપવાળો હું જે તે મને જે છે તે જોઈ શકાતો નથી. પરંતુ હે શ્રેષ્ઠ તપવાળા અન! અનન્ય ભક્તિ કરવાથી તે આ પ્રમાણે ચતુર્ભુજ રૂપવાળો હું પ્રત્યક્ષ જોવા માટે તથા તત્ત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા માટે અર્થાત એકી ભાવે પ્રાપ્ત થવી પણ શક્ય છું. ભક્ત કાકભુશું ડિજી કહે છે કે : * રામ-ભગતિ-ચિતામનિ સુંદર, બસ ગરૂડ જાકે ઉર અંતર; પરમ પ્રકાસરૂપ દિન રાતી, નહિ કછુ ચહિય દિયા ધૃત બાતી. મેહ દરિદ્ર નિકટ નહિ આવા લોભ-બાત નહિ તાહિ બુઝાવા; પ્રબલ અવિદ્યા તમ મિટ જાઈ. હારહિ સકલ સલભ સમુદાય. ખલ ક્રમાદિ નિકટ નહિ જાહી, બસઈ ભગતિ જાકે ઉરમાંહીં; ગરલ સુધાસમ અરિ હિત હોઈ, તેહિ મનિ બિન સુખ પાવનકોઈ. વ્યાપહિં માનસ રોગ ન ભારી, જિલ્પક બસ સબ જીવ દુખારી. રામ ભગતિમનિ ઉર બસ જાકે, દુઃખ લવલેસન સપનેહું તાકે, - ચતુર સિરોમનિ તે જગ માહીં, જે મનિ લાગી સુજતન કરાહીં - તેથી બધા ભેંકોએ ઉપરોક્ત સર્વ પ્રકારે ભગવાનની ભક્તિનાં આશ્રય લઈને જીવન અને જન્મને સફળ કરવાં જોઈએ. Page #66 -------------------------------------------------------------------------- ________________ સ્તોત્ર-પ્રાર્થનાનાં પુસ્તક સારા વૈદિક-વિનય સ્વાધ્યાય સુધા (ત્રણ ખડામાં) 7-50 પ્રમાણભૂત ગ્રંમાંથી ચૂંટેલા વેદ માંના શ્રેષ્ઠ મે 2ને ચૂંટીને મંત્ર, સુભાષિતો અને હું આધુનિક દેશકાળને અનુરૂપ સૂક્તિઓને સ્વાદલાય કરવા પ્રાથનારૂપે સરળ ગુજરાતી | યોગ્ય ઉપયોગી સંગ્રહ અર્થ ભાષાંતર સાથે નું પુસ્તક. સાથે. - હનુમાનચાલીસા સ્તોત્ર થતું 3-00 ભક્તિના ર૪ તથા વેદાંતનાં નિત્યપાઠ કરવા માટે ઉપયે ગી શુદ્ધ પાઠ. સ્તોત્રી મળી 41 સ્તોત્ર ડશ છે | નું મૂળ સાથે ભાષાંતર. શ્રીમદ્ વલ્લભાચાર્ય વિરચિત { હરિપાઠ સોળ ગ્ર' મૂળ લે છે , શ્રી જ્ઞાનદેવરચિત હરિ પાઠ રન્વય, અર્થ, ભાવાર્થ ને મૂડી સાથે ભાષાંતર વિવેચન સાથે. ને ચંડીપાઠ 4-00 જપજી ગુજરાતી ભાષાંતર સાથે - શીખ ધર્મના મહાન ગુર મળ પાઠ ઉપરાંત બીજ નાનક દેવ વિરચિત " ( ગલતીના સ્તોત્રી સાથે. મૂળ સાથે ભાવાતર, - એકાદશીમાહાસ્ય 2-00 ગંગામાતા -- 75 | ગગાજીને લગતી માહિતી બારે માસની એ કાદશી એનું અને સ્તોત્રો. માંડ: યુ. સત્યનારાયણની કથા 2-50 છે વિષ્ણુસહસ્ત્રનામસ્તોત્રમ્ 0-30 અર્થ સાથે પૂજનતા મંત્રી, 1 ફક્ત મૂળ કલે કો મારા કથા તથા વિષ્ણુ સહસ્રના માઅક્ષરો માં ગુજરાતી લિપિમાં. વલિ, આરતી, થાળ વગેરે. સરતું સાહિત્ય વર્ધક કાર્યાલય–અ મદાવાદ છે