Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 57
________________ આત્મનિવેદન - वासुदेवाश्रयो मयों वासुदेवपरायणः । सर्वपापविशुद्धात्मा याति ब्रह्मसनातनम् ॥ ( વિ૦ ૨૦ ૦ ) “જે મનુષ્ય ભગવાન વાસુદેવનો આશ્રય લીધો છે, અને જે તેમને જ પરાયણ છે, તેમનું અંતઃકરણ પૂરેપૂરું શુદ્ધ થઈ જાય છે અને તે સનાતન બ્રહ્મને પ્રાપ્ત થાય છે.' પરમાત્માનાં તત્ત્વ, રહસ્ય, પ્રભાવ અને મહિમા સમજીને, મમતા અને અહંકારરહિત થઈને પોતાનાં તન, મન, ધન સહિત પોતાની જાતને અને સર્વ કર્મોને શ્રદ્ધા અને પરમ પ્રેમપૂર્વક પરમાત્માને સમર્પણ કરી દેવાં એ આત્મનિવેદન ભક્તિ છે. / હાનિ-લાભ, જય-પરાજય, યશ-અપશય, માન-અપમાન, સુખ-દુઃખ વગેરેની પ્રાપ્તિમાં તેમને ભગવાનને મોકલેલ પુરસ્કાર સમજીને પ્રસન્ન રહેવું; તન-ધન, સ્ત્રીપુત્ર વગેરે સૌમાં મમતા અને અહંકારનો અભાવ થઈ જવો; ભગવાન મંત્રી છે અને હું તેમના હાથનું યંત્ર છું એવો નિશ્ચય કરીને લાકડાની પૂતળીની માફક ભગવાનની ઈચ્છાને અનુકૂળ જ સર્વ કંઈકરવું; ભગવાનના રહસ્ય અને પ્રભાવને જાણવા માટે તેમનાં નામ, રૂપ, ગુણ અને લીલાનું શ્રવણ, મનન, કથન, અધ્યયન અને ચિંતનાદિમાં શ્રદ્ધા-ભકિતપૂર્વક તન, મન વગેરે જોડવાં; ઈન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે બધા ઉપર માત્ર ભગવાનનો જ અધિકાર સમજ, ભગવાનની જ વસ્તુ ભગવાનને અર્પણ કરવામાં આવી છે એવો ભાવ થવો, જે કોઈ પ્રકારે ભગવાનની સેવા થયા કરે તેમાં જ આનંદ માનવો. સર્વ કંઈ પ્રભુને અર્પણ કરીને સ્વાદ શેખ, વિલાસ, આરામ, ભોગ વગેરેની ઈરછાનો

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64