Book Title: Navdha Bhakti Author(s): Jaydayal Goyandka Publisher: Sastu Sahitya Vardhak KaryalayPage 34
________________ ૩૩ પાદસેવન દર્શન, ચિંતન, પૂજન અને સેવન કરતાં કરતાં ભગવલ્હેમમાં તન્મય થઈ જવું એ જે “પાદસેવન” કહેવાય છે. વારંવાર પતૃપ્ત નયનોથી ભગવાનનાં ચરણકમળોનું દર્શન કરવું, ભગવચ્ચરણોનું પૂજન અને સેવન કરવું તથા ચરણોદક લેવું, મતથી ભગવચ્ચરણોનું ચિંતનપૂજન કરવું, ભગવાનની ચરણપાદુકાઓનું હાથ વડે પૂજન અને મનથી ચિંતન તથા પૂજન કરવું, ભગવાનની ચરણરજને મન દઈને મસ્તકે ધારણ કરવી, હૃદયે લગાડવી, ભગવાનનાં ચરણોના સ્પર્શ કરેલા શય્યાસન વગેરેને તીર્થથી વિશેષ સમજીને તેનું માન સાચવવું; અયોધ્યા, ચિત્રકૂટ, વૃંદાવન, મથુરા વગેરે સ્થાનોને, જ્યાં જ્યાં ભગવાનનો અવતાર અથવા પ્રાકટય થયું છે અથવા જ્યાં જ્યાં ભગવાનનાં પગલાં પડ્યાં છે, તે તે સ્થાનોને પરમ તીર્થ સમજીને ત્યાંની રજને ભગવાન ની ચરણાલિ સમજીને મસ્તકે ધારણ કરવી અને શ્રી ગંગાજીના જળને ભગવાનનું ચરણોદક સમજીને પ્રણામ -પૂજન, સ્નાનપાનાદિ વડે તેમનું સેવન કરવું વગેરે બધા પાદસેવન’ ભક્તિના જ ભિન્ન ભિન્ન પ્રકાર છે. મમતા, અહંકાર અને અભિમાન વગેરેનો નાશ થઈને પ્રભુનાં ચરણોમાં અનન્ય પ્રેમની પ્રાપ્તિ થવાના ઉદ્દેશ્યથી પાદસેવન ભકિત કરવામાં આવે છે. ભગવાનના અનન્ય ભકતોનો સંગ કરવાથી ભગવાનની ચરણસેવાનું તત્ત્વ, રહસ્ય અને પ્રભાવ સાંભળવાનો મળે છે, તેનાથી શ્રદ્ધા પ્રાપ્ત થાય છે અને ત્યારે જ આ ભકિત પ્રાપ્ત થાય છે. માત્ર પાદસેવન ભકિતથી પણ મનુષ્યના બધા દુરાચાર,Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64