Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 47
________________ ૪૬ નવધા ભક્તિ જુદા જ પ્રકારના હોય છે. જુઓ, અક્રૂરજી કેવી રીતે મુગ્ધ થઈને નમસ્કાર કરે છે— रथात्तूर्णमवप्लुत्य सोऽक्रूरः स्नेहविह्वलः । पपात चरणापान्ते दण्डवद्रामकृष्णयोः ॥ ( માનવત ૨૦-૨૮, ૨૪ ) ક્રૂરે પ્રેમવિહ્વળ થઈને ઘણી ઝડપથી રથમાંથી કૂદી પડીને ભગવાન ખળરામ અને શ્રીકૃષ્ણનાં ચરણો આગળ દંડવત પ્રણામ કર્યાં. , પીતામહ ભીષ્મ ગદ્ગદ થઈને ભગવાનને નમસ્કાર કરે છે અને ભગવાન તરત જ તેમને પોતાનું દિવ્ય જ્ઞાન આપે છે. વૈશંપાયન મુનિ કહે છે કે— एतावदुक्त्वा वचनं भीष्मस्तद्गतमानसः । नम इत्येव कृष्णाय प्रणाममकरोत्तदा || अभिगम्य तु योगेन भक्ति मीष्मस्य माधवः । त्रैलोक्यदर्शनं ज्ञानं दिव्यं दत्त्वा ययौ हरिः ॥ ( मीष्मस्तवराज १०० - १०१ ) “ જેમનું મન ભગવાનમાં તન્મય થઈ ચૂક્યું છે. એવા ભીષ્મ અનેક પ્રકારે ભગવાનની સ્તુતિ કર્યા પછી ‘ત્તમઃ ઝળાય એટલું કહીને ભગવાનને પ્રણામ કર્યાં, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ યોગશક્તિ વડે ભીષ્મની ભકિતને સમજી લઈને તેમને ભગવતસ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન કરાવનારું જ્ઞાન આપીને ચાલ્યા ગયા. ' તેથી શ્રીભગવાનના પ્રેમમાં મસ્ત થઈને ઉપરોકત પ્રકારે ભગવાનની વંદન ભકિત કરવાનો સાચો અને પ્રચંડ પ્રયત્ન કરવા જોઈએ.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64