Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 35
________________ નવધા ભક્તિ દુર્ગુણ અને દુઃખ પૂરેપૂરાં દૂર થઈ જાય છે અને ભગવાનમાં સહેલાઈથી જ અતિશય શ્રદ્ધા અને પ્રેમ થઈને તેને આત્યન્તિક પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. તેને માટે કંઈ પણ દુર્લભ રહેતું નથી. શાસ્ત્ર અને મહાત્માઓએ પાદસેવન ભકિતનો ઘણો મહિમા ગાય છે. શ્રી શંકરાચાર્ય કહે છે કે ભગવાનનાં ચરણકમળરૂપી નૌક જ સંસારસાગરમાંથી પાર ઉતારનાર છે: अपारसंसारसमुद्रमध्ये માતો સર મિસ્તિો गुरो कृपालो कृपया वदैतद् विश्वेशपादाम्बुजदीर्घनौका ॥ શિષ્ય : “હે કૃપાળુ ગુરુદેવ! આપ કૃપા કરીને બતાવો કે આ અપાર સંસારરૂપી સમુદ્રમાં મુજ ડૂબતાનું આશ્રયસ્થાન ગુરુ : “ભગવાન વિશ્વેશ્વરનાં ચરણકમળરૂપી વહાંણ જ એક માત્ર આશ્રયસ્થાન છે.' ભગવાનનાં ચરણોનું પાન કરવાથી અને તેને મસ્તકે ધારણ કરવાથી પણ કલ્યાણ થાય છે. ભગવાન શ્રી રામચંદ્રજીનું ચરણામૃત પીને તેમને નૌકામાં પાર લઈ જતી વખતના પ્રસંગમાં એ હોડીવાળાનો મહિમા ગાતાં શ્રી તુલસીદાસજી કહે છે કે – પગ પખારિ જલ-પાન કરિ, આપુ સહિત પરિવાર, પિતર પાર કર પ્રભુતિ પુનિ, મુદિત ગયઉ લે પાર. - નિત્ય નિરંતર પ્રભુનાં ચરણોનું દર્શન અને સેવન કરીને પળે પળે કેવી રીતે આનંદ અનુભવવો જોઈએ તેનો આદર્શ શ્રી સીતાજી છે. વનગમન સમયે તેઓ ભગવાનને કહે છે–

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64