Book Title: Navdha Bhakti
Author(s): Jaydayal Goyandka
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

Previous | Next

Page 32
________________ સ્મરણ ૩૧ છે. આ સિવાય નીચ જાતિવાળી ભીલડી અને જટાયુ પક્ષી પણ ભગવસ્મરણથી પરમ ગતિને પામ્યાં છે. ગુણ, પ્રભાવ અને પ્રેમપૂર્વક ભગવાનના સ્વરૂપના ધ્યાન જેવું આ સંસારમાં તરત ઉદ્ધાર કરનાર બીજું કોઈ પણ સાધન નથી. લગભગ બધાં સાધનોનું ફળ ભગવસ્મરણ છે. તેથી પોતાનું સમસ્ત જીવન ઉપરોકત પ્રકારે ભગવત –ચિંતનમાં ગાળવાનો કમર કસીને પ્રયત્ન કરવો જોઈએ. શ્રી કબીરદાસજીએ પણ કહ્યું છે કે– સુમિરનર્સે મન લાઈયે, જૈસે દીપ પતંગ, પ્રાન તજે છિન એક મેં, જાત ન મોડે અંગ. સુમિરનમેં મન લાઈ, જૈસે કીટ ભિરંગ, કબીર બિસારે આપકો, હોય જાય તેહિ રંગ. તેથી ભગવત પ્રાપ્તિની ઈચ્છાવાળા સાધકે પુરુષે સર્વ કાર્ય કરતાં છતાં જેમ કાચબો પોતાનાં ઈંડાંનું, ગાય વાછરડાનું, કામી સ્ત્રીનું, લોભી ધનનું, નદી પોતાનાં ચરણોનું અને મોટર ચલાવનારો રસ્તાનું ધ્યાન રાખે છે, તે જ પ્રમાણે પરમાત્માનું ધ્યાન રાખવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64