Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 42
________________ અન AANA यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् । स्वकर्मणा तमभ्यर्च्य सिद्धि विन्दति मानवः ॥ ૪૧ ( ૨૮, ૪૬ ) : ‘હે અર્જુન! જે પરમાત્મામાંથી સર્વ ભૂતોની ઉત્પત્તિ થઈ છે, અને જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે, તે પરમેશ્વરને પોતાનાં સ્વાભાવિક કર્મો વડે પૂજીને મનુષ્ય પરમ સિદ્ધિને પામે છે, ' એટલું જ નહિ, પરંતુ પરમ શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ભગવાનની પૂજા કરવામાં આવે તો તે પોતે જ પોતાના દિવ્ય મંગલમૂર્તિ સ્વરૂપે પ્રગટ થઈને ભકતે અર્પણ કરેલા પદાર્થો ખાય છે. ભગવાન પોતે જ કહે છે કે पत्र पुष्पं फलं तोयं यो मे भक्त्या प्रयच्छति । તત્વનું મથુવદ્યુતમન્નામિ યતામનઃ ॥ ૧, ૨૬ ) ‘હે‘અર્જુન ! પત્ર, પુષ્પ, ફળ, જપ વગેરે જે કોઈ ભક્ત મારે માટે પ્રેમથી અર્પણ કરે છે, તે શુદ્ધબુદ્ધિ, નિષ્કામ પ્રેમી ભકતનાં પ્રેમપૂર્વક અર્પણ કરેલાં તે પત્ર-પુષ્પ વગેરે હું સગુણરૂપે પ્રગટ થઈને પ્રીતિપૂર્વક ખાઉં છું. રાજા પૃથુ, અંબરીષ વગેરે અનેકોએ વિધિપૂર્વક વિવિધ ઉપચારોથી અને મન, ઈન્દ્રિયોથી ભગવાનની પૂજા કરી અને તેઓ અનાયાસે જ ભગવાનને પામી ગયા. તેમની તો વાત જ શું? વિવિધ પૂજાસામગ્રી વિના પણ માત્ર ભકિતપૂર્વક પૂજા કરનારા સુદામાએ માત્ર તાંદુલના દાણાથી, ગજેન્દ્ર એક પુષ્પથી, દ્રૌપદીએ શાકપાનથી ભગવાનને પૂછતે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. શખરી જેવી ભીલડીએ પણ માત્ર ખાર વડે જ ભગવાનને સંતુષ્ટ કરીને પરમ પદ પ્રાપ્ત કર્યુ છે. તેથી ભગવાનના પ્રેમમાં વિહ્વળ થઈને શ્રદ્ધાપૂર્વક પોતપોતાની રુચિ અને ભાવના અનુસાર ભગવાનની પૂજા કરવી જોઇએ.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64