Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 55
________________ નવધા ભક્તિ वृष्णीनां प्रवरो मन्त्री कृष्णस्य दयितः सखा । शिष्यो बृहस्पतेः साक्षादुद्भवो बुद्धिसत्तमः॥ तमाह भगवन् प्रेष्ठं भक्तमेकान्तिनं क्वचित् । गृहीत्वा पाणिना पाणिं प्रपन्नातिहरो हरिः॥ गच्छोद्धव व्रजं सौम्य पित्रोनों प्रीतिमावह । गोपीनां मद्वियोगाधि मत्सन्देशैविमोचय ॥ . (માવિત ૨૦-૪૬ ૨-૩ ). • યદુવંશીઓના શ્રેષ્ઠ મંત્રી, બૃહસ્પતિના સાક્ષાત શિષ્ય અને અત્યંત બુદ્ધિમાન ઉદ્ધવ ભગવાન શ્રીકૃષ્ણના પરમ પ્રિય સખા હતા. શરણાગતનું દુઃખ દૂર કરનારા ભગવાન શ્રીકૃષ્ણ એક દિવસ એ અનન્ય અને અત્યંત પ્રિય ભક્ત ઉદ્ધવનો હાથ વડે હાથ પકડીને કહ્યું-વહાલા ઉદ્ધવ! તમે વ્રજમાં જઈને મારા માતા અને પિતાને તથા મારા સંદેશાઓ વડે ગોપીઓને વિયેગના દુઃખથી મુક્ત કરે.” અર્જુનના સખ્ય ભાવની તો ભગવાન પોતે જ જાહેરાત મોડરિ રે સા રેતિ' તમે મારા ભક્ત અને મિત્ર છો (ગીતા ૪-૩); છોડી ને દમિતિ' તમે મારા પરમ પ્રિય છે. (ગીતા ૧૮–૬૪). અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાં બાળક પરીક્ષિતને મારી નાખ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે—જો એ વાત સત્ય હોય કે મેં જાણીને અર્જુનની મિત્રતામાં કદી પણ અગવડ આવવા દીધી નથી, તે આ મલું બાળક જીવતું થાય. यथाहं नामिजानामि विजयेन कदाचन । विरोध तेन सत्येन मृतो जीवत्वयं शिशुः॥ ( મહામારત-શ્વમેવ ર્વ ૧-૨ )

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64