Book Title: Navdha Bhakti Author(s): Jaydayal Goyandka Publisher: Sastu Sahitya Vardhak KaryalayPage 40
________________ અર્ચન श्रीविष्णोरचं ये तु प्रकुर्वन्ति नरा भुवि । ते यान्ति शाश्वतं विष्णोरानन्दं परमं पदम् ॥ ( વિ ) જે લોકો આ સંસારમાં શ્રીભગવાનની ચર્ચા–પૂજા કરે છે, તેઓ શ્રીભગવાનના અવિનાશી આનંદસ્વરૂપ પરમ પદને પ્રાપ્ત થાય છે. ભગવાનના ભકતો પાસેથી સાંભળેલા, શાસ્ત્રોમાં વાંચેલા, ધાતુ વગેરેથી બનેલી મૂર્તિ અથવા ચિત્રના રૂપમાં જોયેલા, પોતાના મનને ગમતા કોઈ પણ ભગવાનના સ્વરૂપનું બાહ્ય સામગ્રીઓથી, ભગવાનના કોઈ પણ પોતાને પ્રિય સ્વરૂપની માનસિક મૂર્તિ બનાવીને માનસિક સામગ્રીઓથી અથવા સમસ્ત ભૂત પ્રાણીઓમાં પરમાત્માને રહેલા જોઈને સૌ આદરસત્કાર કરતા રહીને યથાયોગ્ય વિવિધ ઉપચારોથી શ્રદ્ધાભકિતપૂર્વક તેમનું સેવન– પૂજન કરવું અને તેમના તત્ત્વ, રહસ્ય તથા પ્રભાવને સમજી સમઅને પ્રેમમાં મુગ્ધ થવું એ અર્ચન ભક્તિ છે. ( પત્ર, પુષ્પ, ચંદન વગેરે સાત્ત્વિક, પવિત્ર અને ન્યાયપાર્જિત દ્રવ્યો વડે ભગવાનની પ્રતિમાનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરવું, ભગવાનની પ્રીતિને માટે શાસ્ત્રોક્ત યજ્ઞાદિ કરવા, સૌને ભગવાનનું સ્વરૂપ સમજીને પોતાના વર્ણાશ્રમ અનુસાર તેની યથાયોગ્ય સેવા કરવી તથા સત્કાર, માન, પૂજા વગેરેથી સંતોષ પામવો, અને દુઃખી, અનાથ, અપંગ, પીડિત પ્રાણીઓમાં –ભૂખ્યાંની અન્નથી, તરસ્યાંની જળથી, વસ્ત્ર વિનાનાંઓની વસ્ત્ર વગેરેથી, રોગીઓની દવા વગેરેથી, અનાથોની આશ્રયદાનથી જરૂર પ્રમાણે યથાશક્તિ શ્રદ્ધા અને સત્કારપૂર્વક સૌને ભગવાન સ્વરૂપ સમજીને ભગવપ્રેમPage Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64