Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 48
________________ દાસ્ય - સે અનન્ય જાકી અસિ, મતિ ન ટરઈ હનુમંત, 'ટ' ! T મેં સેવક સચરાચર રૂપસ્વામી ભગવંત. / / ભગવાનનાં ગુણ, તાવ, રહસ્ય અને પ્રભાવને જાણીને શ્રદ્ધા–પ્રેમપૂર્વક તેમની સેવા કરવી અને તેમની રાજ્ઞાનું પાલન કરવું એ દાસ્ય ભકિત છે. મંદિરોમાં ભગવાનની પ્રતિમાની સેવા કરવી, મંદિરની સાફસૂફી કરવી, મનથી પ્રભુના સ્વરૂપનું ધ્યાન ધરીને તેમની સેવા કરવી, સંપૂર્ણ ચરાચર પ્રભુનું સ્વરૂપ સમજીને સૌની યથાશક્તિ, યથાયોગ્ય સેવા કરવી, ગીતા વગેરે શાસ્ત્રોને ભગવાનની આજ્ઞા માનીને તેના પ્રમાણે આચરણ કરવું, અને જે કર્મ ભગવાનની રુચિ, પ્રસન્નતા રાને ઈચ્છાને અનુકુળ હોય, તે જ કર્મો કરવાં-ચો બધા દાસ્ય ભકિતના પ્રકાર છે. ભગવાનના રહસ્યને જાણનાર પ્રેમી ભકતોને સમાગમ અને સેવાથી દાસ્ય ભકિત પ્રાપ્ત થાય છે. ભગવાનમાં રાનન્ય પ્રેમની પ્રાપ્તિ અને નિત્ય-નિરંતર સેવાને માટે ભગવાનની પાસે રહેવાના ઉદ્દેશ્યથી દાસ્ય ભકિત કરવામાં આવે છે. - માત્ર આ દાસ્ય ભકિતથી પણ મનુષ્યને સહેજે જ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે. અને ગીતામાં કહ્યું છે કેकार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसंमूढचेताः।

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64