Book Title: Navdha Bhakti Author(s): Jaydayal Goyandka Publisher: Sastu Sahitya Vardhak KaryalayPage 41
________________ ૪૦ . નવધા ભક્તિ ને ખાતર સેવા કરવી વગેરે બધા ભગવાનની બાહ્ય પૂજાના પ્રકાર છે. શાસ્ત્રોમાં વર્ણવેલા, પોતાના ચિત્તાને અનાયાસે જ આકfણ કરનાર ભગવાનના કોઈ પણ અલૌકિક રૂપલાવયુક્ત, અનંત સૌંદમાધુર્યમય પરમ તેજસ્વી સ્વરૂપનું પ્રત્યેક અવયવ, વસ્ત્રાભૂષણ, આયુધ વગેરેવાળું અને હાથપગનાં મંગળ ચિહ્નો સહિત મન વડે ચિંતન કરીને આહલાદપૂર્વક મનમાં તેનું આવાહન, સ્થાપન અને વિવિધ પ્રકારની માનસિક સામગ્રીઓ વડે અત્યંત શ્રદ્ધા અને પ્રેમપૂર્વક પૂજન કરવું એ માનસપૂજાનો પ્રકાર છે. ભગવાનમાં અનન્ય પ્રેમવાળા થઈને તેમની પ્રાપ્તિ થાય ઉદ્દેશ્યથી પમ શ્રદ્ધાપૂર્વક પોતે આચરણ કરવાનું અથવા કરાવવાનું આનું પ્રયોજન છે. * આનભકિતનું સ્વરૂપ અને તત્ત્વ જાણવા માટે ભગવાનના પરમ પ્રેમી ભકતોનો સમાગમ અને સેવન કરવું જોઈએ. ઉપરોક્ત પ્રકારથી ભગવાનની ભકિત કરવાથી મનુષ્ય જે કંઈ ઈચ્છે છે, તે તેને મળી જાય છે અને સહેજે જ તેને ભગવાનની પ્રાપ્તિ થાય છે. શ્રીમદ્ભાગવતમાં કહ્યું છે કે स्वर्गापवर्गयोः पुंसां रसायां भुवि संपदाम् । । सर्वासामपि सिद्धोनां मूलं तच्चरणार्चनम् ॥ (૨૦–૮૨, ૨૧ ) શ્રી ભગવાનનાં ચરણોનું અર્ચન—પૂજન કરવું એ જીવોના સ્વર્ગ અને મેક્ષનું તેમ જ મૃત્યુલોક અને પાતાળલોકમાં રહેનારી સર્વ સંપત્તિઓનું અને સંપૂર્ણ સિદ્ધિઓનું પણ મૂળ છે.” પોતપોતાનાં કર્મો દ્વારા ભગવાનની પૂજાથી ભગવસ્ત્રાપ્તિ થાય છે. આ વાતની જાહેરાત ભગવાને પોતે જ ગીતામાં કરી છે–Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64