Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 39
________________ નવધા ભક્તિ. स्वत्पादपोतेन महत्कृतेन कुर्वन्ति गोवत्सपदं भवाब्धिम् ॥ ( માવતo ૦-૨, શ્૰ ) ‘હે કમલનયન! કેટલાયે સંતો સંપૂર્ણ સત્ત્વના ધામ તમારામાં સમાધિ વડે પોતાનું ચિત્તા તલ્લીન કરીને મહાત્માઓએ અનુભવેલાં તમારાં ચરણકમળાનું વહાણુ ખનાવીને સંસારસાગરને ઘણી સહેલાઈથી તરી ગયા છે. ' ૩૮ ભગવાનની ચરણરજતે શરણે થયેલા પ્રેમી ભકત તો સ્વર્ગ વગેરેની વાત જ શું, મેક્ષનો પણ તિરસ્કાર કરીને ચરણરજતા સેવનમાં જ મસ્ત રહેવા ઈચ્છે છે. નાગપત્નીઓ કહે છે કે न नाकपृष्ठं न च सार्वभौमं न पारमेष्ठ्यं न रसाधिपत्यम् । न योगसिद्धीर पुनर्भवं वा वाञ्छन्ति यत्पादरजः प्रपन्नाः ॥ ( માપવત ૨૦-૨૬, ૨૭ ) ‘આપની ચરણરજનું શરણ લેનારા ભકતો નથી તો સ્વર્ગ ઈચ્છતા, નથી તો ચક્રવર્તીપદ, બ્રહ્મપદ, સમસ્ત પૃથ્વીનું સ્વામિત્વ કે યોગસિદ્ધિઓ ઇચ્છતા; વધારે શું કહેવું? તેઓ મેક્ષપદની પણ ઇચ્છા કરતાં નથી.' ભગવાનની માત્ર પાદસેવન ભકિતથી જ ભગવાનનો અનન્ય પ્રેમ પ્રાપ્ત કરનારા અનેક ભકતોનું શાસ્ત્રોમાં વર્ણન આવે છે. તેથી ભગવાનનાં પવિત્ર ચરણોમાં શ્રદ્ધાપૂર્વક મન જોડીને તેમનું નિત્ય સેવન કરવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64