________________
-
નવધા ભક્તિ
यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् ।
विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॥ - જેમના સ્મરણમાત્રથી મનુષ્ય જન્મરૂપી સંસારબંધનથી મુક્ત થઈ જાય છે સંસારને ઉત્પન્ન કરનાર એ વિષ્ણુને નમસ્કાર છે.”
શ્રી તુલસીકૃત રામાયણમાં સુતીણની સ્મરણભકિત વખાણવા જેવી છે. સુતીણ ભગવાનના પ્રેમમાં મગ્ન થઈને મનોમન ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કહે છે કે–
સે પરમપ્રિય અતિ પાતકી જિન્હ બહુ પ્રભુ સમરિન કર્યો, તે અંજુ મેં નિજ નયન દેખ પૂરિ પુલકિત હિત ભર્યો. જે પદસરોજ અનેક યુનિ કરિ ધ્યાન કબહુંક પવહીં; તે રામ શ્રીરઘુવંશમણિ પ્રભુ પ્રેમતે સુખ પાવહીં.
આગળ જતાં ભગવાનના ધ્યાનમાં રોવા તો મસ્ત બની ગયા કે તેમને પોતાના તન-મનનું ભાન પણ રહ્યું નહિ.
મુનિ મગ મહી અચલ હોઈ વૈસા, પુલક શરીર પનસફલ જૈસા.
એટલું જ નહિ, ભગવાનનાં દર્શન થયા પછી પણ એ જ વરદાન માગ્યું કે, હે નાથ ! મારા હૃદયમાં આપ નિરંતર વાસ કરો.”
અનુજ જાનકી સહિત પ્રભુ, ચાપ, બાણ ધર રામ,
મમ હિય ગગન ઇંદુ ઈવ, બસહુ સદા નિષ્કામ.
આથી એ જ સિદ્ધ થાય છે કે સુતીક્ષ્ણને ભગવાનનું ધ્યાન ઘણું જ વહાલું હતું. આ જ પ્રમાણે, સ્મરણ કરનારા ભકતોનાં શાસ્ત્રોમાં ઘણાયે નામ આવે છે. પરંતુ અહીં કેટલાક ભક્તોનાં નામ માત્ર જ રમાપવામાં આવે છે. જેમ કે, સનકાદિ, ધ્રુવ, ભીષ્મ, કુંતી વગેરે સ્મરણભકિતથી જ પરમ પદને પામ્યા