Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 45
________________ નવધા ભક્તિ - “હે શાનંત સામર્થ્યવાળા, આપને આગળથી અને પાછા ળથી પણ નમસ્કાર હો; હે સર્વાત્મન ! આપને સર્વ બાજુએથી નમસ્કાર હે; કારણ કે અનંત પરાક્રમશાળી આપ સમસ્ત સંસારમાં વ્યાપી રહેલા છે, તેથી આપ જ સર્વરૂપ છો. - શ્રી તુલસીદાસજી મહારાજ સમસ્ત જગતને સીયરામમય’ જાણીને પ્રણામ કરે છે– સીયામમય સબ જગ જાની કરઉ પ્રનામ જોરિ જગ પાની. ભગવાનમાં અનન્ય પ્રેમવાળા થઈને ભગવાનને પ્રાપ્ત કરવા શો આ ભકિતનો ઉદ્દેશ્ય છે. ભગવાનના વહાલા પ્રેમી ભકતોનો સંગ અને સેવન કરીને તેમની મારફત ભગવાનનાં શ્રદ્ધા, પ્રેમ, રહસ્ય, પ્રભાવ અને તત્ત્વનો મર્મ સમજવાથી આ વંદન ભકિત પ્રાપ્ત થાય છે. ' ભગવાનના રહસ્યને સમજીને તેમને પ્રણામ કરનાર સર્વ દુઃખોથી છૂટી જાય છે. અનુસ્મૃતિનું વચન છે કે– न वासुदेवात्परमस्ति मङ्गलं न वासुदेवात्परमस्ति पावनम् । न वासुदेवात्परमस्ति दैवतं . तं वासुदेवं प्रणमन्न सीदति ॥१०१॥ “ભગવાન વાસુદેવથી વિશેષ બીજું કંઈ મંગલમય નથી. વાસુદેવથી વિશેષ બીજું કંઈ પવિત્ર નથી અને વાસુદેવથી શ્રેષ્ઠ બીજા કોઈ આરાધ્ય દેવતા નથી. તે વાસુદેવને નમસ્કાર કરનાર કદી દુઃખી થતો નથી.” શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ભગવાનને માત્ર સાષ્ટાંગ પ્રણામ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64