Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 43
________________ વંદન ध्येयं सदा परिभवनमभीष्टदोहं तीर्थास्पद शिवविरञ्चिनुतं शरण्यम् । भृत्याहिं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुष ते चरणारविन्दम् ।। ( માવત (૨-૬, ૨૨ ) ‘હે પુરુષોત્તમ! હે પ્રભો! જે હમેશાં ધ્યાન કરવા યોગ્ય છે, તિરસ્કારનો નાશ કરનારા છે, સઘળા મનોરથો પૂર્ણ કરનાર છે, જે તીર્થીના આધાર છે, જેમને શિવ અને બ્રહ્મા મસ્તક નમાવીને નમસ્કાર કરે છે, અને જે શરણાગતોનું રક્ષણ કરવામાં પ્રવીણ છે, જે સેવકોની વિપત્તિનો નાશ કરનારા છે. નમસ્કાર કરનારાઓના રક્ષક અને સંસારસાગરના વહાણ છે, એવા આપનાં એ ચરણોને હું વંદન કરું છું. શાસ્ત્રમાં વર્ણવેલાં ભગવાનનાં સ્વરૂપ, ભગવાનનાં નામ, ભગવાનની ધાતુ વગેરેની મૂર્તિ, ચિત્ર અથવા માનસિક મૂર્તિને શરીર અથવા મતથી. શ્રદ્ધાપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરવા અથવા સમસ્ત ચરાચર ભૂત પ્રાણીઓને પરમાત્માનું સ્વરૂપ સમજીને શ્રદ્ધા પૂર્વક શરીર અથવા મનથી પ્રણામ કરવા અને એ પ્રમાણે કરતાં કરતાં ભગવત પ્રેમમાં મુગ્ધ થવું એ વંદન ભકિત છે. ભગવાનનાં મંદિરોમાં જઈને શ્રદ્ધાભક્તિપૂર્વક ભગવાનની મૂર્તિને સાષ્ટાંગ પ્રણામ કરવા, પોતપોતાનાં ઘરોમાં ભગવાનની

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64