Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 37
________________ નવધા ભક્તિ ની સાથે તેઓ એ ચરણોમાં આળોટવા લાગ્યા અને મનોમન કહેવા લાગ્યા કે—અહો ! હું પરમ ધન્યભાગી છું કે આજે ભગવાન રામચંદ્રજીનાં ચરણકમળોનાં ચિહ્નોથી શણગારાયેલી ભૂમિને હું જોઈ રહ્યો છું, જેમની ચરણરજની બ્રહ્માદિ દેવતા અને શ્રુતિરો પણ હમેશાં શોધ કર્યા કરે છે.' સંત તુલસીદાસજી કહે છે કે: રજ સિર ધરિ હિય-નયન લાવહિં, - રઘુવરમલન સરિસ સુખ પાવહિં. નિત પૂજત પ્રભુ-પાંવરી, પ્રીતિ ન હૃદયે સમાતિ, માગ માગ આયસુ કરત રાજકાજ બહુ ભાંતિ. અહલ્યા ભગવાનની ચરણરજ પામીને કૃતાર્થ બની જાય છે અને કહે છે કે : अहो कृतार्थास्मि जगन्निवास ते. ___ पादाब्जसंलग्नरजःकणादहम् । स्पृशामि यत्पद्मजशङ्करादीभिविमृग्यते रन्धितमानसैः सदा ॥ (મ. ૦૨-૬, ૪૨ ) હે જગનિવાસ ! આપનાં ચરણકમળોમાં લાગેલી રજનો સ્પર્શ થતાં આજે હું કૃતાર્થ થઈ ગઈ. અહો ! આપનાં જે ચરણકમળોને બ્રહ્મા, શંકર વગેરે હમેશાં ચિત્ત દઈને શોધ્યા કરે છે, આજે હું તેનો સ્પર્શ કરી રહી છું.' " ભગવાનનાં ચરણોનો આશ્રય લેવાથી મનુષ્યના સર્વ દેશેતો નાશ થાય છે, તેની સઘળી વિપત્તિઓ ટળી જાય છે અને

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64