Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 53
________________ પર નવધા ભક્તિ રાખવી. તેમનાં દર્શન, ભાષણ, ચિંતન અને સ્પર્શથી પ્રેમમાં નિમગ્ન રહેવું. તેનાં નામ, રૂપ, ગુણ ૨ાને ચરિત્રો સાંભળીને, કહીને, વાંચીને અને યાદ કરીને અત્યંત પ્રસન્ન થવું માને તેમના વિયોગમાં વ્યાકુળ થવું તથા પ્રત્યેક ક્ષણે તેને મળવાની આશા રાખવી અને વાટ જોયા કરવી વગેરે સખાભાવની પ્રકાર છે. વહાલા પ્રેમીને પરમ સુખ થાય, તેમાં પોતાને સખ્ય પ્રેમ પૂરેપૂરા વધી જાય રાવે તેનાથી પોતાને કદી વિયોગ ન થાય. એ જ ઉદ્દેશથી સખ્ય ભકિત કરવામાં આવે છે. * સખ્ય ભક્તિની પ્રાપ્તિને માટે ભગવાનના પ્રેમી સખાઓનો સમાગમ, સેવન, તેમનાં જીવચરિત્રનું અધ્યયન અને તેમનાં તથા ભગવાનનાં ગુણ, લીલા અને પ્રભાવનું તેમના પ્રેમી ભકતો દ્વારા શ્રવણ કરવું જોઈએ. આ પ્રમાણે માત્ર સખ્ય ભકિતથી પણ મનુષ્યનાં દુ:ખ અને દોષોનો અત્યંત ભાવ થઈને ભગવાનની પ્રાપ્તિ અને ભગવાનમાં પરમ પ્રેમ થઈ જાય છે–ોટલે સુધી કે ભગવાન ને પ્રેમી ભકતને અધીન થઈ જાય છે અને પછી તેના રમાનંદ રને શાંતિનો પાર રહેતો નથી. મિત્રનું મિત્ર પ્રત્યે શું કર્તવ્ય હોવું જોઈએ એ વિષે ભગવાન શ્રીરામ મિત્ર સુગ્રીવને કહે છે કે – જે ન મિત્રદુ:ખ હેહિ, દુખારી, તિëહિ બિલકત પાતક ભારી; નિજદુઃખ ગિરિ સમ રજ કરિ જાના, મિત્રકે દુખ રજ પેરુ સમાના. - જિનકે અસિમિતિ સહજ ન આઈ, તે સઠ કત હઠિ કરત મિતાઈ; કુપથ નિવારિ સુપથ ચલાવા, ગુન પ્રગટ ઈ અવગુનહિ પુરાવા દેત લેત મન અંક ન ધરઈ, બલ અનુમાન સદા હિત કરાઈ; બિપતિકાલ કર સતગુન નેહા, શુતિ કહ સંત મિત્ર ગુન હા. આ સખ્ય-ભકિતનાં ઉદાહરણ શ્રીવિભીષણ, સુગ્રીવ, ઉદ્ધવ,


Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64