________________
હાસ્ય
માતા સુમિત્રાએ લક્ષ્મણને રામની સાથે જઈને તેમની સેવા કરવાને કેવો સુંદર ઉપદેશ આપ્યો છે –
રાગ દ્રપ ઇરિષા મદમોહહુ જન સપને ઈનકે બસ હે સકલ પ્રકાર બિકાર બિહાઈ, મન કમ બચન કરેહુ સેવકાઈ. જેહિ ન રામ બન લહહિ કલેસુ, સુત સોઈ કરે ઈહઈ ઉપદે.
શ્રી હનુમાનજીનું તે સમસ્ત જીવન જ દાસ્ય ભકિતથી ઓતપ્રોત છે. પહેલી જ વાર ઋષ્યમૂક પર્વત ઉપર ભગવાન શ્રી રામચંદ્રજીને ઓળખીને હનુમાનજી કહે છે કે—
એક મંદ હૈં મોહબસ, કુટિલહદય અગ્યાન.
પુને પ્રભુ મોહિ બિસાઉ, દીનબંધુ ભગવાન. જદીપ નાથ બહુ અવગુન મેરે, સેવક પ્રભુહિં પર જ ભરે. નાથી જીવ તવ માયા મોહા, સે નિસ્તરઈ તુમ્હારેહિ હા. સેવક-સુત પ્રતિમાનુ ભરોસે, રહઈ અસેચ બનઈ પ્રભુ પાસે.
ભગવાન પણ પોતાની સેવક-વત્સલતાનો પરિચય દેતાં હનુમાનને ઉડાડીને ભેટી પડે છે અને પ્રેમાશથી તેમનાં અંગોને ભીંજવતાં કહે છે કે
સુનુ કપિ જિય માનસિજનિ ઊના, મમ પ્રિય લછિમન તે પૂના સમદરસી મોહિ કહ સબ કોફી, સેવક પ્રિય અનન્ય ગતિ સે.
દાસ્ય-ભકિતવાળો ભકત પોતાના સ્વામીની કૃપાને કેટલો વિશ્વાસવાળો હોય છે, તે સંબંધી હનુમાનજીએ વિભીષણને જે કંઈ કહ્યું છે, તે યાદ રાખવા જેવું છે,
સુનહુ બિભીષન પ્રભુકૈ રીતિ, કહિ સદા સેવક પર પ્રીતિ; હહુ કવન મેં પરમ કુલીના, કિપિ રાંચલ સબહી બિધિ હીના,